‘લગનનું ટાણું એક દી આવશે જીવરાજા’ આ રચનામાં જણાવવામાં આવ્યું છે જીવનનું કડવું સત્ય.

0
3790

જીવરાજાનો વરઘોડો.

લગનનું ટાણું એક દી આવશે જીવરાજા

જાન તારી જબરી જોડાશે રે….

કાયા તો તારી, ત્યારે થર થર ધ્રુજશે,

અન્ન પાનીડા નહીં ભાવશે રે….

લગનનું ટાણું…. જાન તારી જબરી…

સગા ને વાલા તારી પાસે નહીં આવે,

તારા, ભુવા માટે ની બધા રાખશે…

સ્વાર્થ નો પ્રેમ, સહુ ઉપરથી બતાવશે…

રોદડા રડી ને દેખાડશે…

અંત વેળાએ તને પસ્તાવો થાશે,

જીવનની નાવ તારી ડુબસે રે…..

ઉપર જાવાની તારી તૈયારી થાશે,

પછી પ્રાણ પંખેરૂ ઉડસે રે….

અંઞ ના ઘરેના તારા ઉતારી લેશે,

ધરતી ઉપર તને પૌઢાવસે રે….

ચાર શ્રીફળ તારી પાલખીએ બાંધશે,

ફૂલની પછેડી ઓઢાવસે રે…..

જાન જોડાતા, તારા સગા ને વાલા,

ના હકના, નિશાષા નાખશે રે……

જાપા સુધી તને વડાવા આવશે,

અમંગલ મંગળીયા વર્તાશે રે….

ચાર વિહામે તારો વરઘોડો કરશે,

સ્મશાને ચીતા સળગાવતા રે….

અગ્નિનો દાહ તારા દીકરાઓ દેશે,

સ્નાન કરીને ઘરે આવશે રે…..

બારમે દિવસે તારી ક્રિયાઓ કરશે,

મીઠાઈ ભોજન મંગાવશે રે…..

વરસ થાતા તારી વર્ષી એ વારશે,

પછી તું, યાદ નહીં આવશે રે…..

જમ, ના દરબાર તારું જોર નહીં ચાલે,

પલ પલ ના લેખા ત્યાં તો માગશે રે….

જિંદગી રે તે તો તારી, એડે, ગુમાવી,

અફસોસ એનો તને લાગશે રે…..

માધવ નામ મા મસ્ત બનીને,

જન્મ-મરણ ના ફેરા ટાડશે રે……

લગનનું ટાણું એક દી, આવશે જીવરાજા,

જાન તારી જબરી જોડાવશે રે…..

ભક્તિ રચના કદાચ માધવ ,નામના કોઈ સંતાન હોઇ શકે.

– સાભાર લાલજી રમતાજોગી (અમર કથાઓ ગ્રુપ)