આ લઘુકથાનો અર્થ સમજી જશો અને તેને જીવનમાં ઉતારશો તો જીવનની કેટલીક સમસ્યાઓ દૂર થઈ જશે.

0
647

પાછા ફરવામાં તો…

– માણેકલાલ પટેલ.

રેખા પાછળ ચાલતી હતી. આગળ એના સસરા ભગવાનદાસ ચાલતા હતા. રસ્તામાં ઘણું પાણી હતું.

ચોમાસામાં બસ બંધ થઈ ગઈ હતી એટલે રેખાના પિયરથી એ બન્ને ચાલતાં આવતાં હતાં.

અડધે રસ્તે એ પહોંચ્યાં હશે ને પાછો વરસાદ ચાલુ થયો.

ભગવાનદાસે છત્રી ખોલી તો રેખાએ કુશલો ઓઢી લીધો.

બેયની વચ્ચે ત્રણ – ચાર હાથનું જ અંતર હતું. પણ, આગળ સસરા અને પાછળ વહુ ચાલતી હોઈ પૂરી મર્યાદા જળવાઈ રહી હતી.

વરસાદ ચાલુ થતાં ભગવાનદાસે કહ્યું : “વહુ! વરસાદ વધી રહ્યો છે. તમારા ગામથી આપણે હજુ બહુ દૂર આવ્યાં નથી. ચાલો, પાછાં ફરીએ!”

રેખા વિચારમાં પડી ગઈ : “પાછા ફરીને ચાલવામાં તો…..”

રેખાએ સાંભળ્યું નહિ હોય તેમ લાગતાં એ ફરીથી બોલ્યા : “વેવાઈ અને વેવાણ પણ રાજી થશે.”

“ના, ના. આપણા ઘરે પહોંચીશું તો મારાં સાસુ પણ રાજી થઈ જશે.” કપડાં સરખાં કરતાં રેખાએ કહ્યું.

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતીકાત્મક છે)