લગ્ન કરવા માંગતા હતા નારદ મુનિ, પણ વિષ્ણુજીએ રચી એવી માયા કે તેમને…

0
307

નારદ મુનિનો ચહેરો કેમ થઇ ગયો હતો વાંદરા જેવો, વાંચો નારદજી સાથે જોડાયેલી આ અજાણી સ્ટોરી. એવું નથી કે માત્ર ઈશ્વર જ માણસને તેના કર્મોની સજા આપે છે, તે જન્મ મરણ નક્કી કરે છે. ઘણી વખત ભગવાનને સારા કાર્ય કરવાથી પણ શાપિત થવું પડે છે. તે ધ્યાન રાખવા જેવી બાબત છે કે ભગવાને અનેક કષ્ટ સહન કરીને પણ સ્વયંને મળેલા આ શ્રાપને સહન કર્યો છે. જેથી તે શ્રાપ આપવા વાળા વ્યક્તિનું માન જળવાઈ રહે. એવી જ એક ઘટના નારદ મુની સાથે જોડાયેલી છે, જયારે તેમણે શ્રીહરી વિષ્ણુને શ્રાપ આપ્યો હતો.

વિષ્ણુ ભક્તિમાં તપ ઉપર બેઠા નારદજી : નારદ મુની ભગવાન વિષ્ણુની ભક્તિમાં સાધના કરવા બેસી ગયા. જ્ઞાની ધ્યાની નારદ મુનીને તપ કરતા જોઈ દેવરાજ ઇન્દ્રને લાગ્યું કે ક્યાંક નારદ મુની તેના તપના બળ ઉપર સ્વર્ગની પ્રાપ્તિ તો નથી કરવા માંગતા. એટલે તેમણે કામદેવને સ્વર્ગની અપ્સરાઓ સાથે નારદ મુનીને તપ ભંગ કરવા માટે મોકલ્યા. પરંતુ નારદ મુની ઉપર કામદેવની માયાની કોઈ અસર ન થઇ. ત્યારે ડરેલા કામદેવે નારદજી પાસે ક્ષમા માગી અને સ્વર્ગ પાછા જતા રહ્યા.

નારદજીને આવ્યો અહંકાર : કામદેવની માયા માંથી મુક્ત રહેવાથી નારદ મુનીને એ વાતનો અહંકાર આવી ગયો કે તેમણે કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. તેવામાં તે પોતાના વિજયના વખાણ કરવા શ્રીહરિ પાસે વૈકુઠ પહોચ્યા અને તેમણે સમગ્ર ઘટના જણાવવા લાગ્યા કે કેવી રીતે તેમણે કામદેવને જીતી લીધા. શ્રીહરિ વિષ્ણુ નારદજીના મનમાં આવી ગયેલા અહંકારને જાણી ગયા અને તેમણે તેના પરમ ભક્ત નારદ મુનીને અહંકાર માંથી મુક્ત કરવાનું નક્કી કર્યું.

રાજકુમારી ઉપર મોહિત થઇ ગયા નારદજી : જયારે નારદજી વૈકુઠથી પાછા ફરી રહ્યા હતા, તો રસ્તામાં તેમણે એક અતિ સુંદર અને સમૃદ્ધ નગર જોયું, જેમાં ઘણો મોટો રાજમહેલ હતો. તે નગર શ્રીહરીએ તેની યોગમાયાથી નિર્મિત કર્યું હતું. નારદ મુની તેની ધૂનમાં હોવાને કારણે કાંઈ સમજી ન શક્ય અને આ નગરના રાજમહેલમાં પહોચ્યા. રાજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને તેની પુત્રીને બોલાવીને નારદ મુનીને કહ્યું કે મારે મારી રાજકુમારીનો સ્વયંવર કરવો છે. તમે તેનો હાથ જોઈને તેના ભવિષ્ય વિષે કાંઈક જણાવો.

વૈરાગ્ય ભૂલી ગયા નારદ મુની : રાજકુમારીના રૂપમાં જોઈને નારદજી મોહિત થઇ ગયા. જયારે નારદજીએ તેનો હાથ જોયો તો હથેળીની રેખાઓ જોતા જ રહી ગયા. તેની રેખાઓ મુજબ, તેના પતિ વિશ્વ વિજેતા રહેશે અને સમસ્ત સંસાર તેના ચરણોમાં નતમસ્તક થશે. નારદજીએ એ વાત રાજાને ન જણાવીને બીજી સારી વાતો કહી અને ત્યાંથી જતા રહ્યા. રાજકુમારીનું રૂપ અને તેની હાથની રેખાઓ જોઈને નારદજી વૈરાગ્ય ભૂલી ગયા હતા.

લગ્નની ઈચ્છા થઇ બળવાન : લગ્નની કામના લઈને આવેલા નારદજી પાછા વૈકુઠ ગયા અને વિષ્ણુજીને પોતાને સ્વરૂપવાન બનાવવાની વિનંતી કરી. એટલે શ્રીહરિએ કહ્યું મુનીવર અમે તેમ જ કરીશું, જે તમારા હિતમાં હશે. નારદજીએ તેમની વાત ન સમજ્યા અને લગ્નના વિચારમાં ખોવાઈ ગયા વૈકુઠથી પાછા ફરીને, રાજકુમારીના સ્વયંવરમાં જતા રહ્યા. તેમને લાગી રહ્યું હતું કે હવે તો તે ઘણા સ્વરૂપવાન થઇ ગયા છે અને રાજકુમારી હવે તેમના જ ગળામાં વરમાળા નાખશે. પરંતુ રાજકુમારીએ એક બીજા રાજકુમારના ગળામાં વરમાળા નાખી દીધી અને નારદની તરફ જોયું પણ નહિ.

ક્રોધિત નારદ મુનીએ શ્રીહરિને આપ્યો શ્રાપ : નારદજીને લાગ્યું કે શ્રીહરિએ મને સ્વરૂપવાન બનાવ્યો, છતાં પણ રાજકુમારીએ મને જોયો પણ નહિ, એ વિચારો સાથે તેમણે જળમાં પોતાનો ચહેરો જોયો, તો આશ્ચર્યચકિત રહી ગયા. તેના ચહેરો વાંદરા સમાન હતો.

નારદજી ઘણા ગુસ્સે થયા અને ગુસ્સામાં ભરેલા જ તે વૈકુઠ પહોચ્યા. જ્યાં શ્રીહરિ વિષ્ણુ સાથે તેમણે રાજકુમારીને પણ જોઈ. એટલે તેમણે શ્રીહરિને ઘણા સારા નરસા વાક્યો કહ્યા અને શ્રાપ આપ્યો કે તમે વાંદરાનું મુખ આપીને મારી મશ્કરી કરાવી છે, હું તમને શ્રાપ આપું છું કે તમે પૃથ્વી ઉપર જન્મ લેશો અને તે વાંદરાઓની સહાયતા તમારે લેવી પડશે. તમે મને સ્ત્રી વિયોગ આપ્યો છે, તમારે પણ સ્ત્રી વિયોગ સહન કરવો પડશે.

લક્ષ્મીજીમાં સમાઈ ગઈ રાજકુમારી : શ્રીહરિ વિષ્ણુ ભગવાન, નારદજીની વાત સાંભળીને હસવા લાગ્યા. ત્યારે રાજકુમારી લક્ષ્મી માતાના રૂપમાં સમાઈ ગઈ. આ દ્રશ્ય જોઈ નારદજીને સમજાઈ ગયું કે તે રાજકુમારી કોઈ બીજી નહિ પરંતુ સ્વયં માતા લક્ષ્મી હતા અને તે રાજકુમાર કોઈ બીજા નહિ સ્વયં શ્રીહરિ વિષ્ણુ હતા.

જ્ઞાન થયા પછી નારદ મુની ભગવાન પાસે ક્ષમા માગવા લાગ્યા. પરંતુ શ્રાપ પાછો ન લઇ શકતા હતા. શ્રીહરિએ પણ તેની વાણીનું મન રાખ્યું અને શ્રીરામના રૂપમાં અવતાર લીધો. તેના તેમને માતા સીતાથી વિયોગ પણ સહન કરવો પડ્યો અને વાનર રૂપી રુદ્રાવતાર હનુમાનજીએ સંકટ સમયમાં તેમને સાથ પણ આપ્યો.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.