સાસરિયામાં સારી રીતે રહી ઘરની લક્ષ્મી બની શકાય તેવા સરળ સૂચનો.

0
502

1) વહેલા ઊઠવાની ટેવ પાડવી.

2) પડોશી સાથે સારો વર્તાવ કેળવવો.

3) ઘરની ખેતી, વેપાર, પશુપાલન કે અન્ય ધંધો હોય તેનું ગૌરવ લેવું.

4) કરકસર કરવી પણ લોભ ન કરવાના સંસ્કારો કેળવવો.

5) ‘અતિથી દેવો ભવ:’ ના સંસ્કાર કેળવવા

6) કુળનું ગૌરવ વધે તેમ સંસ્કાર રહેવાના સંસ્કારો કેળવવા

7) શાંત અને હસમુખો સ્વભાવ રાખવો.

8) બિનજરૂરી ક્રોધ ન કરવો.

9) બિનજરૂરી માવતરે જવાનો હઠાગ્રહ ન કરવો.

10) ઘરની સ્વચ્છતા અને સુશોભનનો શોખ કેળવવો.

11) ઘરના તમામ સભ્યો સાથે માન-સમ્માનપૂર્વક વર્તવું.

12) ‘સંતોષ એ જ મોટું સુખ’ ને ચરિતાર્થ કરવાના સંસ્કારો કેળવવા

13.) રસોઈમાં નિપૂર્ણતા કેળવવી

14) જે ઘર મળ્યું તે સ્વીકારમાં ગૌરવ અનુભવવો.

15) મોબાઈલ અને ટીવીનો ખૂબ જ મર્યાદિત ઉપયોગ કરવો.

16) માવતરના ઘરે સારું હોય, તો પણ સસરા પક્ષનું સ્વમાન ઘવાય તેવો શબ્દોથી માવતરના વખાણ ન કરવા.

17) ઓછું પણ સચ્ચાઈવાળું બોલવું

18) ‘જેની આંખમાં અમી તેને દુનિયા ગમી અને જેની જીભમાં અમી તેને દુનિયા નમી’ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો.

19) ધાર્મિક સંસ્કારોથી રહેવું.

20) ‘કમ ખાવું, ગમ ખાવ’ તે સૂત્ર જીવનમાં ઉતારો.

21) અંગત મૂડી ભેગી કરવાનો વધારે મોહ ન રાખો.

અનિલ પઢીયાર દ્વારા અમર કથાઓ ગ્રુપ ફોટો દ્વારા આ પોસ્ટ થઈ છે, તે પોસ્ટમાં લોકોએ કમેંટ દ્વારા અભિપ્રાય પણ આપ્યો છે.

પટેલ સચિન કોમેન્ટ કરે છે : દરેક વખતે કોઈ પણ લખાણ ને ખોટી રીતે જોવાવાળા જ મળે છે, પણ આ લખાણમાં કેટલા સારા સંસ્કાર છે અને કેટલા કામના છે. જે અત્યારની માતાઓ પોતાની દીકરીઓને નથી સમજાવતી તે માટે આ યોગ્ય લખાણ યોગ્ય છે કેમ કે જેટલા પણ પૂર્વજો હતા, તે શું બીજાની દીકરીઓ જોડે લગ્ન કરી ગુલામી, નોકર જેવુ વર્તન ઘરમાં એક રૂમમાં પુરી રાખતા હતા? તો આ લખાણ ને લઇ આટલા બધા તૂટી પડ્યા…

એચઆર પંકજ ગોસાઇ કોમેન્ટ કરે છે : મિત્રો, આ પોસ્ટમાં બતાવેલ ગુણો ફક્ત લક્ષ્મી સમાન વહુઓ માટે જ છે. બીજાઓ એ ફક્ત વાંચીને જતી કરવી. આમાં કોઈ ઉપર નિયમો ફરજિયાત નથી એટલે સ્ત્રી અને પુરુષોના નિયમોની આશા ન રાખવી. આ સર્વે ગુણો પુરુષ પણ વિકસાવી શકે તો એને પણ વિષ્ણુ સમાન ગણી શકાય. અહી દલીલનો કોઈ પ્રશ્ન જ નથી આવતો.

આ પોસ્ટમાં ઘણા દ્વારા સમર્થન મળ્યું, તો કોઈ તેનો વિરોધ પણ કરે છે તમારા શું વિચાર છે અમને કોમેન્ટ દ્વારા જણાવો.

નોંધ : આ પોસ્ટ અમારા દ્વારા ફક્ત અમર કથા ગ્રુપ માંથી શેર કરવામાં આવી છે.