શું તમે જાણો છો લંકાપતિ રાવણના પરિવાર વિષે? ફક્ત મંદોદરી જ નહિ પણ રાવણની બીજી બે પત્નીઓ પણ હતી

0
663

રાવણની કુલ આટલી પત્નીઓ અને આટલા પુત્ર હતા, વાંચો રાવણના પરિવાર સાથે જોડાયેલી રોચક વાતો. લંકાપતિ રાવણ જેણે માતા સીતાનું હરણ કર્યું, તેમને અશોક વાટિકામાં બંદી બનાવીને રાખ્યા અને પછી તે શ્રીરામના હાથે માર્યો ગયો. રામાયણમાં આપણે રાવણ વિષે જે જોતા આવ્યા છીએ બસ એટલું જ જાણીએ છીએ. તેની એક પત્ની, બે દીકરા અને બે ભાઈ અને એક બહેનનો ઉલ્લેખ જ રામાયણમાં મળે છે. પણ શું તમે જાણો છો કે રાવણનો પરિવાર કેટલો મોટો હતો? જો ના, તો જણાવી દઈએ કે તેના પરિવારમાં 6 ભાઈ, 7 પુત્ર અને 3 પત્નીઓ હતી.

રાવણની હતી ત્રણ રાણીઓ : હંમેશા રાવણની પત્નીનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે દરેકના મનમાં મંદોદરીનું જ નામ આવે છે. પણ એવું નથી કે રાવણની એક જ પત્ની હતી. તેની બીજી બે પત્નીઓ પણ હતી. તેની બીજી પત્નીનું નામ દમ્યમાલિની હતું, અને ત્રીજી પત્નીના નામનો ઉલ્લેખ નથી મળતો. તેમજ આ ત્રણ રાણીઓથી તેને 7 પુત્ર હતા.

રાણી મંદોદરીથી મેઘનાથ અને અક્ષય એમ બે પુત્રોનો ઉલ્લેખ રામાયણમાં મળે છે. તેમજ દમ્યમાલિનીથી તેને અતિક્યા અને ત્રિશિરાર નામના પુત્ર થયા હતા. રાવણની ત્રીજી રાણી જેના નામનો ઉલ્લેખ નથી મળતો તેનાથી રાવણને પ્રહસ્થા, નરાંતકા અને દેવતાકા નામના પુત્રોનો જન્મ થયો હતો.

2 ભાઈ 1 બહેન નહીં પણ તેઓ 8 ભાઈ બહેન હતા : હંમેશા રાવણના ભાઈઓ વિષે વાત કરવામાં આવે તો વિભીષણ અને કુંભકર્ણનું નામ જ સામે આવે છે, તો બહેન શૂપર્ણખાની જાણકારી મળે છે. પણ તેઓ કુલ મળીને 8 ભાઈ બહેન હતા. અહિરાવણ, ખર, દૂષણ રાવણના ભાઈ જણાવવામાં આવે છે, તો કુંભ્ભિની રાવણની વધુ એક બહેનના રૂપમાં ઓળખાય છે. તેમજ ધનના દેવતા કુબેર પણ રાવણના સાવકા ભાઈ જણાવવામાં આવે છે.

બ્રહ્માના પ્રપૌત્ર હતા રાવણ : એ વાત કદાચ જ કોઈને ખબર હશે કે, રાવણ બ્રહ્માના પ્રપૌત્ર હતા. બ્રહ્માના પુત્ર મહર્ષિ પુલસ્ત્ય હતા જેમના લગ્ન હવિર્ભુવા સાથે થયા હતા. અને તેમના પુત્ર હતા ઋષિ વિશ્વશ્રવા જેમણે રાક્ષસી કૈકસી સાથે લગ્ન કર્યા હતા. એટલા માટે રાવણ બ્રાહ્મણ પણ હતો અને રાક્ષસ પણ.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.