લંકાની સુરક્ષા અધિકારી લંકિનીએ એવી કઈ શાણપણની વાત કરી કે હનુમાનજીએ તેની વાત માની લીધી.

0
119

રામાયણમાં હનુમાનજીને લંકામાં પ્રવેશ કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સૌ પ્રથમ, લંકાની સુરક્ષા અધિકારી લંકિની હનુમાનજી માટે અવરોધ બની હતી.

હનુમાનજીને પોતાનો પરિચય અપાતા લંકિનીએ કહ્યું, ‘હું લંકાની સુરક્ષા અધિકારી છું. ચોરને પકડવાનું કામ મારું છે. તું ચોરી છૂપીથી લંકામાં પ્રવેશતો હતો એટલે મેં તને પકડી લીધો.’

પછી હનુમાનજીએ લંકિનીના ચહેરા પર મુ-ક્કો મા-ર્યો ત્યારે તેના મોઢામાંથી લો-હી નીકળવા લાગ્યું. હનુમાનજીએ તેને કહ્યું, ‘જ્યારે સુરક્ષા વ્યવસ્થા જ ચોરોને બચાવવાનું શરૂ કરે, તો મારે તેને સજા કરવી પડેને.’

એ પછી લંકિની તેમની સામે હાથ જોડીને ઊભી રહી ગઈ. લંકિનીએ કહ્યું, ‘પ્રબીસી નગર કીજે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા.’ અર્થાત્ તમે શ્રી રામને તમારા હૃદયમાં રાખો અને લંકામાં પ્રવેશ કરો.

આ સાંભળીને હનુમાનજી ચોંકી ગયા કે એક રાક્ષસીએ આટલી સરસ વાત કહી. હનુમાનજીએ વિચાર્યું કે ભલે તે રાક્ષસી છે, પરંતુ તેણે ઘણી શાણપણ વાળી વાત કરી છે.

હનુમાનજી જાણતા હતા કે જે કોઈ સારી વાત કહે તે આપણે સ્વીકારવી જોઈએ. જો તમે સારી બાબતોને યોગ્ય અર્થમાં અપનાવી શકો, જો તમે તેને અનુસરી શકો, તો તે પણ શાણપણ છે. હનુમાનજીએ પણ એવું જ કર્યું.

બોધ : આપણી આસપાસ એવા ઘણા લોકો છે, જેમનું વર્તન ખોટું છે, જે ખોટું કામ કરે છે, જો આવા લોકો પણ સારી વાત કહે, તો તેને તરત અપનાવી લેવી જોઈએ. સારા માણસો શોધવા બહુ અઘરા છે, પણ જો કોઈ વ્યક્તિ જ્ઞાનની વાત કરે, તો તેને જીવનમાં ઉતારવી જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.