આ જન્મ તારીખ વાળા માટે ડીસેમ્બરના છેલ્લા દિવસો શુભ નથી, જાણો કોણે રહેવું પડશે સાવચેત.

0
1245

મહિનાના અંતિમ દિવસો આ આ જન્મ તારીખ વાળા માટે છે મુશ્કેલીઓ ભરેલા, જાણો કઈ વાતોનું રાખવું પડશે ધ્યાન.

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંક જ્યોતિષથી પણ વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવ તેમજ વ્યક્તિત્વ વિષે જાણી શકાય છે. જે રીતે દરેક નામ સાથે કોઈને કોઈ રાશી જોડાયેલી હોય છે તે રીતે દરેક અંક સાથે અંક જ્યોતિષનો મૂળાંક જોડાયેલો હોય છે.

અંકશાસ્ત્ર મુજબ તમારો મૂળાંક કાઢવા માટે તમે તમારી જન્મ તારીખના આંકડાનો સરવાળો કરો, મળશે જે અંક મળશે તે તમારો મૂળાંક હશે. ઉદાહરણ તરીકે મહિનાની 2, 11 અને 20 તારીખના રોજ જન્મેલા લોકોનો મૂળાંક 2 હશે. જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર 27 ડીસેમ્બર સુધીનો સમય કેટલાક મૂળાંક વાળા લોકો માટે શુભ નથી કહી શકાતો. આવો જાણીએ તે મૂળાંક વિષે.

મૂળાંક 2 – વેપાર અને કાર્યક્ષેત્રમાં તમારું ભાગ્ય સાથ નહિ આપે. અટકેલા કામ વધુ સમય માટે ટળશે. ટીકાઓ તમને સફળ થવામાં બળ પ્રદાન કરશે. કોઈ મોટા રોકાણથી દુર રહો. આ અઠવાડિયે જીવનસાથી સાથે સારા સંબંધ બંધાશે, આરોગ્ય પણ સારું રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેશે. તમે જમીન સંપત્તિનો સોદો કરી શકો છો, ખરીદ વેચાણમાં તમને લાભ થઇ શકે છે.

મૂળાંક 6 – આરોગ્ય પ્રત્યે સાવચેત રહો. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા કુટુંબ કે મિત્રો સાથે ચર્ચા કરી લો. આ અઠવાડીયે વેપારમાં જોખમ ન લેશો. આમ તો પાછળથી બધું સારું થશે. કુટુંબમાં કોઈ વડીલનું આરોગ્ય બગડી શકે છે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. કુટુંબ સાથે ક્યાંક ફરવા માટે બહાર જઈ શકો છો. ઓફીસમાં માન સન્માનમાં વધારો થશે, અધિકારી ખુશ રહેશે.

મૂળાંક 7 – આ અઠવાડીયે ઘરની તકલીફોના યોગ ઉભા થઇ રહ્યા છે. બીજાને તમારી સમસ્યાનું કારણ ન માનશો. એકાગ્રતાનો અભાવ રહેશે. કપટીઓથી સાવચેત રહેવાની ખુબ જરૂર છે, ધીરજથી સારા સમયની પ્રતીક્ષા કરો. લો-હી સાથે સંબંધિત રોગ થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. તમારી ઉપર કાયદાકીય કેસ કરવામાં આવી શકે છે. ઓફીસમાં અધિકારીઓ સાથે માથાકૂટ થઇ શકે છે, એકંદરે ઘણું સંભાળીને કાર્ય કરવાની જરૂર છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.