આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ ક્યારે છે, જાણો તિથી અને પૂજા વિધિ, આ પછી નહીં આવે આ ખાસ અવસર.

0
258

હિંદુ શાસ્ત્રોમાં સોમવતી અમાસનું ઘણું મહત્વ છે, આ દિવસે આ ઝાડની પૂજા અને પ્રદક્ષિણા કરવી હોય છે શુભ.

સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ અમાસની પરણિત મહિલાઓ આતુરતાથી રાહ જોતી હોય છે. હિંદુ ધર્મમાં સોમવતી અમાસને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરે છે.

આ સોમવતી અમાસ આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ છે :

હિંદુ કેલેન્ડર મુજબ વર્ષ 2022 માં માત્ર 2 સોમવતી અમાસ આવી રહી છે. જેમાં પહેલી સોમવતી અમાસ 31 જાન્યુઆરીએ હતી. ત્યાર બાદ આ વર્ષની બીજી અને છેલ્લી સોમવતી અમાસ 30 મી મે ના રોજ આવશે. આ પછી આ વર્ષે સોમવતી અમાસ નહીં હોય. તેથી જ આ સોમવતી અમાસનું મહત્વ વધી ગયું છે.

સોમવતી અમાસ પૂજા પદ્ધતિ :

સોમવતી અમાસના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પવિત્ર જળ લઈને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. ત્યાર બાદ પિતૃઓ માટે તર્પણ કરવું. પરિણીત મહિલાઓ પીપળાના વૃક્ષની પૂજા અને પ્રદક્ષિણા કરે છે. સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે પ્રદક્ષિણાથી લગ્નજીવન સુખી થાય છે અને પતિને લાંબુ આયુષ્ય મળે છે.

યાદ રહે કે વર્ષ 2022 ની પ્રથમ સોમવતી અમાસ 31 જાન્યુઆરીએ હતી જ્યારે બીજી સોમવતી અમાસ 30 મે ના રોજ આવશે. તો આ અવસર ચુકી ના જતા.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.