વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની તમામ રાશિઓ ઉપર દેખાશે અસર, વિસ્તારથી જાણો તમારી રાશિ પર કેવી રહેશે અસર.

0
1006

ડિસેમ્બરમાં થયેલા સૂર્યગ્રહણની અસરથી કેટલીક રાશિઓ માલામાલ થવાની છે, જાણો કોને લાભ અને કોને નુકશાન થશે.

સૂર્ય ગ્રહણની અસર તમામ રાશિઓ ઉપર થોડી ઘણી પડે છે. આ વર્ષે 4 ડીસેમ્બરના રોજ વર્ષનું સૌથી છેલ્લું સૂર્ય ગ્રહણ થયું. સૂર્ય ગ્રહણની તમામ રાશિઓ પર અસર થાય છે. અને આ સૂર્ય ગ્રહણને કારણે કેટલીક રાશિઓ એવી છે જે માલામાલ થવાની છે. આ ગ્રહ ભારતમાં જોવા નહિ મળે, એટલા માટે સુતક કાળ અહિયાં માન્ય નહિ રહે. તેમ છતાં પણ ગ્રહણ વખતે શાસ્ત્રોમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની વાત કહેવામાં આવી છે.

આ નિયમોનુ કરો પાલન : ગ્રહણ કાળ દરમિયાન કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ભોજન અને સુવું પ્રતિબંધિત માનવામાં આવે છે. તે સમય દરમિયાન કોઈએ પણ ભોજન ન કરવું જોઈએ. કેટલાક વિશેષ લોકો જેવા કે વૃદ્ધ વ્યક્તિ, બાળકો અને બીમારને છોડીને કોઈ પણ ભોજન ન કરે. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ચપ્પુ, કાતરનો ઉપયોગ ન કરે.

આ સમયે તમે ધર્મ સાથે સંબંધિત પુસ્તક વાંચી શકો છો. ગ્રહણ પછી અને તેના પહેલા ૐ નમઃ શિવાયના જાપ કરો. મહામૃત્યુંજય મંત્રના પણ જાપ કરી શકો છો અથવા ૐ નમઃ વાસુદેવાયના જાપ કરો. તેનાથી નકારાત્મકતા દુર થશે, કુટુંબમાં પ્રેમ વધશે. ગ્રહણ કાળ વખતે તુલસીનું સેવન કરો. ખાવા પીવાની વસ્તુમાં તુલસીના પાંદડા નાખી દો. ગ્રહણ પછી સ્નાન કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ઢાબળો, તલ અને ગોળનું દાન કરો.

આમ તો આ ગ્રહણ ભારતમાં જોવા નહી મળે. તે એન્ટાર્કટિકા, દક્ષીણ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા અને દક્ષીણ અમેરિકામાં જોવા મળશે. તેમ છતાં પણ તેની અસર તમામ રાશિઓ ઉપર થોડી ઘણી તો પડશે જ. આવો જાણીએ કે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ તમામ રાશિઓ ઉપર શું અસર કરી શકે છે.

મેષ રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : મેષ રાશિ વાળા માટે આ ગ્રહણ સારું નથી. આરોગ્ય સંબધી તકલીફો થઇ શકે છે. નાની મોટી દુર્ઘટના થઇ શકે છે. એટલા માટે સચેત રહેવાની જરૂર છે. સૂર્ય ગ્રહણની અશુભ અસરથી બચવા માટે કાળી ગાય કે મોટા ભાઈની સેવા કરો.

વૃષભ રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : વૃષભ રાશિ વાળા માટે ગ્રહણ શુભ રહેશે. આ સમય દરમિયાન તમારા માન સન્માનમાં વધારો થશે. વેપારમાં ફાયદો થઇ શકે છે. વૃષભ રાશિમાં સૂર્ય ગ્રહણની અસર સાતમાં સ્થાન ઉપર લાગશે. જીવનસાથી સાથે થોડી માથાકૂટ થઇ શકે છે. ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. ભોજન કરતા પહેલા રોટલીનો એક ટુકડો અગ્નિમાં નાખો. તેનાથી સૂર્ય ગ્રહણની નકારાત્મક અસર દુર થઇ જશે.

મિથુન રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : સૌથી ભાગ્યશાળી રાશિ મિથુન છે જેને સૂર્ય ગ્રહણથી લાભ જ લાભ થશે. આ સમય દરમિયાન જુના વિવાદો માંથી મુક્તિ મળી શકે છે. મનોકામના પૂરી થવાના યોગ ઉભા થશે. મિથુન રાશિના લોકોને ધન સંબંધી લાભ થશે. અટકેલું ધન પણ પ્રાપ્ત થઇ શકે છે. તમે ઘણા ક્ષેત્રોમાં સફળ થશો. ઘણી જવાબદારીઓ તમને પ્રાપ્ત થશે. દુશ્મનો તમારી ઉપર છવાઈ શકે છે. તેની ખરાબ અસરથી બચવા માટે કુતરાને ખાવાનું ખવરાવો.

કર્ક રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : કર્ક રાશિ વાળા માટે આ ગ્રહણ અશુભ રહેશે. આ રાશિના લોકોના મિત્રો સાથે વાદ વિવાદ થઇ શકે છે. એટલુ જ નહિ સંતાન તરફથી તણાવ ઉભો થઇ શકે છે. તેની અશુભ અસરથી બચવા માટે ચકલીઓને દાણા આપો.

સિંહ રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : સિંહ રાશિ વાળાના દરેક કાર્ય પુરા થશે. માતા સાથે તમારા સંબંધ સારા રહેશે. માતાને ખુશ રાખો. નવી નોકરીનો પ્રસ્તાવ પણ આવી શકે છે. માન સન્માનમાં વધારો થશે.

કન્યા રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : કન્યા રાશિના લોકોનું આરોગ્ય સારું રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બેંક માંથી લોન લઇ શકો છો. વિવાદ દુર થશે. ઘર અને વાહનના સપના પુરા થઇ શકે છે. સાહસ અને પરાક્રમમાં વધારો થઇ શકે છે.

તુલા રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : તુલા રાશિ માટે આ ગ્રહણની અશુભ અસર રહેશે. વાણી ઉપર નિયંત્રણ રાખો અને વાદ વિવાદથી દુર રહો. આરોગ્ય ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ભાઈ બહેન સાથે માથાકૂટ થઇ શકે છે. તેની અશુભ અસરથી બચવા માટે ધાર્મિક કાર્યોમાં મન લગાવો. આર્થિક સમસ્યા ઉભી થઇ શકે છે. તેના માટે મંદિરમાં બદામ કે બદામનું તેલ દાન કરો.

વૃશ્ચિક રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : આ ગ્રહણ પછી થોડો તણાવ રહી શકે છે, જેથી કામમાં મન નહિ લાગે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવી શકે છે. તમારે કોઈ સાથે વિવાદ વધી શકે છે અને ધનનું પણ નુકશાન થવાની સંભાવના છે.

ધનુ રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : ધનુ રાશિ વાળા માટે ગ્રહણની અસર અશુભ રહેશે. કારણ વગર ધન ખર્ચ થઇ શકે છે. દોડધામ થઇ શકે છે. નોકરી અને વેપાર કરવા વાળા બંને પ્રકારના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મકર રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : મકર રાશિના લોકોનું પૂજા પાઠમાં મન લાગશે. ધન દોલત પ્રાપ્ત થશે. માન સન્માન પ્રાપ્ત થશે. કુટુંબમાં મતભેદ દુર થશે. વેપારમાં પ્રગતિ મળી શકે છે.

કુંભ રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : કુંભ રાશિ વાળા માટે સૂર્ય ગ્રહણ શુભ રહેશે. તે સમય દરમિયાન અચાનક ધન લાભ થઇ શકે છે. સમાજમાં માન સન્માન વધશે. કુટુંબમાં સુખ સમૃદ્ધી વધશે.

મીન રાશિ ઉપર સૂર્ય ગ્રહણની અસર : મીન રાશિ વાળાએ ગ્રહણ દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. કારણ વગર વાદ વિવાદ થઇ શકે છે. વાહન ચલાવવામાં સાવચેતી રાખો. આધ્યાત્મિક કાર્યોમાં અરુચિ રહેશે. નોકરીમાં બદલી થઇ શકે છે. કારણ વગર પિતા સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.