લાક્ષાગૃહ ષડયંત્ર : જયારે કૌરવોએ પાંડવોને સળગાવીને મારવા માટે રચ્યું હતું ષડયંત્ર.

0
492

જયારે હસ્તિનાપુરના રાજા બનવાના હતા યુધિષ્ઠિર, ત્યારે કૌરવોએ રચ્યું હતું તેમને મારવાનું ષડયંત્ર. દેવયોગ શકુનીએ છળ કપટથી કૌરવો અને પાંડવોમાં વેરની આગ પ્રગટી દીધી. દુર્યોધન ઘણી ખરાબ બુદ્ધીનો માણસ હતો. તેણે શકુનીના કહેવાથી પાંડવોને નાનપણમાં ઘણી વખત મારવાનો પ્રયત્ન કર્યો. યુવાવસ્થામાં આવીને જયારે ગુણોમાં તેનાથી વધુ શ્રેષ્ઠ યુધીષ્ઠીરને યુવરાજ બનાવી દેવામાં આવ્યા, તો શકુનીએ લાક્ષ(લાખ) માંથી બનેલા ઘરમાં પાંડવોને રાખીને આગ લગાડીને તેને સળગાવી દેવાનો પયત્ન કર્યો પરંતુ વિદુરની મદદથી પાંચે પાંડવો તેની માતા સાથે તે સળગતા ઘર માંથી બહાર નીકળી ગયા.

પોતાના ઉત્તમ ગુણોને કારણે યુધીષ્ઠીર હસ્તિનાપુરની પ્રજાજનોમાં અત્યંત લોકપ્રિય બની ગયા. તેના ગુણો અને લોકપ્રિયતાને જોઈને ભીષ્મ પિતામહે ધ્રુતરાષ્ટને યુધીષ્ઠીરને રાજ્યાભિષેક કરી દેવા માટે કહ્યું. દુર્યોધન નહોતા ઇચ્છતા કે તે યુધીષ્ઠીર રાજા બને એટલે તેણે તેના પિતા ધ્રુતરાષ્ટને કહ્યું, પિતાજી જો એક વખત યુધીષ્ઠીર રાજગાદી પ્રાપ્ત કરી લેશે. તો તે રાજ્ય સદા માટે પાંડવોના વશમાં થઇ જશે અને અમે કૌરવોને તેના સેવક બનીને રહેવું પડશે.

એટલે ધ્રુતરાષ્ટ બોલ્યા, વત્સ દુર્યોધન યુધીષ્ઠીર આપણા કુળના સંતાનો માંથી સૌથી મોટા છે એટલા માટે આ રાજ્ય ઉપર તેમનો અધિકાર છે. પછી ભીષ્મ અને પ્રજાજન પણ તેને રાજા બનાવવા માંગે છે. અમે તે વિષયમાં કાંઈ જ નથી કરી શકતા. ધ્રુતરાષ્ટના વચનો સાંભળીને દુર્યોધને કહ્યું પિતાજી, મેં તેની વ્યવસ્થા કરી લીધી છે. બસ તમે કોઈ પણ રીતે પાંડવોને વારણાવત મોકલી દો.

દુર્યોધને વારણાવતમાં પાંડવોના નિવાસ માટે પુરોચન નામના શિલ્પી પાસે એક ભવનનું નિર્માણ કરાવ્યું હતું એ લાખ, ચરબી, સુકું ઘાંસ, મુંજ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થો માંથી બનેલું હતું. દુર્યોધને પાંડવોને તે ભવનમાં સળગાવી દેવાનું ષડ્યંત્ર રચ્યું હતું. ધ્રુતરાષ્ટના કહેવાથી યુધીષ્ઠીર તેની માતા અને ભાઈઓ સાથે વારણાવત જવા મળે નીકળી પડ્યા. દુર્યોધનના ષડ્યંત્રની બાબતમાં વિદુરને ખબર પડી ગઈ.

એટલે તે વારણાવત જતી વખતે પાંડવોને રસ્તામાં મળ્યા અને તેને કહ્યું, જુવો દુર્યોધને તમને લોકોને રહેવા માટે વારણાવત નગરમાં એક જ્વલનશીલ પદાર્થો માંથી એક ભવન બનાવરાવ્યું છે. જે આગ લગતા જ ભડભડ સળગી ઉઠશે. એટલા માટે તમે લોકો ભવનની અંદરથી વન સુધી પહોચવા માટે એક ભોયરું જરૂર બનાવી લેશો. જેથી આગ લાગે તો તમે લોકો તમારું રક્ષણ કરી શકો. હું ભોયરું બનાવવા વાળા કારીગરને તમારી પાસે છાનામાના મોકલી દઈશ. તમે લોકો લાક્ષાગૃહમાં ઘણી સાવચેતી સાથે રહેજો.

વારણાવરમાં યુધીષ્ઠીરે તેના કાકા વિદુરના મોકલેલા કારીગરની મદદથી ગુપ્ત ભોયરું બનાવરાવી લીધું. પાંડવ હંમેશા આખેટ માટે વન જવાના બહાને પોતાના છુપાવા માટે સ્થાનની શોધ કરવા લાગ્યા. થોડા દિવસો એ રીતે પસાર કર્યા પછી એક દિવસ યુધીષ્ઠીરે ભીમસેનને કહ્યું, ભીમ હવે દુષ્ટ પૂરોચનને આ લાક્ષાગૃહમાં સળગાવીને આપણે ભાગી છૂટવું જોઈએ. ભીમે તે રાત્રે પૂરોચનને કોઈ બહાને બોલવરાવ્યો અને તેને એ ભવનના એક કક્ષમાં બંદી બનાવી દીધો. ત્યાર પછી ભવનમાં આગ લગાડી દીધી અને તેની માતા કુંતી અને ભાઈઓ સાથે ભોંયરાના રસ્તે વનમાં ભાગી છૂટ્યા.

લાક્ષાગૃહની રાખ થવાના સમાચાર જયારે હસ્તિનાપુર પહોચ્યા તો પાંડવોને મરી ગયેલા સમજીને ત્યાંની પ્રજા અત્યંત દુઃખી થઇ. દુર્યોધન અને ધ્રુતરાષ્ટ સહીત તમામ કૌરવોએ પણ શોક મનાવવાનો દેખાડો કર્યો અને છેલ્લે તેમણે પાંડવોની અંતિમ વિધિ કરાવી દીધી.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.