‘લક્ષ્મણ ઘડીક તો ઉભા રો’ આ પ્રાચીન ભજનના શબ્દ વાંચીને ધન્ય થઈ જશો.

0
5333

લક્ષ્મણ ઘડીક તો ઉભા રો મારા વીર

એ જી લક્ષ્મણ ઘડીક તો ઉભા રયો મારા વીર

ઘોડલા ની વાઘુ તમે જાલો રે

કરવી મારે રાઘવ દલડાની વાત

થોભાવો રથડો ઠાલો રે !

એ જી લક્ષ્મણ આ દુનિયા એ દીઘા અમને દુ:ખ

વન મા દાડા વીતાવ્યા રે

માંડ માંડ જોયા અયોઘ્યા ના મુખ

વન મા પાછા વળાવ્યા રે !

એ જી લક્ષ્મણ મારા રે રખોપા કરશે મારો રામ

રામજી ના કોણ કરશે રે

એને સીતાજી વીના દીવસ ને રાત વિંઝણલા કોણ વિંજશે રે !

એ જી લક્ષ્મણ ઘા યલ રૂદાનો મારો રામ, રામ ની રાહે રેજો રે

એના વીયોગી દીલડા ને મારા વીર જાનકી ના દુ:ખ નવ કેજો રે !

એ લક્ષ્મણ રામ છે ભવોભવ ના ભરથાર રામૈયો જાણી ને અમે રહેશુ રે

દાદ કહે દલડે ઘણ કેરા ઘાવ ફુલડા જાણી અમે સહેસુ રે…

– સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)