સાવરણીમાં હોય છે માતા લક્ષ્મીનો વાસ, આવા ઉપાય કરવાથી કરી દે છે માલામાલ, જાણો.

0
1129

ઘરમાં સાફ સફાઈના કામમાં આવતી સાવરણી ભાગ્યને પણ જગાડી શકે છે, જાણો તેના ઘરની સ્થિતિ સુધારતા ઉપાય.

આપણા ઘરમાં સાફ સફાઈના કામમાં આવતી સાવરણી ખુબ જ કામની છે. તે ઘરની સફાઈના કામમાં તો આવે જ છે સાથે જ તે આપણા ભાગ્યને પણ જગાડી શકે છે. કહેવામાં આવે છે કે સાવરણી પર માતા લક્ષ્મીની કૃપા હોય છે. સાવરણીથી વાસ્તુ દોષ પણ દુર થાય છે. અને તેના ટોટકા પણ ઘણા કામમાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી આપણને ઘણા પ્રકારના લાભ મળે છે.

સાવરણીનું ન કરો અપમાન : જો સાવરણીના માન સન્માનમાં અછત આવે છે તો તેની અસર આપણા જીવન, અને આપણી કમાણી ઉપર તેમજ આર્થિક સ્થિતિ ઉપર પડે છે. એટલા માટે કહેવામાં આવે છે કે, જીવનમાં ક્યારેય પણ સાવરણીનું અપમાન ન કરવું જોઈએ.

સાવરણીના ટોટકા કરશે માલામાલ : સાફ સફાઈ કરવા માટે ઉપયોગમાં આવતી સાવરણી અન્ય ઘણી રીતે આપણા માટે ઉપયોગી છે. સાવરણી સાથે જોડાયેલી કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. તેના માટે ઘણા પ્રકારના ટોટકા પણ ચલણમાં છે. જેનો ઉપયોગ કરી આપણે ધનવાન પણ બની શકીએ છીએ. આવો સાવરણીના માધ્યમથી કરવામાં આવતા ટોટકા વિષે જાણીએ.

સાવરણીને ખુલ્લી જગ્યા ઉપર ન રાખવી જોઈએ. તેને અપશુકન માનવામાં આવે છે. તેને સ્વચ્છ અને એવી જગ્યા ઉપર રાખો જ્યાં બધા લોકોની નજર ના પડે.

ભોજન કરવા વાળા રૂમમાં સાવરણીને રાખવી જોઈએ નહિ. તેનાથી ઘરમાં અનાજ જલ્દી ખલાસ થઇ જાય છે. અને આરોગ્ય પણ ખરાબ થાય છે.

ઘરમાં દરવાજા સામે સાવરણી ન રાખવી જોઈએ. તેની ખરાબ અસર આપણા ઘર ઉપર પડે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે.

કહેવામાં આવે છે કે, જો કોઈ બાળક અચાનક સાવરણી ઉપાડીને સફાઈ કરવા લાગે તો માની લો કે ઘરમાં કોઈ મહેમાન આવવાનું છે.

સુર્યાસ્ત પછી સાવરણીથી કચરો વાળવો ન જોઈએ. સાથે જ સુર્યાસ્ત પછી પોતું કરવું પણ અપશુકન માનવામાં આવે છે.

સાવરણી આપણે એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈના પગ સાવરણી ઉપર ન પડે. નહિ તો સાવરણી ઉપર પગ પડવાથી મહાલક્ષ્મી નારાજ થઇ જાય છે.

આપણે સાવરણીથી કોઈ પણ જાનવરને માં રવું જોઈએ નહી. તેને અપશુકન માનવામાં આવે છે.

ઘરના કોઈ વ્યક્તિ કોઈ વિશેષ કાર્ય માટે ઘરેથી બહાર જઈ રહ્યા છે, તો તેમના ગયા પછી તરત ઘરમાં સાવરણીથી કચરો વાળવો ન જોઈએ. એમ કરવાથી તે વ્યક્તિની કાર્ય સિદ્ધીમાં અડચણ ઉભી થાય છે.

સાવરણી ક્યારે પણ ઉભી રાખવી ન જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે.

નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે નવી સાવરણી લઈને જ જવું જોઈએ. જેથી સુખ સમૃદ્ધિ અને બરકત જળવાઈ રહે છે.

નવી સાવરણીનો ઉપયોગ શરુ કરવા માટે આપણે શુભ દિવસ પસંદ કરવો જોઈએ. કહેવામાં આવે છે કે, શનિવારના દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સુચના માત્ર છે. અમે તેની ગેરંટી નથી લેતા. આપવામાં આવેલી માહિતી પ્રચલિત માન્યતાઓ ઉપર આધારિત છે. તેથી વધુ લાભ લેવા માટે કોઈ નિષ્ણાંત પાસે જાણકારી મેળવી લેવી.

આ માહિતી રેવા રિયાસત અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.