જાણો શું કરવાથી લક્ષ્મી માતા થાય છે પ્રસન્ન, અને કઈ ભૂલો તમને કરી દે છે ધનથી દુર.

0
471

જો તમે પણ તમારા જીવનને આનંદમય બનાવવા માંગો છો, તો દૈનિક જીવનમાં આ આદતો સુધારો અને માં લક્ષ્મીને રાજી કરો.

આપણા બધાના જીવનમાં માં લક્ષ્મીનું એક અલગ જ મહત્વ છે, અને કોણ નથી ઇચ્છતું કે માં લક્ષ્મીની કૃપા તેમની ઉપર જળવાઈ રહે. જ્યોતિષમાં માં લક્ષ્મીનો સંબંધ શુક્ર ગ્રહ સાથે જોડવામાં આવ્યો છે. આપણે આપણા દૈનિક જીવનમાં જાણે અજાણ્યે કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ, જેનાથી માં લક્ષ્મી નારાજ થઇ જાય છે. જો તમે પણ તમારા જીવનને આનંદમય બનાવવા માંગો છો. તો તમારા દૈનિક જીવનમાં આ વાતોનો સુધારો કરો અને માં લક્ષ્મીને પ્રસન્ન કરો.

હંમેશા જોવામાં આવે છે કે લોકો મોડેથી ઉઠે છે જેના કારણે ઘરના પૂજા પાઠમાં મોડું થઇ જાય છે, આવા ઘરમાં માં લક્ષ્મી નિવાસ નથી કરતા. એટલા માટે તમારે સવારે ઉઠવાનો સમય બદલો અને સવારે 8 વાગ્યા સુધી ઘરના પૂજા પાઠ પુરા કરી લેવા જોઈએ.

માં લક્ષ્મી માટે શુક્રવારે ગુલાબની સુગંધ વાળી અગરબત્તી સળગાવો તેમની કૃપા જળવાઈ રહેશે.

ઝાડુ (સાવરણી) ને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેને એવા સ્થાન ઉપર રાખવું જોઈએ જેથી કોઈ બહારના વ્યક્તિ ન જોઈ શકે. અને તેને ઠેકવું ન જોઈએ અને પગ પણ અડાડવો ન જોઈએ.

શુક્રવારના દિવસે ગોળ અને ચણા ગાયને ખવરાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

ઘરમાં માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સાથે પૂજા કરવી શુભ ફળદાયી હોય છે તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ઘરેથી નીકળતી વખતે ભગવાનના દર્શન કરીને નીકળો, તેનાથી પ્રગતિના દ્વાર ખુલે છે.

ગુરુવાર કે શનિવારે કોઈ ભૂખ્યાને ભોજન ખવરાવો. ગુરુવારે ગરીબને ભોજન કરાવવાથી ગુરુની પોઝેટીવ એનર્જી વધે છે. આપણી નિર્ણય લેવાની શક્તિમાં વધારો થાય છે.

ઘરમાં બનેલી પહેલી રોટલી ગાયને ખવરાવો. તેમજ ભૂખ્યાને રોટલી ખવરાવવાથી મળેલા આશીર્વાદ ધન સમૃદ્ધીના વધારનારા હોય છે.

જો ઘરમાં બુટ ચપ્પલ અને અન્ય વસ્તુઓ વેર વિખેર રહે છે તો તે આદત સુધારવી જોઈએ. તે લક્ષ્મી માં ને નારાજ કરે છે. એવા ઘરમાંથી માં લક્ષ્મી નારાજ થઈને ચાલ્યા જાય છે.

જો તમારા ઘરમાં કોઈ પણ ઘડિયાળ બંધ પડી છે તો તેમાં પાવર નાખો અથવા તો તેને ઘરમાંથી દુર કરી દો. એવી ઘડિયાળ ઘરમાં નકારાત્મકતા લાવે છે.

અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત મીઠાનું પોતું જરૂર લગાવો. તેનાથી ઘરમાં થતી નકારાત્મકતામાં ઘટાડો આવે છે.

રસોડામાં રાત્રે એઠા વાસણ ન રાખો, એમ કરવાથી ઘરમાં નેગેટીવ એનર્જીનો વાસ થવાનો શરુ થઇ જાય છે.

ઘરમાં કપૂર અને લવિંગથી સંધ્યા આરતી કરીને ધૂપ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

ઘરના મુખ્ય દ્વાર પર સિંદુરથી સ્વસ્તિક બનાવવાથી ઘરમાં ખરાબ નજર નથી લાગતી અને એવા ઘરમાં લક્ષ્મીનો પણ વાસ થાય છે, મન પ્રસન્ન રહે છે અને પ્રગતિની તકો ઉભી થાય છે.

ઘરમાં શ્રીયંત્ર રાખવું જોઈએ અને તેને દરરોજ સ્નાન કરાવવું જોઈએ. સ્નાન પછી અત્તર જરૂર લગાવવું જોઈએ એમ કરવાથી ધન વર્ષા થાય છે.

જયારે પણ તક મળે તો નિર્ધન કન્યાઓની મદદ કરવી જોઈએ. કન્યા ભોજન, કન્યાને શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદ કરવી લાભદાયક રહે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.