જાણો ઋષિ વેદ વ્યાસજીના જન્મ વિશે, અને કઈ રીતે તે દ્રૈપાયન નામથી પ્રસિદ્ધ થયા.

0
1232

એક સમય ની વાત છે. મહાન તેજસ્વી મુનિવર પરાશરજી તીર્થ યાત્રા કરી રહ્યા હતા. ફરતા ફરતા તેઓ યમુના કિનારે આવ્યા. દૈવવશ તે સુંદર આંખોવાળી કન્યાને જોઈને મુનિના મનમા પ્રબળ વા સના જાગૃત થઈ. મુનિએ તેમના જમણા હાથથી મત્સ્યગંધા નો જમણો હાથ પકડ્યો ત્યારે તે સુંદર કન્યા કહેવા લાગી કે, હે મુનિવર આપનુ કુળ ઉત્તમ છે અને મારા શરીરમાં થી તો માછલીની દુર્ગંધ નિકળે છે છતાં મને જોઈને આપનામા આ કૃત્સિત ભાવ કેવી રીતે ઉત્પન્ન થયો?

મત્સ્યગંધા ના આવા શબ્દો નિકળતાજ પરાશરજી એ તેને પોતાના તપોબળથી તેને કસ્તુરી ની ગંધ વાળી બનાવી દીધી. હવે તેની સુગંધ ચાર કોષ સુધી ફેલાઈ ગઈ ત્યારે મુનિને તે યોજન ગંધા કલ્યાણી સત્યવતી કહેવા લાગી, હે મુનિવર અત્યારે આખો જન સમાજ જોઈ રહ્યો છે અને સામે કિનારે મારા પિતા શ્રી પણ છે. અને આ સત્યવતી ના શબ્દો સાંભળી મહાન વિચારક પરાશરજી એ તેજ ક્ષણે પોતાના પુણ્યના પ્રતાપે ધુમ્મસ ઉત્પન્ન કર્યુ.

ધુમ્મસ ઉત્પન્ન થવાથી યમુના કિનારે અંધારુ છવાઈ ગયુ ત્યારે સત્યવતીએ કોમળ વાણીથી મુનને કહ્યુ કે, હે વિપ્રવર હુંકું વારી કન્યા છુ. હુ જો ગર્ભવતી બની ગઈ તો મારા પિતા શ્રી ને શુ કહીશ? ત્યારે પરાશરજી મુનિ કહે છે કે, હે પ્રિય, મારૂ પ્રિય કાર્ય કર્યા પછી પણ તુ કન્યા જ રહીશ તારી ઇચ્છા હોય તો બીજુ વરદાન પણ તુ મારી પાસે માંગી લે.

ત્યારે સત્યવતી કહે છે કે, હે મુનિવર આપ એવી કૃપા કરો જેનાથી જગતમાં મારા માતા પિતા આ રહસ્ય ને જાણી ન શકે અને મારૂ કન્યા વ્રત ખંડિત ન થાય. હે દ્રિજવર મારાથી આપના જેવોજ અંત્યત અદભુત શકિતશાળી પુત્ર ઉત્પન્ન થાય. મારામાં આપે આપેલી કસ્તુરી ની સુગંધ હંમેશાં રહે અને હુ હંમેશા નવયૌવના બની રહુ.

પરાશરજી બોલ્યા કે હે સુંદરી તારો પુત્ર પુરાણો નો રચયિતા થશે. વેદના રહસ્ય ને સમજીને તેના ચાર ભાગ કરશે અને ત્રણેય લોકમાં તેની પ્રતિષ્ઠા કાયમ રહેશે અને જગતમાં ઈતિહાસ ના પુરાણો મા તેનુ નામ અમર રહશે.

મુનિવરનુ આ કથન સાંભળી સત્યવતી ખુશ થઈ ગઈ. ત્યાર પછી યમુનાના જળમા સ્નાન કરી પરાશરજી ત્યાંથી વિદાય થઈ ગયા. સત્યવતી પણ પિતાના ઘરે પરત ફરી અને તેણે ગર્ભ ધારણ કર્યો અને યથાસમય સત્યવતીએ યમુનાના દ્વીપમાં પુત્રને જન્મ આપ્યો. અને તે તેજસ્વી પુત્ર જન્મતાની સાથે જ મોટો થઈ ગયો અને તેની માતા ને કહેવા લાગ્યો કે, હે માતા મારામાં અપાર શક્તિ છે મારા મનને તપમા નિષ્ઠાવાળુ બનાવીને જ હુ ગર્ભ મા પ્રવિષ્ઠ થયો હતો. માટે હે માતા તમે તમારી ઈચ્છા હોય ત્યાં જઈ શકો છો અને હુ પણ માતા હવે તપસ્યા કરવા જાઉ છું.

હે માતા ક્યારેય પણ તમારી સામે કોઈ અંત્યત કપરી પરિસ્થિતિ આવી પડે તો મને યાદ કરજો હુ તેજ ક્ષણે આપની સમક્ષ હાજર થઈ જઈશ. અને આ પ્રમાણે માતાજી ને વચન આપી વેદ વ્યાસ ત્યાંથી ચાલ્યા ગયા. સત્યવતી પણ તેમનાં પિતા પાસે ચાલ્યા ગયા. સત્યવતીએ યમુના દ્વીપમાં વ્યાસજીને જન્મ આપ્યો તેથી વ્યાસજી દ્રૈપાયન નામથી પ્રસિદ્ધ થયા.

વેદોનો વિસ્તાર કરવાથી તેમનુ નામ વેદ વ્યાસ પડયુ. પુરાણ સહિતાઓ અને શ્રેષ્ઠ મહાભારત બધુ તેમની જ રચનાઓ છે. આ છે તેમના જન્મ નુ રહસ્ય જેઓ ત્રણેય લોકમાં વેદ વ્યાસ ના નામે પ્રચલિત છે.

આપ સૌ મિત્રો વડીલો ને મહાનુભાવો ને મારી પોસ્ટ મા કોઈ ભુલ ચુક હોય તો ક્ષમા કરજો અને લાઈક કોમેન્ટ કરી પોસ્ટ ને પ્રોત્સાહન આપતા રહેજો.

નળસરોવર.

વિક્રમ ભાઈ રાવળદેવના જય ભોળાનાથ, જય જોગણી માં, જય અલખધણી, બાપા સીતારામ.

(અમર કથાઓ ગ્રુપ)