નવા વર્ષ 2022 માં સુખ સમૃદ્ધી માટે શું કરવું અને શું નહિ, જાણો સરળ ઉપાય.

0
720

જો નવા વર્ષની શરુઆતમાં કરી લેવામાં આવે આ કામ, તો આખું વર્ષ રહે છે સારું.

નવા વર્ષમાં દરેક ખુશાલી અને પ્રગતીની આશા રાખી રહ્યા છે. વર્ષનો પહેલો દિવસ શુભ હોય તો આખું વર્ષ સારું પસાર થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે, જો તે નવા વર્ષની શરુઆતમાં કરી લેવામાં આવે તો આખું વર્ષ સારું રહે છે. જ્યોતિર્વીદ પ્રીતીકા મજમુદાર પાસે જાણીએ કે વર્ષના પહેલા દિવસે શું કરવું? જેથી જીવનમાં ખુશીઓ ભરાઈ જાય અને ક્યા કાર્યો ન કરવા જોઈએ.

જરૂર કરો આ કામ :

(1) ગણેશજીની પૂજા : નવા વર્ષમાં પ્રથમ પૂજ્ય ગણેશ ભગવાનની પૂજા જરૂર કરો. તેનાથી ગણેશજી પ્રસન્ન થશે અને તમારા વિઘ્ન હરી લેશે. જો સંભવ હોય તો સફેદ રંગના ગણેશજીની નાની મૂર્તિની સ્થાપના પૂજા ઘરમાં જરૂર કરો.

(2) શંખ વગાડો : સનાતન ધર્મમાં શંખનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે નિયમિત રીતે જો ઘરમાં શંખ વગાડવામાં આવે તો તેનાથી નકારાત્મકતા દુર થાય છે. વર્ષના પહેલા દિવસે ઘરના શંખ વગાડો. ત્યાર પછી શંખમાં પાણી ભરીને તેનો છંટકાવ આખા ઘરમાં કરો. એમ કરવાથી લાભ મળશે.

(3) દાન કરો : નવા વર્ષના પહેલા દિવસે ગરીબોને ફળ, તલ, કપડા અને જરૂરીયાતની વસ્તુ દાન કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આખું વર્ષ લોકો ઉપર તેમની કૃપા રહે છે.

(4) વિષ્ણુજીની પૂજા : નવા વર્ષની શરુઆત પછી પહલા ગુરુવારના રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો. એમ કરવાથી વિષ્ણુજીની સાથે માતા લક્ષ્મીજી ના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે અને ધન સંબંધી સમસ્યાઓ પણ દુર થશે.

નવા વર્ષે ન કરો આ કામ :

(1) નવા વર્ષના દિવસે કાળા રંગના વસ્ત્રથી દુર રહો. તેનાથી આખું વર્ષ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

(2) નવા વર્ષે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુ તૂટે નહી. તેનાથી દુર્ભાગ્ય આવે છે.

(3) નવા વર્ષમાં તમારા ઘરના કબાટ ખાલી ન હોવા જોઈએ. પર્સમાં પણ રોકડ જરૂર રાખવી જોઈએ. તેનાથી આખું વર્ષ પૈસાનો અભાવ નહિ રહે.

(4) નવા વર્ષે ઘરની કોઈ વસ્તુ બહાર ન ફેંકો. સાફ સફાઈ પહેલા કરીને નવા વર્ષ પહેલા જ બધો કચરો બહાર ફેંકી દો. વર્ષના પહેલા દિવસે સાફ સફાઈ ન કરો.

(5) વર્ષના પહેલા દિવસે કોઈને ઉધાર ઉછીતા ન આપો. નહિ તો વર્ષ આખું તમારા હાથમાંથી પૈસા બહાર જતા રહેશે. ઘરની બીજી કિંમતી વસ્તુ ઉપર પણ એ વાત લાગું પડે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.