જાણો વિનાયક ચતુર્થી ક્યારે છે અને તેનું મહત્વ શું છે, જાણો પૂજાનો સમય અને પૂજન વિધિ કેવી રીતે કરશો.

0
414

દર મહિને બંને પક્ષોની ચતુર્થી ગણેશજીને સમર્પિત કરવામાં આવી છે. કોઈપણ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે. હિન્દુ ધર્મમાં માંગલિક કાર્ય અને કોઈપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી કરવામાં આવે છે. વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. ગણેશજીને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વખતે વિનાયક ચતુર્થી 6 એપ્રિલ, 2022 ના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન ગણેશના ભક્તો ઉપવાસ કરે છે અને પૂજા કરે છે. ભગવાન ગણેશ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ લાભ પ્રદાતા પણ છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ વિનાયક ચતુર્થીની તારીખ, શુભ સમય અને મહત્વ વિશે.

વિનાયક ચતુર્થી તિથિ અને મુહૂર્ત 2022 :

ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે. વિનાયક ચતુર્થી ચૈત્ર મહિનામાં 6 એપ્રિલે આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ વખતે વિનાયક ચતુર્થી 05મી એપ્રિલે રાત્રે 08:35 વાગ્યે શરૂ થશે અને 06મી એપ્રિલે રાત્રે 09:11 વાગ્યે સમાપ્ત થશે. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે બપોરે ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

વિનાયક ચતુર્થી પૂજા પદ્ધતિ :

વિનાયક ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરે ક્રિયા પતાવીને ગણેશજીની સામે વ્રતનો સંકલ્પ લો. પૂજા સમયે પીળા વસ્ત્રો પહેરો. હવે પૂજા દરમિયાન ગણેશજીને લાલ કંકુથી તિલક કરો. આ પછી ધૂપ, દીવો, અક્ષત, નૈવેદ્ય વગેરે ચઢાવો. એવું માનવામાં આવે છે કે ગણેશજીની પૂજા કરતી વખતે લાડુ અને દુર્વા ચઢાવવા જોઈએ. આ પછી, ભગવાન ગણેશના મંત્રો અને સ્તુતિનો પાઠ કરો. પૂજાના અંતે આરતી કરો.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.