તુલા વાર્ષિક શનિ રાશિફળ : આ વર્ષે આ રાશિવાળાએ ઘણી તકલીફોનો કરવો પડશે સામનો.

0
1848

2022 માં તુલા રાશિવાળાને આખું વર્ષ આરોગ્યમાં ઉતાર ચડાવ જળવાઈ રહેશે, વાંચો વાર્ષિક શનિ રાશિફળ.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિની દ્રષ્ટિને અશુભ માનવામાં આવે છે. તેની સાથે જોડાયેલી એક કથા ધર્મ ગ્રંથોમાં મળે છે, જે આ મુજબ છે – સૂર્ય પુત્ર શનિના લગ્ન ચિત્રરથ નામના ગંધર્વની પુત્રી સાથે થયા હતા, જે સ્વભાવથી ખુબ જ ઉગ્ર હતી. એક વખત જયારે શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી રહ્યા હતા. ત્યારે તેમની પત્ની ઋતુ સ્નાન પછી મિલનની કામનાથી તેમની પાસે પહોચી.

શનિ ભગવાન ભક્તિમાં એટલા લીન હતા કે તેમને એ વાતની ખબર ન પડી. જયારે શનિદેવનું ધ્યાન ભંગ થયું ત્યાં સુધી તેની પત્નીનો ઋતુકાળ સમાપ્ત થઇ ગયો હતો. તેનાથી ગુસ્સે થઈને શનિદેવની પત્નીએ તેને શ્રાપ આપી દીધો કે પત્ની હોવા છતાં પણ તમે મને ક્યારેય પ્રેમની દ્રષ્ટિથી નથી જોઈ. હવે તમે જેને પણ જોશો, તેનું કાંઈને કાંઈ ખરાબ થઇ જશે. એ કારણે શનિની દ્રષ્ટિમાં દોષ માનવામાં આવે છે. આગળ જાણો વર્ષ 2022માં શનિ ગ્રહ તુલા રાશિ ઉપર કેવી અસર કરશે.

તુલા રાશિ : આ વર્ષે શનિની પનોતી (અઢી વર્ષનો પ્રકોપ) ની અસર તમારી રાશિ ઉપર રહેશે, જેના કારણે તમારે ઘણી તકલીફોનો સામનો કરવો પડશે. આ વર્ષ તમને આર્થિક રીતે નુકશાન થઇ શકે છે, એટલા માટે આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લો. કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ કરવો તમારા માટે નુકશાન કારક હોઈ શકે છે. ભાઈઓ પાસે સંપત્તિ સાથે જોડાયેલા પ્રશ્ન આ વર્ષે ઉકેલાવાની આશા જળવાઈ રહેશે.

આરોગ્ય સાથે જોડાયેલી તકલીફો તમને વર્ષભર થતી રહેશે. આરોગ્યમાં ઉતાર ચડાવ જળવાઈ રહેશે. લાંબા ગાળાની બીમારીઓ જેવી કે પ્રેશર, ડાયાબિટીસ વગેરે સાથે જોડાયેલા ચેકઅપ નિયમિત રીતે કરાવતા રહો. બિઝનેસ વધારવા માટે તમારા પ્રયત્નો નિષ્ફળ સાબિત થશે.

નોકરીમાં લક્ષ્યો પ્રાપ્ત કરવાનું દબાણ તમારી ઉપર જળવાઈ રહેશે. મિત્રોનો સહકાર તમને મળતો રહેશે. પ્રવાસ આખું વર્ષ ચાલતા રહેશે. એટલી તકલીફો પછી પણ તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. જેને લીધે તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી લેશો.

ઉપાય

(1) દર શનિવારે સરસીયાના તેલમાં તમારો ચહેરો જોઈને દાન કરો.

(2) શનિના 12 નામના મંત્રોના જાપ કરો. કાળી વસ્તુ જેવી કે બુટ ચપ્પલ, કામળો વગેરેનું દાન કરો.

(3) શનિવારે માંસ-મદિરાનો ત્યાગ કરો અને કોઈ ગરીબ વ્યક્તિને પરેશાન ન કરો.

(4) દરેક શનિવારે ઉપવાસ રાખો અને સાંજે શનિદેવની પૂજા કર્યા પછી જ અડદની ખીચડી ખાવ.