એક લુહારને જીંદગી નો અનુભવ પૂછવા પર લુહારે જે જણાવ્યું તે સમજી લેશો તો જીવન સફળ થઈ જશે.

0
1423

એક લુહાર ભાઈ એરણ ઉપર હથોડા થી કામ કરતા હતા ત્યારે કોઈ કે પૂછ્યું,

ભાઇ……… કેટલા વર્ષો થી લુહારી કામ કરો છો?

તો એમણે કહ્યું અડધી જીંદગી આમાં જ કાઢી છે…..ભાઇ

એટલે લુહાર ભાઇ ને પાછો બીજો પ્રશ્ન કર્યો.

આ કામ મા તમારી જીંદગી નો અનુભવ શુ?

ત્યારે પહેલા લુહાર ભાઇ એક ખુબજ સુંદર જવાબ આપે છે….

હથોડા તો ઘણા તોડ્યા પણ એરણ તો એની એજ છે. આજ મારો અનુભવ છે.

કહેવાનો મતલબ એ છે કે……

ભાઇ ” ઘા ” મારવા વાળા તૂટે છે પણ ” ઘા ” સહન કરનારા કોઈ દિવસ નથી તૂટતાં એ હમેંશા અડીખમ રહે છે.

જેને સમજાય તેને

” બાપા સીતારામ ”

– સાભાર રાજેશ ડોડીયા (અમર કથાઓ ગ્રુપ)

મિત્રો સાથે સાથે અતુલ રાવ દ્વારા રચિત નાનકડી કવિતા પણ વાંચતા જાવ. આ કવિતા તમને અંતરમાં શાંતિનો અનુભવ કરાવશે.

દેવા ઉતારી ગયા મારા બધા વાણિયાને ચોપડે થી

ફેર એટલો પડ્યો એક મોરના ખોરડે બેસવાથી

બારણે લાભ અને શુભ લખી પરવાર્યો પૂજા કરી

સાથિયા ફળિયામાં પડ્યા છાપરે ટહુકા થવાથી

ખરતી હતી કાંકરી પછી કાંકરી મારી દીવાલોમાંથી

તિરાડો રંગો થી ભરી ગઈ પીંછા મોરના ખરવાથી

હસીને હીંચકે બેઠો મકાન ખાલી હતું આખું

લગાડી મેં નામની તખ્તી એક મોરના બેસવાથી

– અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)