ગુજરાતમાં નળ સરોવરની લગોલગ એક ગામ છે જેનું નામ છે કમીજળા. આ ગામનું કમીજલા એટલા માટે છે કેમકે કમી એટલે ઓછુ અને જળા એટલે જળ એટલે કે ટૂકમાં પાણીની ખુબ જ કમી હતી. આ કમીજળા ગામમાં સાહેબ પરંપરાના શ્રીભાણ સાહેબના બેસણા છે. હવે ભાણ સાહેબ જ્યારે કચ્છ વારાહી થી દ્વારકાનાથના દર્શન કરવા નીકળેલા ત્યારે વચ્ચે આ કમીજળા ગામ આવે છે, તે ગામના મેપા ભગત ભરવાડે ભાણસાહેબને કહ્યું કે, મારા ઘરે પધારો. ત્યારે ભાણબાપૂએ કિધૂ વળતી વખતે જરૂર આવીશ.
ત્યાર બાદ દ્રારકાથી પાછા ફરતા સમયે જયારે ભાણ સાહેબ કમીજળા આવ્યા, ત્યારે મેપા ભગત ઘરે ન હતા. તે ગામમાં હતાં પણ ઘરે નહીં, તો ભાણસાહેબ ત્યાથી નિકળી ગયા. ભાણ સાહેબે મેપા ભગતનું ઘર છોડયું ને ભાણ સાહેબના ગયા પછી મેપા ભગત ઘરે આવે છે. તેમને જાણ થઇ કે, ભાણ સાહેબ આવ્યા હતા. હજું માંડ ગામ બહાર નીકળ્યા હશે.
હજૂ પાદરમાંજ પોગયા હશે મેપાએ આવું બે વાર બોલી ગામને સીમાડે દોટ મૂકી. બાપુ ઘોડીએ ચડીને જતાં હતાં અને મેપાએ બાપુને સાદ દિધો પણ પગમાં બેડીયુ પડી ગઇ એવો. મેપાએ કહ્યું, એ બાપૂ હવે એક ડગલૂ ભરોતો રામ દૂહાઈ. હહહ મેપા ભારે કરી હવે ઠામ રાખ્યા કા બાપુ જવાદે હવે. તો બાપુ ચાલો મારા ઘરે પાવન પગલાં કરો. ભાણ સાહેબ કહે ના મેપા હવે તો તારાં જ ઘરે નહીં પણ હવે મારા ઘરે પણ ન જવાય.
મેપાએ કહ્યું – કાં બાપુ? પછી ભાણ સાહેબ બોલ્યા – તારાં મોંઢેથી શબ્દો નિકળ્યા કે એક ડગલું ભરોતો રામ દુહાઈ હવે તો એક ડગલું ન ચલાય. મેપા ભગતને ખુબ જ પસ્તાવો થયો પણ આતો વચન પાળવા વાળાં સંતો. ત્યાર પછી ઘોડી જે સ્થળે ઊભી હતી ત્યાંજ રામના નામ ઊપર ભાણ સાહેબે જીવતા સમાધી લેવી પડી. આ મેપા ભગતને આ શબ્દનો ખૂબજ પસ્તાવો થયો, પણ થવાનૂ તે થઈ ગયૂ.
પણ ભાણ સાહેબ મેપા ભરવાડને એક લીમડાનૂ દાતણ આપે છે ને કહે છે કે, આનું દાતણ કરી ચીર રોપજે. જો લીમડો ફૂટે તો જીવતા સમાધી લેજે. અને મિત્રો, એવુ જ બન્યૂ. લીમડો ઉગ્યો. પછી મેપા ભરવાડે સમાધી લીધી. હાલ તે લીમડીવાળા ઠાકર તરીકે ઓળખાય છે.
ખાસ નોધ : જયારે ભાણ સાહેબે સમાધી લીધી, ત્યારે ગામ લોકોએ તેમને પોતાની પાણીની વ્યથા કહી હતી. તે વખતે ભાણ સાહેબ સાથે એક કુતરી હતી. તેની તરફ ઈશારો કરતા તેમણે કહ્યું હતું કે, આ કુતરી આ તળાવ ફરતી જ્યાં ફરશે ત્યાં ત્યાં પાણી મીઠું આવશે. ત્યાર બાદ ભાણ સાહેબ, કુતરી અને તેમની ઘોડી ત્રણેયે એકસાથે સમાધી લીધી. હાલમાં પણ અહીં મીઠા પાણીનો કુવો છે, જેમાં પાણી ખૂટતું નથી. તળાવની પાળે હાલ ભાણ સાહેબનું ભવ્ય મંદિર છે.
– વિરમદેવસિહ પઢેરીયાની પોસ્ટનું સંપાદન.