મીરા નામની એક ખૂબ જ દયાળુ છોકરી હતી. મીરાના જન્મ પછી થોડા સમય બાદ તેની માતાનું અવસાન થયું, અને તેના થોડા દિવસોમાં તેના પિતાનું પણ અવસાન થયું. મીરા પોતાની દાદી સાથે એક નાનકડા ઘરમાં રહેતી હતી.
જ્યારે પણ મીરા કોઈને મુશ્કેલીમાં જોતી તો તે તેમની મદદ કરવાનો પ્રયત્ન કરતી. એક દિવસ મીરા જંગલ તરફ જઈ રહી હતી.
રસ્તામાં તેણે એક વૃદ્ધ માણસને ભીખ માંગતા જોયા, મીરા પાસે ખાવાની સામગ્રી હતી જે તેણીએ વૃદ્ધને આપી. વૃદ્ધે કહ્યું, “દીકરી, જો તું મને આ આપીશ, તો તું શું ખાશે.”
મીરાએ કહ્યું, “દાદા, હું કૈંકને કૈંક ખાઈ લઈશ, મારું ઘર નજીકમાં જ છે.” પછી મીરાએ આગળ વધી. આગળ જતા તેણીએ જોયું તો એક નાનું ગરીબ બાળક ઉઘાડા શરીરે ફરી રહ્યું હતું.
મીરાએ તેને પોતાનું સ્વેટર પહેરવા માટે આપ્યું અને પોતાના જૂતા પણ આપ્યા. નાના બાળકે કહ્યું, “દીદી, તમે મને આ સ્વેટર અને જૂતા આપશો તો તમને ઠંડી લાગશે.”
મીરાએ કહ્યું, “ના ભાઈ, એવું નથી, તું આ પહેરી લે, તું તો સાવ નિર્વસ્ત્ર છે.”
ચાલતાં ચાલતાં મીરાં ગાઢ જંગલમાં પહોંચી જ્યાં તેણે આકાશ તરફ જોયું અને કહેવા લાગી, “હે ભગવાન, તમે મારા મારા માતા-પિતાને કેમ છીનવી લીધાં.
તમે આવું કેમ કર્યું, હું હંમેશા એ વિચારીને દરેકની મદદ કરું છું કે કદાચ મારા આ કાર્યોથી કંઈક સારું થશે.”
એટલામાં ઉપરથી આકાશવાણી થઈ. તે આકાશવાણીએ કહ્યું, “દીકરી હું તને તારા સારા કાર્યો માટે એક વરદાન આપું છું કે તું મહિનામાં એક વાર તારા માતા-પિતાને મળી શકશે.”
આકાશવાણીના આટલું બોલ્યા પછી તેના માતા – પિતા નીચે આવ્યા.

તેના માતા-પિતાની આંખો ભીની થઈ હતી અને આ જોઈને મીરાની આંખો પણ ભીની થઈ ગઈ. મીરાની મમ્મીએ તે રાત્રે તેને પોતાના હાથે જમાડી, અને તેને વાર્તાઓ કહી અને તેઓ આખી રાત વાતો કરતા રહ્યા. અને જ્યારે સવાર થઈ ત્યારે તેના માતા-પિતાએ તેને સમજાવ્યું કે દીકરી આરામથી અને સંભાળીને ઘરે જજે. અને તેઓએ મીરાને રમવા માટે કેટલાક રમકડા પણ આપ્યા.
મીરા ખૂબ ખુશ હતી કે તે તેના માતા-પિતા સાથે છે. થોડા સમય પછી તેના માતા-પિતા આકાશ તરફ ગયા અને મીરા પણ પોતાના ઘરે પાછી આવી ગઈ.
હવે મીરા દરેકને સારી રીતે મદદ કરતી અને દર મહિને પોતાના માતા-પિતાને મળતી.
મીરા ખુશ હતી કે તે મહિનામાં એકવાર તેના માતાપિતાને મળી શકશે. તેમની સાથે વાત કરી શકશે અને તેમની સાથે રહી શકશે.
સ્ટોરીનો બોધ : મિત્રો, આપણાં કર્મો સારા હશે તો ભગવાન પણ આપણને મદદ કરશે. એટલા માટે હંમેશા સારા કાર્યો કરો.