જાણો કેમ ઉજવાય છે લોહડી પર્વ, દેવી સતી અને ભગવાન શ્રીકૃષ્ણની કથાઓ જોડાયેલી છે આ પર્વ સાથે.

0
695

મકરસંક્રાંતિના એક દિવસ પહેલા લોહડી પર્વ ઊજવવાની છે પરંપરા, જાણો આ પર્વ કેમ ઉજવાય છે.

આ વખતે લોહડી પર્વ (લોહરી – Lohri) 13 જાન્યુઆરીના રોજ ઊજવવામાં આવશે. માન્યતાઓ મુજબ લોહડી ખાસ કરીને સૂર્ય અને અગ્નિ દેવને સમર્પિત તહેવાર છે. લોહડીની પવિત્ર અગ્નિમાં નવા પાકને સમર્પિત કરવાનો પણ રીવાજ છે. તે એક પ્રકારની પ્રકૃતિની ઉપાસના કરવાનું અને આભાર વ્યક્ત કરવાનું પર્વ છે.

લોહડી પર્વ મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઊજવવાની પરંપરા છે. સીખ ધર્મ પ્રમાણે આ વર્ષે 13 જાન્યુઆરી ગુરુવારના રોજ લોહડી પ્રગટાવીને નવ પરણિત જોડા અને શિશુઓને અભીનંદન આપીને ભેંટ આપવામાં આવશે. સિંધી સમાજમાં પણ મકર સંક્રાંતિના એક દિવસ પહેલા લાલ લોહીના રૂપમાં આ પર્વને ઊજવવામાં આવે છે. લોહડીને પહેલા તિલોડી કહેવામાં આવતું હતું. પંજાબના ઘણા વિસ્તારોમાં તેને લોહી કે લોઈ પણ કહેવામાં આવે છે. લોહડી વસંતના આગમન સાથે ઊજવવામાં આવે છે.

સીઝનના પહેલા પાકનો તહેવાર : ખેતીવાડીના તહેવાર વૈશાખીની જેમ લોહડીનો સંબંધ પણ પાક અને સીઝન સાથે છે. તે દિવસે પંજાબમાં મૂળા અને શેરડીનો પાક વાવવામાં આવે છે. આધુનિકતાને લીધે લોહડી ઊજવવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. હવે લોહડીમાં પારંપરિક પહેરવેશ અને પકવાનોની જગ્યાએ આધુનિક પહેરવેશ અને પકવાનો સામેલ કરી દેવામાં આવ્યા છે.

માતા સતીની યાદમાં ઊજવવામાં આવે છે આ પર્વ : માતા સતી ભગવાન શિવના પત્ની હતા. એક વખત માતા સતીના પિતા રાજા દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું, તેમણે આ યજ્ઞમાં ભગવાન શિવને ન બોલાવ્યા. તેમ છતાં પણ દેવી સતી બોલાવ્યા ન હોવા છતાં તે યજ્ઞમાં આવી પહોંચ્યા. જયારે તેમણે ત્યાં પોતાના પતિ ભગવાન શિવનું અપમાન થતા જોયું તો યજ્ઞકુંડમાં કુદીને સ્વયંની આહુતિ આપી દીધી. દેવી સતીની યાદમાં પણ લોહડીનું પર્વ મનાવવામાં આવે છે.

શ્રીકૃષ્ણએ કર્યો હતો રાક્ષસીનો વ ધ : એક માન્યતા મુજબ દ્વાપરયુગમાં જયારે બધા લોકો મકરસંક્રાંતિનો પર્વ ઊજવવામાં વ્યસ્ત હતા. ત્યારે બાલકૃષ્ણને મા-ર-વા-મા-ટે કંસે લોહિતા નામની રાક્ષસીને ગોકુળ મોકલી, જેનો બાલકૃષ્ણએ રમત રમતમાં જ વ-ધ-ક-ર્યો હયો. લીહિતા નામની રાક્ષસીના નામ ઉપર લોહડી ઉત્સવનું નામ રાખ્યું. આ ઘટનાને યાદ કરતા પણ લોહડી પર્વ ઊજવવામાં આવે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.