યુવકથી ભૂલથી રોન્ગ નંબર લાગ્યો, પણ સામેથી એવા શબ્દો સંભળાયા કે આંસુ નીકળી ગયા, વાંચો તેમનો સંવાદ.

0
1485

રોન્ગ નંબર અને એકલતા.

– ફિરોજ ખાન.

મેં સવારે મારા એક મિત્રને ફોન જોડ્યો. ભૂલથી એ રોન્ગ નંબર લાગી ગયો. સામે છેડેથી મારા યુવાન મિત્રના અવાજના બદલે એક વૃધ્ધાનો ઉત્સાહથી ભરપૂર અને આનંદિત અવાજ સંભળાયો.

કેમ છે બેટા? ઘણા દિવસો બાદ મારી યાદ આવી? હું ફોન મુકવાની તૈયારીમાં જ હતો ત્યાં તો એમનો ફરી અવાજ સંભળાયો;

મારા ત્રણ દીકરા અને બે દીકરીઓ છે. પણ કોઈ દિવસ ફોન નથી કરતાં. પૂછતાં પણ નથી જીવું છું કે નહિ. એમના દીકરા, દીકરીઓ પણ છે. પહેલાં તો એ લોકો આવતાં. હવે તો એમણે પણ આવવાનું બંધ કર્યું છે. તું કોણ બોલે છે?

મારી હિમ્મત ના થઇ જવાબ આપવાની. ઈચ્છા થઇ જવાબ આપું પણ આ શું? આવાજ કેમ નથી નીકળતો?

માજી ફરી બોલવા લાગ્યા. બેટા હવે તો માત્ર દિવસો ગણું છું. બહુ જીવી લીધું. હજુ કેટલું જીવવાનું? ના કોઈ સાથે રહેનારું કે ના કોઈ ખબર અંતર પૂછનારું. એક, એક દિવસ એક એક મણનો લાગે છે. ભગવાનને શું થયું છે એજ ખબર નથી પડતી. જુવાનોને ઉઠાવી લે છે અને અમારા જેવાને નરક સમાન જીવન જીવવા મ જ બૂર કરે છે.

હું અવાક બની માજીની વાતો સાંભળતો રહ્યો. બોલવા માંગતો હતો પણ બોલાતું ના હતું. મહા પ્રયત્ને મેં કહ્યું, “માજી, તમારે હજુ ખુબ જીવવાનું છે.”

માજીએ કહ્યું, “બેટા, મેં તારું શું બગાડ્યું છે? આવું એક્લતાનું લાંબુ જીવન જીવવાની પ્રાર્થના નહીં કર.” અનાયાસે મારા આંસુ મારા ગાલ પર સરી રહયા હતા. મેં લૂંછવાની તસ્દી પણ ના લીધી.

દોસ્તો, આપણા સમાજમાં આપણી આજુ બાજુ અનેક વૃદ્ધો એકલતાનું જીવન જીવી રહયાં છે. ડિ પરેશ નમાં જવાનું આ સૌથી મોટું કારણ છે એમ વૈજ્ઞાનિકોએ કહ્યું છે. જો તમે કોઈને ફોન જોડો અને રોન્ગ નંબર લાગી જતાં સામે છેડે કોઈ વૃદ્ધ કે વૃધ્ધા હોય તો પ્લીઝ, એમની જોડે બે શબ્દો બોલી લેજો. ખુબ મજા આવશે. તમને અને એમણે પણ. કોશિશ કરજો.

કોઈના ચહેરા પર બે પલ માટે પણ સ્મિત આપવું બેસ્ટ સદકો છે.

Via Firoz Khan sab

(સાભાર પઠાન યુસુફ ખાન, ગ્રામીણ જીવન ગ્રુપ)