ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુએ કર્યો હતો આ મંત્રનો જાપ, તમે પણ જરૂર કરો તેનું ઉચ્ચારણ.

0
591

શું તમે જાણો છો એ વિશેષ મંત્ર, જેનો જાપ સ્વયં વિષ્ણુજીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કર્યો હતો?

ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની વિશેષ ઉપાસના કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એટલે કે વ્યક્તિના મૃત્યુ પછી તેને સીધું વૈકુંઠ ધામ મળે છે, અને તેને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે. દરેક વ્યક્તિ તેમની ઉપાસના કરીને વિશેષ ફળોની પ્રાપ્તિ કરી શકે છે. પણ શું તમે તે વિશેષ મંત્ર વિષે જાણો છો, જેના ઉચ્ચારણ વગર પ્રભુની પૂજા અધૂરી માનવામાં આવે છે? આજે અમે તમને એજ મંત્ર વિષે જણાવવા જઈ રહ્યાં છીએ. તે મંત્ર નીચે જણાવ્યા મુજબ છે.

કપૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ,

સદા વસન્તં હૃદયારવિન્દે ભવં ભવાનીસહિતં નમામિ.

કહેવામાં આવે છે કે, આ મંત્રનું ઉચ્ચારણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પોતે ભગવાન વિષ્ણુએ કર્યું હતું. અને ભગવાન શિવની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા હતા. હરિ (વિષ્ણુ) અને હર (શિવ) ની પૂજા કરતા સમયે આ મંત્રનું ઉચ્ચારણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તેનાથી તમે બંને શક્તિઓને એક સાથે પ્રસન્ન કરી શકો છો.

શું છે આ મંત્રનો અર્થ?

આ મંત્ર સંસ્કૃતમાં છે જેને પોતે ભગવાન વિષ્ણુએ શિવની સ્તુતિમાં કહ્યો હતો. આ મંત્રનો અર્થ આ મુજબ છે, “હે કરુણાના સાક્ષાત અવતાર જે ગળામાં સાંપોની માળા રાખે છે અને શિવ જે હંમેશા પાર્વતી સાથે મારા હૃદયમાં રહે છે તેમને હું વારંવાર નમન કરું છું.” એટલે કે આ મંત્રથી ભગવાન શિવને આરાધનાનો પહેલો સંદેશ મોકલવામાં આવે છે.

મંત્ર જાપ સિવાય કરો વિશેષ ઉપાય : આ મંત્ર જાપ સિવાય તમે ભગવાન વિષ્ણુ અને શિવજી સમક્ષ અમુક ઉપાય પણ કરી શકો છો, જેથી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશાલીની સ્થાપના થઈ શકે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.