અર્જુનના ગુરુ દ્રોણાચાર્યનો જન્મ માં વગર થયો હતો, વાંચો કૃપાચાર્ય અને દ્રોણાચાર્યના જન્મની કથા. દુનિયાના ઘણા ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે કૃપાચાર્ય અને દ્રોણાચાર્યનો જન્મ કેવી રીતે થયો. તેની સાથે ઘણા ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે બંનેએ માં વગર જન્મ લીધો હતો. જો તમે પણ તેમાંથી એક છો કે તેના જન્મની કથા નથી જાણતા તો આવો આજે અમે તમને જણાવીએ તેના જન્મની કથા.
પૌરાણીક કથા – ગૌતમ ઋષિના પુત્રનું નામ શરદવાન હતું. તેનો જન્મ બાણો સાથે થયો હતો. તેને વેદાભ્યાસમાં જરાપણ રસ ન હતો અને ધનુર્વિધ્યા માં વધુ રસ હતો. તે ધનુર્વિધ્યામાં એટલા નિપુણ થઇ ગયા કે દેવરાજ ઇન્દ્ર તેનાથી ભયભીત રહેવા લાગ્યા. ઇન્દ્રએ તેને સાધનાથી ડગાવવા માટે નામપદી નામની એક દેવકન્યાને તેની પાસે મોકલી દીધી.
તે દેવકન્યાના સોંદર્યની અસરથી શરદવાન એટલા કામપીડિત થયા કે તેનું વીર્ય ખિલ્લીત થઇને એક સરકંડા ઉપર આવીને પડ્યું. તે સરકંડા બે ભાગોમાં વિભક્ત થઇ ગયા, જેમાંથી એક ભાગમાંથી કૃપ નામનું બાળક ઉત્પન થયું અને બીજા ભાગ માંથી કૃપી નામની કન્યા ઉત્પન થઇ. કૃપ પણ ધનુર્વિધ્યામાં તેના પિતા સમાન પારંગત થયા. ભીષ્મજીએ તે કૃપને પાંડવો અને કૌરવોને શિક્ષણ-દીક્ષા માટે નિયુક્ત કર્યા અને તે કૃપાચાર્યના નામથી પ્રસિદ્ધ થયા.
ક્લાન્તરમાં તે યજ્ઞ પાત્રથી દ્રોણની ઉત્પતી થઇ. દ્રોણ તેના પિતાના આશ્રમમાં જ રહીને ચારે વેદોં અને અસ્ત્ર-શસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ થઇ ગયા. દ્રોણ સાથે પ્રષત નામના રાજાના પુત્ર દ્રુપદ પણ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા હતા અને બંનેમાં ગાઢ મૈત્રી થઇ ગઈ. તે દિવસોમાં પરશુરામ તેની તમામ સંપત્તિને બ્રાહ્મણોમાં દાન કરીને મહેન્દ્રાચલ પર્વત ઉપર તપ કરી રહ્યા હતા. એક વખત દ્રોણ તેની પાસે આવ્યા અને તેને દાન માટે અનુરોધ કર્યો. એટલે પરશુરામ બોલ્યા, વત્સ, તું મોડો પડ્યો છે, મેં તો મારું સંપૂર્ણ પહેલાથી જ બ્રાહ્મણોને દાન કરી દીધું છે. હવે મારી પાસે માત્ર અસ્ત્ર-શસ્ત્ર જ બાકી વધ્યા છે. તું ઈચ્છે તો તેને દાનમાં લઇ શકે છે.
દ્રોણ એ તો ઇચ્છતા હતા એટલે તેમણે કહ્યું, જે ગુરુદેવ, તમારા અસ્ત્ર-શસ્ત્ર પ્રાપ્ત કરીને મને ઘણો આનંદ થશે, પરંતુ તમારે મને આ અસ્ત્ર-શસ્ત્રોનું શિક્ષણ આપવું અને નિયમો પણ જણાવવા પડશે. આ રીતે પરશુરામના શિષ્ય બનીને દ્રોણ અસ્ત્ર-શસ્ત્રાદિ સહીત તમામ વિદ્યાઓના નિષ્ણાંત બની ગયા. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દ્રોણના લગ્ન કૃપાચાર્યની બહેન કૃપી સાથે થઇ ગયા. કૃપીથી તેને એક પુત્ર થયો તે પુત્રના મુખ માંથી જન્મ વખતે અશ્વનો અવાજ નીકળ્યો, તેથી તેનું નામ અશ્વત્થામા રાખવામાં આવ્યું.
કોઈ પ્રકારના રાજશ્રય પ્રાપ્ત ન થવાને કારણે દ્રોણ તેની પત્ની કૃપી અને પુત્ર અશ્વત્થામા સાથે ગરીબાઈથી રહેતા હતા. એક દિવસ તેના પુત્ર અશ્વત્થામા દૂધ પીવા માટે અકળાઈ ગયો પરંતુ તેની ગરીબીના કારણે દ્રોણ પુત્ર માટે ગાયના દૂધની વ્યવસ્થા ન કરી શક્યા. આકસ્મિક તેને તેના બાળપણના મિત્ર રાજા દ્રુપદ યાદ આવ્યા, જે પચ્ચાલ દેશના રાજા બની ચુક્યા હતા.
દ્રોણે દ્રુપદ પાસે જઈને કહ્યું, મિત્ર હું તારો સહપાઠી રહી ચુક્યો છું. મારે દૂધ માટે એક ગાયની જરૂર છે અને તારી પાસે સહાયતા મળવાની અભિલાષા લઇને હું તારી પાસે આવ્યો છું. એટલે દ્રુપદ તેની જૂની મિત્રતા ભૂલીને અને પોતાને રાજા હોવાના અહંકારના વશમાં આવીને દ્રોણ ઉપર ગુસ્સે થયા અને કહ્યું, તને મારો મિત્ર ગણવામાં શરમ ન આવી? મિત્રતા માત્ર સમાન વર્ગના લોકોમાં હોય છે, તારા જેવા નિર્ધન અને મારા જેવા રાજમાં નહિ, અપમાનિત થઈને દ્રોણ ત્યાંથી પાછા આવ્યા અને કૃપાચાર્યના ઘરે ગુપ્ત રીતે રહેવા લાગ્યા.
એક દિવસ યુધીષ્ઠીર વગેરે રાજકુમાર જયારે દડે રમી રહ્યા હતા, તો તેનો દડો એક કુવામાં જઈને પડ્યો. ત્યાંથી પસાર થતા દ્રોણ પાસે રાજકુમારોએ દડો કુવામાંથી કાઢી આપવા માટે સહાયતા માગી. દ્રોણને કહ્યું, જો તમે લોકો મારા અને મારા કુટુંબ વાળા માટે ભોજનની વ્યવસ્થા કરો, તો હું તમારો દડો કાઢી આપું. યુધીષ્ઠીર બોલ્યા, દેવ, જો અમારા પિતામહની મંજુરી હશે, તો તમે હંમેશા માટે ભોજન મેળવી શકશો. દ્રોણાચાર્યએ તરત એક મુઠ્ઠી તણખલા લઈને તેને મંત્રથી અભીમન્ત્રિત કર્યા અને એક તણખલાથી દડાને છેદયો.
પછી બીજી તણખલાથી દડાને વિન્ધેલા તણખલાને વીંધ્યો. આ રીતે તણખલાથી તણખલાને વીંધીને દડાને કુવા માંથી કાઢી દીધો. આ અદ્દભુત પ્રયોગના વિષયમાં અને દ્રોણના સમસ્ત વિષયોમાં પ્રકાંડ પંડિત હોવાના વિષયમાં નિષ્ણાંત થઈને ભીષ્મ પિતામહે તેને રાજકુમારોનું ઉચ્ચ શિક્ષણ પૂરું પાડી રાજશ્રયમાં લઇ લીધો અને તે દ્રોણાચાર્યના નામથી પ્રસિદ્ધ થયા.
આ માહિતી ઇન્ડલાઇવ ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.