આવો જાણીએ માઁ અન્નપૂર્ણા વિષે અમુક ખાસ વાતો, જેમના આશીર્વાદથી માણસ ક્યારેય પણ ભૂખ્યો નથી રહેતો.

0
841

જાણો કોણ છે ‘માઁ અન્નપૂર્ણા’, શું છે તેમનો કાશી સાથે સંબંધ, તેમને પ્રસન્ન કરવા આ સ્તુતિ ગાવ.

માઁ અન્નપૂર્ણાનું રૂપ ઘણું મોહક, સુંદર અને સૌમ્ય છે.

માઁ અન્નપૂર્ણા એ માં દુર્ગાનું જ એક રૂપ છે, જે પોતાના ભક્તોને ખુબ પ્રેમ કરે છે.

માઁ અન્નપૂર્ણા અન્નની દેવી છે, જેમના આશીર્વાદથી આખા વિશ્વમાં ભોજનનું સંચાલન થાય છે.

માઁ અન્નપૂર્ણા જ માઁ શાકુમ્ભરી પણ છે.

માઁ અન્નપૂર્ણા એ માઁ પાર્વતીના રૂપમાં પ્રભુ શિવ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે લગ્ન પછી શિવજીએ કૈલાશ પર્વત પર રહેવાનો નિર્ણય લીધો હતો પણ હિમાલયની પુત્રી પાર્વતીને કૈલાશ એટલે કે પોતાના પિયરમાં રહેવાનું પસંદ ન આવ્યું, એટલા માટે તેમણે કાશી જે ભોલેનાથની નગરી કહેવાય છે, ત્યાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી.

ત્યાર બાદ શિવજી તેમને લઈને કાશી આવી ગયા. એટલા માટે કાશી માઁ અન્નપૂર્ણાની નગરી કહેવાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે ભોલેનાથની નગરીમાં કોઈ પણ ભૂખ્યું નથી રહેતું.

કાશી માં જ માઁ અન્નપૂર્ણાનું સુંદર મંદિર છે, જે અન્નકૂટના દિવસે ખુલે છે અને અહીં તે દિવસે 56 પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે.

સ્કંદપુરાણના કાશી ખંડમાં માઁ અન્નપૂર્ણા વિષે વિસ્તુતમાં જાણકારી મળે છે.

માઁ અન્નપૂર્ણાને પ્રસન્ન કરવા માટે નીચે જણાવેલી સ્તુતિ ગાવી જોઈએ.

શોષિણીસર્વપાપાનાંમોચની સકલાપદામ્ । દારિદ્રયદમનીનિત્યંસુખ-મોક્ષ-પ્રદાયિની.

આ છે અન્નપૂર્ણા મંત્ર :

ૐ હ્રીં શ્રીં ક્લીં ભગવતિ માહેશ્વરિ અન્નપૂર્ણે સ્વાહા ।।

ૐ હ્રીં શ્રીં ક્લીં ભગવતિ અન્નપૂર્ણે નમઃ ।।

ૐ સર્વાબાધા વિનિર્મુક્તો ધનધાન્ય: સુતાન્વિત: ।।

મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય: ।।

આ માહિતી વનઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.