જાણો માં બગલામુખીના પ્રગટ થવાની કથા અને બીજી જરૂરી જાણકારી જે દરેક હિંદુએ જાણવી જરૂરી છે.
હિંદુ ધર્મમાં માતાના તમામ રૂપ દર્શાવવામાં આવ્યા છે. તેમાંથી એક છે માતા બગલામુખી. માં બગલામુખી દસ મહાવિદ્યાઓ માંથી એક માનવામાં આવે છે. પીળા વસ્ત્ર ધારણ કરવા અને માતાની પૂજામાં પીળી વસ્તુઓનો ઉપયોગ થવાને કારણે તેમને પીતાંબરા માતાના નામથી પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે વૈશાખ માસની આઠમની તિથીને બગલામુખીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
માં બગલામુખીને સત્તાની દેવી કહેવામાં આવે છે અને તેમની પૂજા ભય નાશ, વાક સિદ્ધી અને વાદ-વિવાદમાં જીત પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. એ કારણ છે કે વર્ષોથી સત્તાની લાલસા રાખવા વાળા લોકો માં બગલામુખીના દરબારમાં પોતાની હાજરી આપવા આવે છે. આ વર્ષે બગલામુખી જયંતી ગુરુવાર 20 મે ના રોજ આવી રહી છે. આવો જાણીએ માં બગલામુખી સાથે જોડાયેલી વિશેષ વાતો.
સૃષ્ટિનો વિનાશ રોકવા માટે પ્રગટ થયા હતા માતા : પૌરાણીક કથા મુજબ સતયુગમાં મહાવિનાશ કરવા વાળું વાવાઝોડું આવ્યું હતું. બધી જગ્યાએ ત્રાહીમામ મચી ગયો. આ જોઈને જગતના પાલનહાર વિષ્ણુને ચિંતા થઇ અને તે મહાદેવ પાસે પોતાની સમસ્યા લઈને ગયા. ત્યારે મહાદેવે જણાવ્યું કે, આ વિનાશને માત્ર શક્તિ જ રોકી શકે છે. તમારે તેમની આરાધના કરવી જોઈએ. ત્યારે ભગવાન વિષ્ણુએ હરિદ્રા સરોવર ઉપર તપ કયું. તપથી હરિદ્રા સરોવર માંથી માતા જળક્રીડા કરતા પ્રગટ થયા.
માતા રાણીએ ભગવાન વિષ્ણુને વરદાન માગવા માટે કહ્યુ, ત્યારે ભગવાન નારાયણે તેમની સૃષ્ટિનો વિનાશ રોકવા વિનંતી કરી. ત્યાર પછી માતાએ તથાસ્તુ કહ્યું અને ત્યાંથી અંતર્ધાન થઇ ગયા. તે દિવસ વૈશાખ માસની આઠમ તિથી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસને માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આઠમી મહાવિદ્યા છે માં બગલામુખી : માતા બગલામુખી 10 મહાવિદ્યાઓમાંથી આઠમી મહાવિદ્યા છે. પહેલી કાળી, બીજી તારા, ત્રીજી ષોડષી, ચોથી ભુવનેશ્વરી, પાંચમી છિન્નમસ્તા, છઠ્ઠી ત્રિપુર ભૈરવી, સાતમી ઘુમાવતી, આથમી બગલામુખી, નવમી માતંગી અને દસમી કમલા.
આ છે માતાનો બીજ મંત્ર :
ह्रीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय
जिह्ववां कीलय बुद्धि विनाशय ह्रीं ॐ स्वाहा
માનવામાં આવે છે કે, આ મંત્ર એટલો શક્તિશાળી છે કે મોટા મોટા તોફાન સાથે ટક્કર લઇ શકે છે. પણ તેને પહેલા સિદ્ધ કરવાની જરૂર પડે છે. એક લાખ જાપ દ્વારા તે સિદ્ધ થાય છે. તેનો જાપ કરવાથી કોઈ પણ પ્રકારના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. પણ મંત્રના જાપ અને માતાની પૂજામાં ઘણી સાવચેતીની જરૂર રહે છે, નહિ તો વ્યક્તિ ઉપર તેની અવળી અસર પણ પડી શકે છે. એટલા માટે આ મંત્રની સિદ્ધી અને તેના જાપ કોઈ જ્યોતિષાચાર્યની દેખરેખમાં જ કરો.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.