માં બહુચરનો અલૌકિક – અકાલ્પનિક પરચો, ભક્તોની લાજ રાખવા માં એ કર્યું આ કામ.

0
780

“ભટ્ટજી ને જ્યાં મહેણું દે, માં બહુચરની બોલ્યા જય, સત્તરસો બત્રીસની સાલ, માગસર સુદ બીજ ને સોમવાર, બહુચર માં ના નામે કરી, નોતરાં સૌને દીધા ફરી, રસ રોટલી ની માંગી નાત, સ્વીકારી ભટ્ટજીએ વાત. “ —- બહુચર બાવની માંથી

આજ થી આશરે ૩૪૪ વર્ષ પૂર્વે બનેલી આ ચમત્કારી ઘટના મુજબ, બહુચર માતાજી ના પરમ ભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટ બહુચરાજી માં રહેતા હતા. માતાજી એ સ્વપ્ન માં આવી ને કહ્યું કે “ તમારા માતાજી સ્વર્ગસ્થ પામ્યા છે.” તો તમારે અમદાવાદ જવું પડશે. ત્યારે જ્ઞાતિજનોએ ભટ્ટજી પાસે જ્ઞાતિ ભોજન માગ્યું. ભટ્ટજી એ માતાજી ને પ્રાર્થના કરી કે, હે…… માં ….હું તો નિર્ધન છું.

આ સ્થિતિ માં અમારા થી કોઈ જ્ઞાતિ ભોજન થાય તેમ નથી. માતાજી એ ધરપત આપતા કહું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ? તમે જ્ઞાતિજનોને ઈચ્છિત ભોજન જમાડો. હું તમારી સાથે છું. માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા.

જ્ઞાતિજનો (ભટ્ટ મેવાડાની નાગરી નાત) એ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ રોટલીનું ભોજન માગ્યું. અને વલ્લભ ભટ્ટજીએ તરત જ હા પાડી દીધી. એમને પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર માસમાં કેરી ક્યાંથી મળે?

એટલે ભોજનના દિવસે વલ્લભ અને ધોળા ભટ્ટે દુધેશ્વરમાં સ્મશાન ગૃહ છે ત્યાંની વાટ પકડી. મધ્યાહન થતા જ્ઞાતિજનો જમવા આવવા લાગ્યા. કોઈ તૈયારી ના જોઈને ભટ્ટજીને કપટી – પાખંડીના વિશેષણથી ટીખળ કરવા લાગ્યા.

આ સમયે શ્રી બહુચર માતાજીએ વલ્લભરામનું અને નારસંગવીર દાદાએ ધોળા ભટ્ટનું રૂપ ધારણ કરી ભક્તની લાજ રાખતા આખી નાતને રસ – રોટલીનું ભોજન જમાડ્યું. આ દિવસે માગસર સુદ બીજને સોમવાર સંવત ૧૭૩૨ ની સાલ હતી.

માં બહુચરના તો આવા અનેક પરચાઓ છે. જેની કલ્પના કરવી પણ બહુજ મુશ્કેલ છે.

તો આપણે વધુ મા વધુ માં ની ભક્તિ કરીએ અને એમના ગુણગાન ગાતા રહીએ.

– સાભાર પટેલ જેન્તી વૈષ્ણવ (અમર કથાઓ ગ્રુપ)