ડોંગરગઢમાં આવેલા આ પવિત્ર મંદિરમાં દર્શન માત્રથી પૂરી થાય છે ભક્તોની મનોકામના.

0
441

મધ્ય ભારતમાં આવેલું છે એક એવું મંદિર, જ્યાં દર્શન માટે દૂર દૂરથી આવે છે ભક્તો.

ભારતના લગભગ દરેક રાજ્ય કોઈને કોઈ દેવી કે પછી દેવતા માટે આસ્થાનું કેન્દ્ર જરૂર છે. ઉત્તરાખંડ, હિમાચલ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ કે પછી ઉડીસા હોય, દરેક જગ્યાએ હિંદુ ભક્તો માટે કોઈને કોઈ રૂપમાં પવિત્ર સ્થળ છે. હિન્દુસ્તાન લગભગ 50 હજારથી પણ વધુ પવિત્ર દેવી દેવતાઓનું સ્થળ, મંદિર કે પછી મૂર્તિ માટે ઓળખાય છે.

આજે અમે તમને જે મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તેને લગભગ બે હજાર વર્ષથી વધુ પ્રાચીન માનવામાં આવે છે. આ મંદિરને લઈને ભક્તોનો અભિપ્રાય છે કે, આ મંદિરમાં માં બમ્લેશ્વરી દેવીના દર્શન માત્રથી લાખી ભક્તોની મનોકામના પૂરી થઇ જાય છે. તો આવો જાણીએ આ મંદિર વિષે.

ઈતિહાસ અને ક્યાં આવેલું છે આ મંદિર?

માં બમ્લેશ્વરી દેવી મંદિરનો ઈતિહાસ ઘણો જ પ્રાચીન છે. આ મંદિરને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી નથી કે તેનું નિર્માણ ક્યારે થયુ હતું? પણ ઘણા જાણકારોનું માનવું છે કે, આ મંદિરનું નિર્માણ લગભગ 2 હજાર વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. તેને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ મંદિરનું નિર્માણ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય દ્વારા કરાવવામાં આવ્યું હતું. તેનું પણ કોઈ મૂળભૂત પ્રમાણ નથી. આ મંદિર છત્તીસગઢના ડોંગરગઢમાં આવેલું છે. આ મંદિર લગભગ એક હજારથી પણ વધુ ફૂટની ઉંચાઈ ઉપર આવેલું છે.

મંદિર સાથે જોડાયેલી પૌરાણીક કથાઓ :

માં બમ્લેશ્વરી દેવી મંદિરને લઈને ઘણી પૌરાણીક કથાઓ છે. પણ બધી પૌરાણીક કથાઓ માંથી એક મુખ્ય છે. કહેવામાં આવે છે કે, પ્રાચીન સમયમાં રાજા વીરસેન સંતાનવિહીન હતા. તેથી રાજાના પુજારીઓએ તેમને કહ્યું કે, તમે માં બમ્લેશ્વરી દેવીની પૂજા કરો. ત્યાર પછી રાજાએ માતાની પૂજા કરી અને લગભગ એક વર્ષ પછી તેમની પત્ની એટલે કે રાણીએ એક સંતાનને જન્મ આપ્યો. આ ઘટના પછી લોકોમાં આ મંદિર પ્રત્યે આસ્થા વધી ગઈ. અને કહેવામાં આવે છે કે, જે પણ ભક્ત આ મંદિરમાં પૂજા કરવા આવે છે તેમની મનોકામના માતાના દર્શન માત્રથી જ પૂરી થઇ જાય છે.

હજારો સીડીઓ ચડ્યા પછી થાય છે દર્શન :

આ મંદિર લગભગ એક હજાર ફૂટથી પણ વધુ ઉંચાઈ પર આવેલું હોવાથી, આ મંદિરમાં માતાના દર્શન કરવા માટે લગભગ એક હજારથી પણ વધુ સીડીઓ ચડવી પડે છે. દશેરા અને રામનવમી દરમિયાન આ મંદિરમાં લાખો ભક્તોની ભીડ જોવા મળે છે. નવરાત્રીના સમયમાં અહિયાં ઘણા દિવસો સુધી મેળાનું પણ આયોજન થાય છે. જેમાં ફરવા માટે દુર દુરથી પ્રવાસીઓ આવે છે.

સમય અને આસપાસ ફરવાના સ્થળ :

આ મંદિરની આસપાસના વિસ્તારોમાં ફરવા જવાનો કોઈ ચોક્કસ સમય નથી. અહિયાં ફરવા માટે ક્યારેય પણ જઈ શકાય છે. પણ સૌથી સારો સમય નવરાત્રીનો જ માનવામાં આવે છે. આ મંદિરની આસપાસ ફરવા માટે ઘણા ઉત્તમ સ્થળો આવેલા છે. મૈત્રી બાગ, સિવિક સેન્ટર અને તાંદુલા જેવા ઘણા બીજા સ્થળ ઉપર પણ તમે ફરવા માટે જઈ શકો છો. અહિયાં તમે રોડ, ટ્રેન અને વિમાન માર્ગે પણ પહોંચી શકો છો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.