અરજ કરુ માઁ આરાસુરી, તને વંદુ હુ વારંવાર,
બાલુડા તારા વિનવે, માં તુ ઉગારજે ભવ પાર,
ઉગમણા તારા બેસણા, મલકાય છે તારુ મુખ,
દુઃખીયા આવે તારી પારે, માડી હરતી સર્વ દુઃખ
કરજોડી ને કરગરે, અંબા તુ સકલ જગત ની માઁ,
વિપતે આવે દોડતી, હરખાય ઉજળા દિલ ની માઁ,
સકલ શ્રુષ્ટિ ની દાતા, વિઘ્નહર્તા વરદાયની વિરાટ,
પલ પલ ક્ષણ ક્ષણ રટણ કરુ, માઁ ધરે રુપ વિરાટ
ગગન ગોખ ડુંગર તટે, તુ વિચરતી રહેતી માત,
ભોળા ભક્તો ના દિલ માં તુ સદાય વસતી માત,
માઁ ના ગુણલા ગાતા, અમ મનડા બહુ હરખાય,
“રાજ” માઁ ના શરણે, માનવીઓ પગપાળા જાય.
રચના – રાજેશભાઇ એસ કુકરવાડિયા, (વ્યાસ) ધ્રુવનગર, મોરબી.