આ ચૈત્ર નવરાત્રિમાં માં ચામુંડાનો આ ગરબો ગાઈને મેળવો તેમની કૃપા, ખુબ સુંદર ગરબો છે, ગાવાનું ચૂકશો નહીં.

0
640

માં ચામુંડાનો ગરબો :

– નરેન્દ્રભાઈ બી વાઘેલા, દમણ.

આવોને માડી રમવા

ચોટીલા વાળી ચંડી ચામુંડા માતા…..

નવલખ તારલે માડી તારો ગરબો

નર નારીઓ સંગે ઘુમે માડી ગરબે

વાગે ઢોલ શરણાઈ હો માડી ગરબે

ચારે કોર મંગળ વર્તાય હો માડી ગરબે

આવોને માડી રમવા

ચોટીલા વાળી ચંડી ચામુંડા માતા….

બાળ અબાલ વૃદ્ધ ઘુમે ગરબે

ધરતી ધમ ધમ થાય માડી ગરબે

હું ગોતું તને ઝીણી ઝીણી નજરે

દર્શન આપી પાવન કર માં ગરબે

આવોને માડી રમવા

ચોટીલા વાળી ચંડી ચામુંડા માતા….

તારી જ્યોતમાં બ્રમાનંડનો વાસ

હું તને કેમ કરી પાડું નોખી ગરબે

હૈયામાં એક આશા છે અવિનાશી

દર્શન કરવા તારાં મારે નવલા ગરબે

આવોને માડી રમવા

ચોટીલા વાળી ચંડી ચામુંડા માતા….

આશા કરો પૂર્ણ મારી હો માડી

વહેલાં માં વહેલી તું આનંદ ગરબે

ગરબે ઘૂમે નરને નારી હો રંગ માં

ભળે જો તારાં ઝાંઝરનો રણકાર

આવોને માડી રમવા

ચોટીલા વાળી ચંડી ચામુંડા માતા….

તો પાવન થાય સર્વે નરને નારી ગરબે

હો કૃપાળુ દેવી દુર્ગા આજ ગરબે

માં આવતું બટુક, કાળ ભૈરવ સંગે

હૈ સિંહ અસવારી માં તારા ગરબે

આવો ને માડી રમવા

ચોટીલા વાળી ચંડી ચામુંડા માતા…..

તારાં ગરબા ગાવ હ્રદયે ઉર્મી ભરી

આજે આપણે આનંદની હેલી ગરબે

જય જયહો કલ્યાણકારી દેવી દુર્ગા

કરો જગત કલ્યાણ પાવન ગરબે

આવો ને માડી રમવા

ચોટીલા વાળી ચંડી ચામુંડા માતા….

– નરેન્દ્રભાઈ બી વાઘેલા, દમણ.

સર્વે મિત્રોને મારાં જય માતાજી અને કોઈ મિત્રો ગાતાં હોય એ આ ગરબો ચોક્કસ ગાઈ અને પ્રેક્ટિસ કરી જ્યાં તક મળે ત્યાં ગાઈ જુઓ અને મને પણ મેસેન્જર ઉપર મોકલજો…. જયહો.

ચૈત્રી નવરાત્રીનાં મારાં એડવાન્સમાં જય માતાજી.