જય હો માં ગાંડી ગેલ ગાત્રાળનો
ઓખાના બાદશાહે ફરમાન બહાર પાડ્યું કે રાજ્યની અંદર કોઈએ પણ હિન્દુ દેવી-દેવતાનુ પુજા – પાઠ – નામ સ્મરણ – ભક્તિ કરવી નહી, ફક્ત અલ્લાહની જ બંદગી કરવી, ફરમાન ભંગ કરનારને કારાવાસની સજા કરવામાં આવશે.
આોખાનો “ચારણ આલા ભગત”તો દેવી ઉપાસક જોગમાયાની આરાધના વિના દિવસ ઉગે પણ નહી ને આથમે પણ નહી. આલા ભગત માતાજીની આરાધના કરે છે.
“સ્થળ સ્થળ મહી તુજ વાસ હૌ
પળ પળ સદા તુ જાગતી…
દિન- રાત તારા ભક્તની સંભાળ મા તુ રાખતી…”
ચારણ આલા ભગત દ્વારા ઉચ્ચારવામાં આવતી માતાજીની સ્તુતિના શબ્દો બાદશાહના સિપાહી સાંભળે છે, અને આલા ભગતને ઠપકો આપે છે આ રાજ્યમા રહેવુ હોય તો ફક્ત અલ્લાહની જ બંદગી કરવી નહિતર કારાવાસની સજા કરવામાં આવશે.
આલા ભગત કહે છે કે હુ ચારણને દિકરો છે, દેવીપુત્ર છુ, મારા મુખમાંથી ફક્ત જોગમાયાની આરાઘના જ થાય અને રહી વાત અલ્લાહની બંદગીની તો આજે પણ નહી અને કાલે પણ ન થાય, કઈ દેજો તમારા બાદશાહને કે કારાવાસ તો શુ યમવાસ પણ મંજુર છે.
સિપાહીઓ આલા ભગતને બંદી બનાવી બાદશાહ સમક્ષ હાજર કરે છે. બાદશાહ બંધી બનાવેલ ચારણ આલા ભગતને હિન્દુ દેવી-દેવતાનુ ગુણગાન બંધ કરી અલ્લાહની બંદગી કરવા સામ-દામ-દંડ-ભેદ ની બધી નિતીથી સમજાવે છે, પરંતુ ચારણ એક ના બે થતા નથી અને બાદશાહને કહે છે જપુ નામ જોગણી તણુ બીજુ નામ મુખથીના ભણુ.
મો તમંજુર છે પણ ભેળીયાવાળી સિવાય બીજા કોઈને ના ભજુ.
છેવટે બાદશાહ ગુસ્સે થઈને સિપાહીઓને આજ્ઞા કરે છે કે આ ચારણને કારાવાસમાં પુરી મરચાની ધુવાડી દો હુ પણ જોવ છુ કેવીક હિન્દુળાની દેવ આની મદદે આવે છે, ફરમાન મુજબ સજા આપવા કારાવાસમા પુરી દિયે છે.
આલા ભગત માતાજીને આરાધના કરે છે, પણ એ આરાધના પણ કેવી કે શરીરના કરોડો રૂવાંડા ખરડીને ખાંડા થઈ જાય,
(કવિ શ્રી ચીમનભાઈ ગજ્જરના હસ્તે લખાયેલ જગદંબાની સ્તુતિ..)
સાંભળ કરૂં છું સાદ સગતી સમય કપરે આ સમે,
કળજગ તણું જગ જોર જામ્યું ધર કટક દળ ધમધમે,
અબ વાર કરવા આજ જગદંબા આવજે વખતે અણી,
ત્રીભુવન તણી ધીંગો ધણી હવે જાગ આોખાની જોગણી.
મન ખોટ દાનત સાવ મેલી પાપીયા કંઈ પીખતા,
સંતાપતા સંતો ગરીબની વાડ્ય લઈને વીખતા,
અધમા અધમ કંઈ અહર સરખા ઘાતકી રીતું ઘણી,
ત્રિભુવન તણી ધીંગો ધણી હવે જાગ ઓખાની જોગણી.
દુષટો દગલ બાજો દલાલો પાપીયા અણ પાર છે,
ધોખા ધડી વિશવાસ નઈ તંતો ઘણી તકરાર છે,
ભુલ્યા અભાગી ભાન ચૌ દિશ રીત રાખહ ચોગણી,
ત્રિભુવન તણી ધીંગો ધણી હવે જાગ ઓખાની જોગણી.
લંપટ ભરખતા લાંચ કાજી ન્યાય ક્યાં સવળો કરે,
કોટવાલ કરતા કંઈક ગુના પાપ કર પેટજ ભરે,
દૈતો તણાં દળ ત્રાસ દે, નઈ ધ્યાન દે ધરણી ધણી,
ત્રિભુવન તણી ધીંગો ધણી હવે જાગ ઓખાની જોગણી.
તરકાં તરારાં બોમ બારાં ધોમ ધારાં લોઈરાં,
બંધક ગલોલી રમત હોલી દૈત્ય ટોલી દોઈરાં,
પાપી લીયે પટ પ્રાણ માનવ ખોળીયા માંથી ખણી,
ત્રિભુવન તણી ધીંગો ધણી હવે જાગ ઓખાની જોગણી.
આ બાદશાહ આપણી પ્રજાને હેરાન કરે છે તમારુ નામ પણ નથી લેવા દેતો, અને હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે માટે હે “મા” જગદંબા આપને વિનંતી કરુ છું કે આ બાદશાહના ત્રાસ માથી નગરજનોને મુક્તિ અપાવ……
“માં” મનેમો તનો ભૈ નથી અને આ અભિમાની બાદશાહથી ડરતો પણ નથી,
પણ…. વાત હવે જીદે ચડી છે હિન્દુઓની દેવીના અસ્તિત્વ ઉપર મુગલ બાદશાહે આંગળી ચિંધી છે.
આગળનું બીજા ભાગમાં.
– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)