માં ગાંડી ગાત્રાળ અને ભક્તોની કથા ભાગ 11 : માં પોતાના ભાઈ-બહેનો સાથે ભુતવાવ જાય છે તેની કથા.

0
493

ભાગ 1 થી 10 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

જય હો મા ગાંડી ગેલ ગાત્રાળનો

આગળના ભાગમાં આપણે જાણ્યું કે કેવી રીતે માતાજીએ ગોધમા રાક્ષસનો અંત કર્યો. આવો હવે આગળની કથા જાણીએ.

મા ગાંડી એ ગોધમાને મા રવા માટે ગીરના આખા જંગલમા ભ્રમણ કરી ગીરને પાવન કર્યુ ત્યારથી ગીરને ગાંડીગીર તરીકે પણ ઓળખવામાં આવે છે. મા ગોધમાની ગાંડી ગાત્રાળે અવતાર કાર્યની લીલા પુર્ણ કરી બીજો અવતાર ગોહીલવાડમા મામડીયા ચારણને ત્યા મા ખોડીયારના નાના બેન ગેલઆઈ તરીકે ધારણ કર્યો. સાતેય બહેનો એ સમગ્ર સૃષ્ટિનો ઉધ્ધાર કરવા માટે ઘણા રાક્ષસોનો નાશ કર્યો અને તેમના ભક્તોને દર્શન આપી તેમનો જન્મારો સુધાર્યો.

ગાત્રાળ થઈ છે ગેલી, ગાંડી ગીર વાળી, ગોધમપુર વાળી, મા ભેળીયાવાળી.

ગાંડી ગેલના પરચા તો અપરંપાર છે પણ આપણે અત્યારે માતાજીએ જેના કારણે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો તે ભાડલાનો ભયાનક બાબરો ભુત અને તેની ૧૮૦૦ ભુતાવળની માયાજાળને ગાંડી ગેલે પોતાના વશમા કર્યા તે ઈતિહાસ વિષે જાણીએ.

મામડીયા ચારણના નેસમા સાતેય બહેનો અને મેરખીયો વિર વાતો કરે છે.

મા ગાંડી ગેલ : બહેન ખોડલ હવે મારે આ અવતાર કાર્ય પૂર્ણ કરવા ભાડલા જવાનો સમય આવી ગયો છે.

આઈ ખોડીયાર : હા ગેલ તુ કહે ત્યારે ભાડલા જઈ.

મેરખીયો વિર : બેન ગેલ મને પણ તમારી સાથે લેતા જજો મારે પણ ભાડલાની ભુતવાવ જોવી છે.

મા ગાંડી ગેલ : હા ભાઈ આપણે બધા સાથે જ ભુતવાવ જોવા જશુ.

ગેલઅંબે બધી બહેનોને કહે છે આપણે કાલે સવારે ભાડલા તરફ પ્રયાણ કરીશુ, અને હા બેન ખોડલ તારા પગમા ખોટ છે માટે તુ અમારી પહેલા હાલતી થઈ જાજે. અને ગોહિલવાડ થી પાંચાલના રસ્તામા જેને જ્યા બેસણા કરવા હોય તે જગ્યાએ પથ્થર પર સિંદુરીયા થાપા મારી નિશાન કરવુ.

બીજા દિવસે વહેલી સવારે આઈ ખોડીયાર બધાની પહેલા ભાડલા તરફ હાલતા થાય છે, બાકીના બધા થોડીવાર પછી તે તરફ જાય છે.

આઈ ખોડીયાર રસ્તામા ઘણી જગ્યાએ બેસણા કરી ધીરે ધીરે આગળ વધે છે રસ્તામા એક સ્ત્રી હૈયાફાટ રૂદન કરે છે.

સ્ત્રી : (રડતા -રડતા) હે માતાજી તે આ અભાગણી પર કેવો કેર વરસાવ્યો આના કરતા આ કાળોતરો મને ભરખી ગયો હોત તો સારું હતુ.

આઈ ખોડીયાર તેની બાજુમાં આવી તેને છાની રાખી રડવાનુ કારણ પુછે છે.

સ્ત્રી : (દંડવત પ્રણામ કરી) જય હો મા ખોડીયારનો, હે જગદંબા મારા જુવાનજોધ દિકરાને કાળોતરો નાગ ભરખી ગયો છે અને મારા દિકરાનુ મો તથયું છે.

આઈ ખોડીયાર : અરે બાઈ તુ ધીરજ રાખ હુ હમણા એ કાળોતરાને બોલાવુ છુ.

આઈ ખોડીયાર નાગને આણ આપે છે તુ જ્યા હો ત્યાથી અહી આવ અને આ બાઈના દિકરાનુ ઝે રચુંસી લે નહીતર તારા આખા નાગકુળનુ જો નામોનિશાન નો મિટાવી દઉને તો તો હુ મામડીયા ચારણની ખોડલનો કેવાવ.

“ચોકમા મેલાવુ તાવડા એમા તાતાય સિંચાવુ તેલ

હાક મારી હોંકારો આપજે એમા ખોટી નો પડતી ખોડીયાર”

જગદંબા ખોડીયારનુ વેણ સાંભળી તે કાળોતરો નાગ ત્યાં આવી માતાજીને વંદન કરે છે.

નાગ : ખમ્યયા કરો મા ખોડીયાર ખમ્મયા કરો, તારો છોરુ જાણી મને માફ કરો.

આઈ ખોડીયાર : ઠીક છે, હવે જલ્દીથી આ બાળકનુ ઝે રચુંસી લે.

નાગદેવતા તે બાળકનુ જેવુ ઝે રચુંસી લે છે કે તરત જ તે બાળક આળસ મરડીને ઉભો થાય છે.

પેલી સ્ત્રી મા ખોડીયારનો જય જયકાર બોલાવે છે, મા ખોડીયાર તેમને ઘરે જવાનુ કહે છે.

માતાજી પેલા નાગદેવતાની સાથે વાત કરે છે.

આઈ ખોડીયાર : તને મનુષ્યોને દંશ દેતા શરમ નથી આવતી.

નાગદેવતા : “મા” મારા રોમે-રોમમા કાળી બળતરા થાય છે હુ શ્રાપના કારણે નાગયોનીની યાતના ભોગવુ છુ. “મા ખોડલ” મને આમાંથી મુક્તિ અપાવો.

આઈ ખોડીયાર : આજથી તને આ યાતનામાથી મુક્તિ અપાવુ છુ.

આઈ ખોડીયાર નાગદેવતાના માથા પર હાથ ફેરવે છે અને કહે છે આજથી તુ જગતમા ખેતલીયો થઈને ઓળખાઈશ તેમજ ચોંસઠ જોગણીના આગેવાન તરીકે તારી પુજા થશે.

આ મારી લીલાનો જ એક ભાગ હતો.

ખેતલીયા દાદા : જય હો મા ખોડીયારનો નો, જગદંબા તમારી લીલા અપરંપાર છે.

આઈ ખોડીયાર : અમે સાતેય બહેનો અને મેરખીયો વિર ભાડલા જાઈએ છિએ તો તુ પણ અમારી સાથે ચાલ.

(ગાંડી ગેલ અને બધા આઈ ખોડલ ઉભા છે ત્યા પહોંચી જાય છે)

આઈ ખોડીયાર બધી બહેનોને સમગ્ર ધટનાની વાત કરે છે.

ગાંડી ગેલ : બેન ખોડીયાર તે તો ગોહીલવાડ થી પાંચાલ સુધીમા એકપણ ઠેકાણુ બાકી ન રાખ્યુ કે જ્યા અમે બેસણા કરી શકીયે.

આઈ ખોડીયાર : ગેલી તારી વાત તો સાચી છે હવે આપણે એમ કરીએ ભાડલા ગામમાં આપણે સાતેય બહેનો મેરખીયો વિર અને વિર ખેતલો બધા સાથે બેસણા કરી.

ગાંડી ગેલ : સારૂ બેન જેવી તારી ઈચ્છા.

બધા ભાડલા ગામમાં પહોંચે છે ત્યા સામેથી આલા સલાટ આવે છે અને બધી જોગમાયાના ચરણોમા દંડવત પ્રણામ કરી રડવા લાગે છે અને ગાંડી ગેલને કહે છે, માતાજી તમારા દર્શન કરવા હુ ગાંડોતુર બની ભમુ છે. તમે મને બોવ રાહ જોવડાવી.

ગાંડી ગેલ : આલા સલાટ તમે મને આેળખી ગયા, તમને આગલા જન્મની બધી વાતો હજુ યાદ છે.

આલા સલાટ : જોગમાયા મો તતો આ શરીરનુ થયુ તુ પણ આત્માતો એનો એ જ છે, હુ તમારા આધારે તો જીવુ છે તમને ના ઓળખુ એવુ કેમ બને, તમે આપેલ વચન મુજબ હુ તમારા આવવાની રાહ જોતો જોતો જીંદગીના દિવસો ટુંકાવી રહ્યો છુ.

ગાંડી ગેલ : હવે તો હું આવી ગઈ છુ તમારે ચિંતા કરવાની જરૂર નથી.

આલા સલાટ : જેની માથે તમારો હાથ હોય એને ચિંતા શેની.

ગાંડી ગેલ : આલા સલાટ અમે બધા અહી ભાડલાની વાવ જોવા આવ્યા છી અમને તે વાવ પાસે લઈ જાવ.

આલા સલાટ : જેવો તમારો હુકમ… પણ તે વાવમા તો ભુતાવળનો વાસ છે અને બાબરો ભુત અને તેની ભુતાવળ ત્યાં જે જાય તેને મા રીને ખાઈ જાય છે, તે વાવમા કાઈ જોવા જેવુ નથી.

ગાંડી ગેલ : પણ મારે તો એ વાવ જોવી જ છે હુ તે જોઈને જ રહીશ તમારે કોઈને મારી સાથે આવવુ હોય તો હાલો નકર હુ આ એકલી હાલી.

આઈ ખોડીયાર : આલા સલાટ આ અમારી સાતેય બહેનોમા માથાફરેલ છે, આ લીધી વાત નહી મેલે એટલે તો બધા એને ગાંડી કહે છે.

ગાંડી ગેલ : બેન ખોડલ આ જગતમા જે કામ ડાહ્યા થી નો થાયને ઈ કામ આ “ગાંડી” જ પાર પાડે હો…. આ “ગાંડી” એ કરેલો લીટો આ ત્રણેય લોકમા કોઈથી નો ભુંસાય અને હાક તો એવી જ હોવી જોય કે સામેવાળો નામ સાંભળેને ત્યા જ એનો પરસેવો છુટી જાય.

તમે હજી લાગણીના તાંતણે બંધાઈને જાતુ કરી દો, આયા તો જાતુ કેમ કરાય ઈ શબ્દ હાયરે મારે કાઈ લેવાદેવા જ નથી આપણા થી કાઈ જાતુ નો થાય આપણો તો ચોખ્ખો હિસાબ કર્યુ એટલે ભોગવવાનુ.

આઈ ખોડીયાર : (હસતા – હસતા) એય ગાંડી અમને બધુય સમજાય ગયુ હવે તુ તારૂ મોઢુ બંધ કર તુ તો સાવ ઘેલી છો, હાલો આલા સલાટ આને વાવ પાસે મેલતા આવી.

બધા હસતા – હસતા ભુતવાવ તરફ જાય છે.

આગળની લીલા પછીના ભાગમાં.

ભાગ 1 થી 10 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)