માં ગાંડી ગાત્રાળ અને આલા ભગતની કથા ભાગ 2 : વાંચો સાચા ભક્ત અને ભક્તિની શક્તિની કથા.

0
448

ભાગ 2 :

પહેલો ભાગ તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

(પહેલા ભાગમાં જોયુ કે કારાવાસમા બંધ આલા ભગત માતાજીને આરાધના કરે છે)

કાલે પ્રભાતના પહેલા પહોરમા આપની પુજા-અર્ચના કર્યા બાદ જો તમે આ અભિમાની બાદશાહને પરચો નહી બતાવો તો હુ “જીભ કરડીને” મો તવહાલુ કરીશ.

આલા ભગતનની અંતરની આરાધના ભગવતી એ સાંભળી લીધી,

તે જ રાત્રે ઓખાના મંડાણની દેવી “માં” ગાંડી બાદશાહના સ્વપ્નમા જઈ કહે છે કે, હે અભિમાની બાદશાહ કાલે સવારે કારાવાસમાં પુરેલ મારા ભક્ત આલા ભગતને છોડી દેજે અને મારા નગરજનોને રંજાડવાનુ બંધ કરી નીતિથી તારી સલ્તનત ચલાવજે એમાંજ તારી ભલાઈ છે.

જો મારી આ વાતમા કોઈપણ ચુક થશે તો રાજા કરણની વેળા થાય એટલે કે પ્રભાતના પહેલા પોરમા તારી બેગમને ધુણતી કરી તારૂ લો હીપીઈ જાઇશ અને તારા આ રંગમહેલને કબ્રસ્તાનમાં ફેરવી નાંખીશ. આ ઓખાના મંડાણની ગાંડીનો બોલ છે આને ખાલી સપનુ નો સમજતો આ હિન્દુની દેવીનુ વચન છે.

આટલુ કહી “મા” ગાંડી અટ્ટહાસ્ય કરી અંતરધ્યાન થઈ જાય છે.

બાદશાહ ભર નીંદરમાંથી સફાળો જાગી થરથર ધ્રુજવા લાગે છે વિચારે છે આ તે કેવુ સ્વપ્ન? આ સ્વપ્ન હતુ કે મારા મનનો વહેમ હતો બાદશાહ વિચારોના વંટોળે ચડે છે. માતાજીનો અટ્ટહાસ્ય કરતો ચહેરો એને નજર સમક્ષ દેખાય છે. રાત્રીના છેલ્લો પહોર ચાલુ છે બાદશાહને નિંદર આવતી નથી, વહેલી સવારે પોતાના શયનકક્ષ માંથી બહાર નીકળે છે પરંતુ નસેનસમા ભરેલુ અભિમાન એને સત્ય સમજવા નથી દેતુ, મનનો વહેમ સમજી સપનાની વાત ભુલી નિત્યક્રમ મુજબ કચેરીમા હાજર થઈ રાજ્યની ગતિવિધિની ચર્ચા કરવા લાગે છે.

આ બાજુ કારાવાસમા “ચારણ આલા ભગત” માતાજીની પૂજા અર્ચના કરવા લાગે છે.

સૂર્યનારાયણની પહેલી કિરણ પૃથ્વી પર પડતાની સાથે જ બેગમની દાસી દોડતી દોડતી કચેરીમા દાખલ થઈ એકીશ્વાસે કહે છે, જહાંપનાંહજી “ગુસ્તાખી કે લિયે માફી” અચાનકથી બેગમ સાહીબાનો વ્યવહાર બદલાઇ ગયો છે અને આખુ શરીર ધ્રુજે છે તેમજ અલગ પ્રકારની ભાષા બોલે છે.

બાદશાહને માતાજીનો અટ્ટહાસ્ય કરતો ચહેરો સામે દેખાય છે અને રાત્રિનુ સ્વપ્ન યાદ આવે છે, બાદશાહ હુકમ કરે છે કે કિલ્લાનો ચોકી પહેરો વધારી દો બહારની કોઇપણ વ્યક્તિને અંદર પ્રવેશવા દેશો નહી તેમજ લડાઈમા કુશળ અને વિશ્વાસુ એવા 100 સૈ નિકોની ટુકળીનો પહેરો મારી આસપાસ ગોઠવી દો, હવે હુ પણ જોવ છુ કે આ હિન્દુળાની દેવી મારુ શુ બગાડે છે?

(બાદશાહને ક્યાંથી ખબર હોય કે મા જગદંબાની પાપંણના એક જ પલકારે આખેઆખી પૃથ્વી પલ્ટી જાય, તો આ કિલ્લાબંધી એને શુ રોકવાની)

હુકમનુ પાલન થાય છે અને પહેરાબંધી સાથે બાદશાહ પોતાની બેગમના રૂમમાં પ્રવેશી જુવે છે કે બેગમ ધુણી રહી છે અને બાદશાહની સામે અટ્ટહાસ્ય કરી કહે છે સમજાવવા છતા ન સમજ્યોને લે આ હિન્દુની દેવ ગાંડી નો પહેલો પરચો. કારાવાસનો પહેરો વધારી દેવો હોય તો વધારી દેજે હવે હુ મારા ભક્ત આલા ભગતને બંદીમુક્ત કરવા જાવ છુ. આટલુ બોલી બેગમ બેહોશ થઈ જાય છે.

આગળનું ત્રીજા ભાગમાં.

પહેલો ભાગ તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)