માં ગાંડી ગાત્રાળ અને આલા ભગતની કથા ભાગ 3 : વાંચો સાચા ભક્ત અને ભક્તિની શક્તિની કથા.

0
1512

ભાગ 1 અને 2 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

જય હો ગાંડી ગેલ ગાત્રાળ

(આગળના ભાગમાં જોયુ કે બેગમ બેહોશ થઈ જાય છે)

બેગમ સાહીબા બેહોશ થઈ જમીન પર ઢળી પડે છે, બાદશાહ ગુસ્સે થઈ રઘવાયા ઢોરની જેમ આંટાફેરા કરવા લાગે છે, ઉપર નજર કરીને કહે છે ઓ…. જાદુગરણી આજે હુ તને નહી છોડુ,

બાદશાહ સિપાહીઓને હુકમ કરે છે કે કારાવાસમા રહેલ આલા ભગતની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે તેમજ બહારની કોઇપણ વ્યક્તિ નજરમા આવે તો તેનેમોં તને ઘાટ ઉતારી દેવામાં આવે.

“માતાજી” કારાવાસમા બંધ આલા ભગતને છોડાવવા માટે કારાવાસના મુખ્ય દરવાજા સમક્ષ રુદ્ર સ્વરૂપે આંખોમાથી અગન જ્વાળા નીકળી રહી છે ભાલ પર એવુ તેજ છે કે જાણે સુર્યદેવ આજે માતાજીના કપાળમાંથી ઉદય થયા હોય અને એક હાથમા ખુલ્લી તર વાર બિજા હાથમા ત્રિ શુલ લઈ અતિ ક્રોપાયમાન સ્વરૂપે પ્રગટ થાય છે.

ગર્જના કરી સૈ નિકોને ચેતવણી આપે છે કે જેને પોતાનો જીવ વ્હાલો હોય તે મારા રસ્તામાથી દુર ખસી રાજમહેલની બહાર નીકળી જાવ. બાદમાં હુ અહીંથી એક ડગલુ આગળ ચાલ્યા બાદ આ રાજમહેલની અંદર એક પણ વ્યક્તિને જીવતો નહી મુકુ…. મારા બોલ મુજબ આ રાજમહેલને કબ્રસ્તાન કરી નાખીંશ.

માતાજીનુ રૂદ્ર સ્વરૂપ જોઈ ઘણાખરા સિપાહીઓ ભાગી જાય છે.

માતાજી પ્રચંડ વેગે કારાવાસ તરફ આગળ વધે છે માતાજીના ડગલા પૃથ્વી પર પડતાની સાથે આખો મહેલ ડોલવા લાગે છે,

સૈનિકોની ફોજમા રણચંડી બની “મા” ખુલ્લી તર વાર અને ત્રિશુલ લઈ કુદી પડે છે,

માતાજીની તર વાર વિંઝણાની જેમ તેજ-ગતીથી ફરે છે એ જોઈને ફોજમા હાહાકાર મચી જાય છે, એક તર વારના ઝાટકે દસ-દસ સૈનિકના મસ્તક ઉડાડતા માતાજી આગળ વધતા જાય છે, ઘડીના છઠ્ઠા ભાગમાં કારાવાસના બધા સૈન્યનેમોં તને ઘાટ ઉતારી આલા ભગત સમક્ષ હાજર થયા,

આલા ભગતની લોખંડની બેડીઓ આપમેળે તુટી જાય છે અને દરવાજો પણ ખૂલી જાય છે,

માતાજીનુ રૂદ્ર સ્વરૂપ જોઈને ગદગદીત થઈ દંડવત પ્રણામ કરી રડતા-રડતા સ્તુતિ કરે છે

અયિ ગિરિ નંદિનિ નંદિ તમે દિનિ વિશ્વ-વિનોદિનિ નંદ નુતે

ગિરિવર વિંધ્ય-શિરોઽધિ-નિવાસિનિ વિષ્ણુ-વિલાસિનિ જિષ્ણુનુતે |

ભગવતિ હે શિતિકંઠ-કુટુંબિણિ ભૂરિકુટુંબિણિ ભૂરિકૃતે

જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે…..

“માતાજી” સૌમ્ય સ્વરૂપ ધારણ કરી આલા ભગતને આશ્વાસન આપતા કહે છે તમારે રડવાનુ નથી હવે રડવાનો વારો તો બાદશાહનો છે, આપ ખુશીથી તમારા નેસળે જાવ,

માતાજીની આજ્ઞા શિરોમાન્ય રાખી આલા ભગત પોતાના નેસ તરફ પ્રયાણ કરે છે..

આગળનુ ચોથા ભાગમા.

ભાગ 1 અને 2 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)