ભાગ 1 થી 3 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
જય હો ગાંડી ગેલ ગાત્રાળ
(આગળના ભાગમા જોયુ કે માતાજીની આજ્ઞા શિરોમાન્ય રાખી આલા ભગત પોતાના નેસ તરફ પ્રયાણ કરે છે.)
આ તરફ “મા” રંગમહેલના દ્વાર પાસે આવી ત્રાડ પાડી કહે છે કે એ…..ય….. શિયાળીયા….બહાર આવ આ હિન્દુની દેવ અને હા જાદુગરણી…….કા… તારે મને જોવીતીને તો આવ બહાર બેગમખાનામા છુપાય ને કેમ બેઠો છો તુ તો કેતો’તો ને આ હિન્દુની દેવી મારુ શુ બગાડી લેવાની તો બહાર આવીને જો….
મરદ હો તો થા ભાયડો નમાલાની જેમ સંતાઈને શુ બેઠો છો બહાર આવ હુ તને યુ ઘ્ઘમાટે લલકારુ છું.
બાદશાહ 100 સિપાહીઓના સમુહ સાથે બહાર આવે છે, રાજમહેલના પટાંગણનુ ભયાનક દ્રશ્ય જુવે છેલો હીથી ખદબદ મા થા વિનાની/હા થ વિનાની /પ ગ વિનાની તો અમુકના તો વચ્ચેથી બે ભાગ થયેલી લા શોના ઢગલા વચ્ચે વિકરાળ સ્વરૂપ ધારણ કરી “માં ભગવતી” રક્તરંજીત તર વાર અને લો હીટપકતુ ત્રિ શુલ લઈ ઉભા છે.
બાદશાહ સિપાહીઓને હુકમ કરે છે આના ક ટકે ક ટકા કરી મહેલની વચ્ચોવચ દફનાવી દો.
માતાજી અટ્ટહાસ્ય કરી કહે છે બાદશાહ તુ મને શુ દફનાવવાનો આ મહેલને કબ્રસ્તાન બનાવી એમા તને અને તારા અભિમાનને આ જમીનના દફનાવવા તો આ “ગાંડી” એ આ રાજમહેલમા પગ મૂક્યો છે.
બાદશાહ થઈ જા સાવધાન, અને લે આ પેલો “ઘા” મારો એમ કહી સિપાહીઓની વચ્ચે તુટી પડે છે.
સામસામે ધમ સાણ યુ ધ્ધથાય છે, બાદશાહનુ લ ડાઈમા કુશળ એવુ સૈન્ય માતાજીના વા’ર સામે ઝાઝી વાર ટક્કર ઝીલી શકતુ નથી, એક પછી એકનો અંત કરતા માતાજી બાદશાહની પાસે આવી પહોંચે છે અને કહે છે હવે કોઈ બાકી છે તો બોલાવી લે પછી ક્યાક મનની મનમા નો રહી જાય.
બાદશાહ અત્યંત ગુસ્સે થઈ પુરેપુરી તાકાતથી જોગમાયા પર ઉપરાઉપરી પ્ર હાર કરે છે, એના એકપણ પ્રહારની તસુભાર પણ અસર “મા” પર થતી નથી, બાદશાહ યુ ધ્ધના બધા દાવ અજમાવી જુવે છે પણ બધા દાવ ખાલી જાય છે છેવટે કંટાળીને યુ ધ્ધનિયમના વિરુધ્ધની લ ડાઈ પણ લડી જુએ છે પણ બધા દાવ ફોગટ જાય છે.
માતાજી અટ્ટહાસ્ય કરી કહે છે બસ તારામા આટલી જ તાકાત છે તને તારી ભુજા પર બોવ અભીમાન હતુ ને કે તારા એક જ પ્રહારથી દુશ્મન જમીનદસ્ત થઈ જાતા તો આજે ક્યા ગઈ એ તારી મરદાનગી.
બાદશાહ સિંહનુ મુખોટુ પહેરી કાઈ સિંહ નો થઈ જવાય ઈ તો જયારે અસલ ડાલામથો સામે આવે ને ત્યારે પાણી મપાઈ જાય. આતો તારૂ અભિમાન ઊતારવા માટે તને મારા ઉપર પ્ર હાર કરવા દવ છુ બાકી તારા કરતા હજારોગણા શક્તિશાળી યો ધ્ધાને હુ મારા પગ નીચે દબાવીને ફરુ છે, કદાચ મારા પરસેવાનુ એક બુંદ પણ આ ધરતી પર પડે ને તો આ સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થઈ જાય.
બાદશાહ હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે યુ ધ્ધમાટે તૈયાર થા કહી “માં” બાદશાહ પર ભયાનક પ્ર હાર કરે છે. તર વારના એક જ ઝા ટકે બાદશાહના શરી રના બેઊભા ફા ડા કરી નાખે છે.
બાદશાહનુમો તથતા આકાશમાંથી દેવો દ્વારા માતાજીનો જયનાદ કરી પુષ્પવર્ષા કરવામા આવે છે.
“ઓખાના મંડાણની ગાંડી દેવી” બાદશાહના ત્રાસમાથી ઓખાના નગરજનોને મુક્ત કરે છે.
આોખાની દૈવી તરીકેનુ પહેલુ અવતાર કાર્ય અહી પૂર્ણ થાય છે.
આગળની લીલા પછીના ભાગમાં.
ભાગ 1 થી 3 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)