ભાગ 1 થી 4 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
જય હો માં ગાંડી ગેલ ગાત્રાળનો
હવે પછીના ઈતિહાસમા અંગ્રેજ સરકાર સામે બહારવટે ચડેલ મુળુ માણેક (વાઢેર)ના લોકવાયકા મુજબ બે ઈતિહાસ મળે છે એમાંથી જે ઈતિહાસની મને માહીતી છે તે રજુ કરુ છુ.
મુળુ માણેક ઓખાની અંદર ગોરી સરકાર સામે બહારવટુ ખેલે છે, અંગ્રેજ સરકારને મુળુએ નાકે દમ લાવી લીધો છે તેને જીવતો કે મ રેલો પકડનારને અથવા તેના ઠેકાણાની જાણ આપનારને મોટા ઈનામનની જાહેરાત કરે છે.
મુળુ માણેક “જગદંબાનો” ભક્ત હોય છે માતાજીના ભરોસે જ એનુ બહારવટિરયુ ચાલે છે. તે ક્યારેય ગરીબ પ્રજાને હે રાન કરતો નથી એ સંકટ સમયે હરહંમેશા પ્રજાની પડખે ઊભો રહે છે અને ગરીબોનો બેલી છે, તે ભેખડની કોરમા રહે છે તેના ઠેકાણાની જાણ એના સાથીઓ સિવાય કોઈ ને હોતી નથી, એના ગુપ્તચર આેખાની આસપાસ છુપાવેશે બધી જાણકારી મેળવી મુળુને આપે છે.
ઓખાની પ્રજાએ મુળુને ઓખાનો કિંમતી “માણેક”ની ઉપમા આપી છે, બધા તેને મુળુ માણેક કહીને જ બોલાવે છે. રાજા ભૈરવસિહ ઇનામની લાલચે અંગ્રેજ સરકારનો બાતમીદાર બની મુળુની માહિતી આપતો રહે છે.
“મૂળુ માણેક” ભૈરવસિંહની આંખમા કણાની જેમ ખૂંચે છે.
આ બધી ઘટનાની વચ્ચે દિલ્હીના બાદશાહની નજર “ઓખા” પર પડે છે, ઓખા કબ્જે કરવાના અરમાન સાથે માહિતી મેળવવા તેના સિપાહીઓને ઓખા મોકલે છે.
થોડા દિવસો પછી સિપાહીઓ દિલ્લીના બાદશાહ કલંદરના દરબારમાં આવી ઓખાની સમગ્ર માહીતીથી વાકેફ કરે છે કે ઓખા કબજે કરવા માટે મુળુ માણેકને રસ્તામાથી હટાવવો પડે તો જ ઓખા આપણા હાથમા આવે.
બાદશાહ સિપાહીઓને પુછે છે કે આ મુળુ માણેક કોણ છે અને તે શુ કરે છે? સિપાહીઓ જણાવે છે મુળુ માણેક ગોરી સરકાર સામે બહારવટુ ખેલે છે અને ખરાબ સમયે પ્રજાની સાથે ઉભો રહે છે, પચ્ચીસ બહાદુર અને નીડર યુવાનોની ટુકડી સાથે ગમે તેવડી ફૌ જ પર હુ મલો કરતા અચકાંતો નથી, તે ક્યારેય મો તની પરવા કરતો નથી.
બાદશાહ કલંદર તેના ખાસ ચતુર અને કપટી સુબા સેજકને કહે છે તમારી બુધ્ધિ મુજબ ઓખા કબજે કરી તેના પર રાજ કરો.
સેજક સિપાહીઓને હુકમ કરે છે ઓખા પર છુપાવેશે ચાંપતી નજર રાખો અને કાયમની સચોટ માહિતી મને પહોંચાડો.
એક દિવસ ભૈરવસિહની માહિતીના આધારે અંગ્રેજોની બટાલીયન મુળુ માણેક પર અચાન કહુ મલો કરે છે. છતાય મુળુ પોતાની ટોળકી સાથે ભાગવામા સફળ થાય છે પણ આેખાથી ઘણા દુર નિકળી જાય છે.
સેજક મોકાનો ફાયદો ઉઠાવી મુળુની ગેરહાજરીમા યુક્તિપૂર્વક દગાથી હુ મલો કરી ઓખા પોતાના કબજે કરે છે અને પ્રજા પર રોફ જમાવવા હે રાન કરવાનુ ચાલુ કરે છે.
થોડા દિવસો પછી મુળુ માણેક ઓખાના ભોંયરામાં નવા ઠેકાણે ધાંમા નાખે છે અને તેના સાથીદારને ઓખાના સમાચાર જાણવા મોકલે છે, સાથીદાર છુપાવેશે બધી જાણકારી મેળવી મુળુને આપે છે.
મુળુ માણેક અત્યંત દુખી થઈ જાય છે તેના સાથીઓ કહે છે, સરદાર તમે આટલા બધા કેમ મુંઝાયા છો? જે થાશે તે જોયુ જાશે આપણી ખાસિયત મુજબ “જેવી પડશે એવી દઈ દેશુ” આપણે ક્યાં મો તથી ક્યા કાઈ નિસ્બત છે.
મુળુ માણેક સાથીદારોને કહે છે આ મુળવો મો તને તો મુઠ્ઠીમા લઇ ફરે છે. મો તકાલે આવતુ હોય તો આજે આવી જાય પણ આ દિલ્હીના બાદશાહ કલંદરે મોકાનો ફાયદો ઉઠાવીને તેના કપટી સુબા સેજકને ઓખાનો બાદશાહ બનાવી બહુજ અઘરી ચાલ ચાલી છે. હવે તો મારી “માં” કરે તે ખરૂ!
મુળુ માણેક જગદંબાને પ્રાથના કરે છે, હે “માં” હુ તારા વિશ્વાસે ધર્મના ધિંગાણા ખેલુ છે, આ દુનીયામા તારા સિવાય અન્ય કોઈ થી ડરતો નથી પણ અત્યારે એવા સંજોગો ઊભા થયા છે કે સેજક બાદશાહે ઓખામાં ડેરો જમાવી પ્રજા પર જુ લમ ગુજારવાનુ ચાલુ કરી દિધુ છે, જે મારાથી જોવાતુ નથી અને એનો સામનો કરી શકે એવડી ફૌ જ પણ મારી પાસે નથી. એની દરિયા જેવડી ફૌ જની સામે અમે પચ્ચીસ જણા કેટલા સમય સુધી ટક્કર આપી શકી, ભગવતી હવે તો તુ જ કઈક રસ્તો બતાવ.
આગળનું પછીના ભાગમાં.
ભાગ 1 થી 4 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)