ભાગ 1 થી 5 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
જય હો માં ગાંડી ગેલ ગાત્રાળનો
(આગળ જોયુ કે સેજક બાદશાહથી કંટાળીને મુળુ માણેક જગદંબાને પ્રાર્થના કરે છે.
“ઓખાના મંડાણની ગાંડી” આકાશમાંથી મુળુ માણેક સામે પ્રગટ થાય છે અને કહે છે કે હે….. મુળવા મૂંઝાઈ શુ ગયો છો, હુ તારી સાથે હોવ પછી મુંઝાવાનુ શુ હોય.
માતાજીને જોઈને ગદગદીત થઈ દંડવત પ્રણામ કરી રડવા લાગે છે “માં” તમે દર્શન આપી મારો જન્મારો સુધારી દિધો હવે મને જીવવાના ઓરતા નથી, પણ આ સેજક બાદશાહથી થાકેલી પ્રજાને મારાથી નથી જોવાતી, જો “માં” તુ રજા આપતી હો તો કાલ સવારે મ રણિયો થઈ સેજકના સૈન્ય પર હ લ્લો બોલાવી દવ.
માતાજી કહે છે “ભુલીજા તારા ભુતકાળ ને એતો
માત્ર પવનની “લહેર “હતી
સંભાળ તારા ભવિષ્ય ને “તોફાન “તો હજી બાકી છે.”
મુળુ માણેક તુ એક કામ કર કાલે ઓખાના ચોકમા શેરડી પીલવાનો ચિચોંડો માંડ એટલે સિપાહીઓ બંધ કરાવવા આવશે, તારે ચોખ્ખી ના પાડી દેવાની એટલે સિપાહીઓ બાદશાહને જાણ કરશે એટલે બાદશાહન યુ ધનો હુકમ કરશે.
તુ યુ ધની સંપૂર્ણ તૈયારી કરી ચિચોંડો માંડ જે, જેમ ચિચોંડામા શેરડી પિલાઈ તેમ સેજકનુ લો હી પી જાવ ને તો જ હું ઓખાના મંડાણની ગાંડી દેવી કેવાવ.
બીજા દિવસે વહેલી સવારે મુળુ માણેક પોતાના સાથીદારોને ઓખાના ચોકમા છુપાવેશે ગોઠવી દે છે અને ત્રણ જણા ચિચોંડા પર ગોઠવાઈ જાય છે, સિપાહીઓ નગરમા આંટો મારવા નિકળે છે ત્યારે તેમની નજર ચિંચોંડા પર પડે છે બાજુમા ઉભેલા મુળુ માણેકને જોઈ ડઘાઈ જાય છે, પણ મુળુને હથી આર વિનાનો જોઈ તેની પાસે જવાની હિંમત કરે છે.
સૈનિકો : મુળુ માણેક ઓખાના ચોકમા શેરડીનો ચિંચોડો કેમ માંડ્યો છે?
મુળુ : (હસીને) શેરડી પીલવા માટે.
સૈનિકો : આ તારો લબાચો ઉપાડી લે નહીતર મજા બગડી જાહે.
મુળુ : તો આયા કોણ મજા લેવા આયવુ છે.
સૈનિકો : બાદશાહને જાણ થાશે તો જીવવુ વહમુ પડી જાશે.
મુળુ : કહી દો તમારા બાદશાહને જે થાય તે કરી લે અમે તારા બાદશાહ જેવા ડરપોક નથી કે પીઠ પાછળ વાર કરીયે આ મુળુ મો તને મુઠ્ઠીમા લઈને જ કરે છે.
સૈનિકો ગુસ્સે થઈને કહે છે મુળુ માણેકમ રવા માટે તૈયાર રહેજે, અમે હમણાંજ આવી છી.
સૈનિકો જઈને બાદશાહને જાણ કરે છે, બાદશાહ સૈન્ય સહિત ઓખાના ચોકમા આવે છે,.
સેજક બાદશાહ : એય…. મુળુ મારી પરવાનગી વગર ઓખામા ચકલુ પણના ફરકે તો તે આ ચિંચોડો માંડવાની ગુસ્તાખી કેમ કરી?
મુળુ માણેક : અરે… આે સેજક આ આેખા તારા બાપ-દાદાની જાગીર નથી કે તને પુછવુ પડે.
સેજક બાદશાહ : મોઢુ સંભાળીને બોલ, અત્યારે આ ઓખાનો બાદશાહ આ સેજક છે.
મુળુ માણેક : ભલેને બાદશાહ તુ રહ્યો પણ ઓખામા હુકમ તો ઓખાના મંડાણની ગાંડી દેવીનો જ હાલે
સેજક બાદશાહ : સિપાહીઓ આ મુળુને તેના ચિંચોડા સહિત દરીયામા નાંખી દો.
મુળુ માણેક : (ચિંચોડોની નીચેથી તર વાર બહાર કાઢીને) જેને સહી સલામત ઘેર જાવુ હોય ને એ ચિંચોડાને હાથનો લગાવતા આ મુળુની તર વાર કાઈ શોભાની નથી ઈ વાત યાદ રાખજો.
સેજક બાદશાહ સિપાહીઓને યુ ધમાટે હુકમ કરે છે, સામે મુળુ માણેક પોતાના સાથીદારોને ઈશારો કરી હુમલો કરવાનું કહે છે.
મુળુ માણેકના સાથીદારો બાદશાહની ફોજ ઉપર ચારે બાજુથી મ રણિયો હુ મલો કરે છે, સામસામે ધમાસાણ યુ ધથાય છે, અને તેના સાથીદારોની તાકાત જોઈ સેજક બાદશાહની આંખો પહોળી થઈ જાય છે.
એક સાથીદાર દસ સિપાહીઓ પર ભારે પડે છે અને મુળુ તો જેમ શેરડીનો વાઢ હાલતો હોય તેમ તેજ ગતીથી સિપાહીઓના માથાવા ઢતો બાદશાહની નજીક પહોંચી જાય છે.
મુળુ માણેક : સેજક, આ મુળુ તર વાર સમણવાનુ ચાલુ કરે ને પછી લા શો ગણવાવાળા થાકી જાય, તે આ મુળુને ઓળખવામાં ભૂલ કરી.
સેજક બાદશાહ : અરે તારા જેવા હજારોને દફનાવીને દિલ્હીથી ઓખા પહોચ્યોં છુ.
મુળુ માણેક : ચડ્યા હશો ટેકરી, ડુંગરા ચડવાને વાર છે, હરાવ્યા હશે કાયરોને, આજે આ મરદ સાથે વેર છે.
મુળુ અને સેજક વચ્ચે ભયંકર યુ ધથાય છે, બંને એકબીજા પર ભારે પડી રહ્યા છે, કલાકો સુધી લડાઈ ચાલુ રહે છે પણ કાઈ નિર્ણય આવતો નથી, છેલ્લે સેજક બાદશાહ જીત તરફ આગળ વધે છે, મુળુ માણેકના શરીર ઉપર તર વારના ઘાવ લાગવાથી જખ્મી થઈ જાય છે, શ રીરમાંથી લો હીનીકળી જવાથી તેની હાલત કફોડી થઇ જાય છે.
મુળુ માણેક જગદંબાને યાદ કરે છે, હે “માં” આેખાના ચોકમા આજ મારી આબરુના ધજાગરા ઉડે છે તારા કેવા મુજબ હુ બાદશાહ સામે યુ ધેચડ્યો, મારા શરીરમાં લો હીનુ એક ટીપુ હશે ત્યા સુધી હુ પીછેહટ નહી કરુ. પણ મારી આબરુ તમારા હાથમા છે.
મુળુ માણેક જગદંબાને પ્રાથના કરતો હોય ત્યા સેજક તેના પર વાર કરવા તર વારનો ઘા કરે…… ત્યા તો “અખંડ બ્રહમાંડની ધણીયાણી” તેના ત્રિશુલથી બાદશાહનો ઘા રોકી બાદશાહને હવામા ફંગોળી દે છે, મુળુ માણેક જગદંબાનો જય જય કાર બોલાવે છે.
બાદશાહ વિચાર કરે છે આટલી પ્રચંડ તાકાતથી મને દુર સુધી ફંગોળનાર આ કોણ છે?
સેજક બાદશાહ : અમારી વચ્ચે પડવાની હિંમત કરનાર તું છે કોણ?
માતાજી : (અટ્ટહાસ્ય કરીને) સમગ્ર સૃષ્ટિનું સર્જન અને સંહાર કરનાર હું ઓખાના મંડાણની ગાંડી દેવી છું. મુળુ માણેકને આપેલું વચન નિભાવવા તારો કાળ બનીને આવી છું.
સેજક બાદશાહ : તારા જેવી બહુરૂપીથી આ સેજક કાઈ ડરવાનો નથી.
માતાજી : સેજક, આજે ઓખાના ચોકમા જેમ શેરડી પીલાઈને રસ નિકળે તેમ તારુ લો હી પી જાવને તો જ હુ ગાંડી દેવી કેવાવ.
“મુળુ એ ચિંચોડો માંડ્યો ને વાઢેર પીલે વાળ,
સેજકની બનાવી શેરડી, જો ને ધબકે લો હીની ધાર”
બંને વચ્ચે વિકરાળ યુ ધથાય છે માતાજીની તર વારના વા’ર થી સેજકનુ મા થુ ધ ડથી અલગ થઈ જાય છે. મુળુ માણેક અને સાથીદારો માતાજીનો જય જય કાર બોલાવે છે, બધા માતાજીના ચરણોમા દંડવત પ્રણામ કરે છે.
આગળનું પછીના ભાગમાં.
ભાગ 1 થી 5 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)