ભાગ 1 થી 6 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
જય હો માં ગાંડી ગેલ ગાત્રાળનો
આગળના ભાગમાં આપણે જાણ્યું કે, સેજક બાદશાહથી મુળુ માણેકની રક્ષા કરવા માટે માં પોતે આવ્યા હતા અને તેમની રક્ષા કરી હતી. આવો હવે આગળની કથા જાણીએ.
મુળુ માણેક : (જગદંબાના પગે પડીને) હે… મા ભગવતી તે આજે આ મુળુની આબરૂ સાચવી લીધી અને સેજક બાદશાહથી મુક્તિ અપાવી ઓખાને ધન્ય કરી દીધુ.
માતાજી : મુળવા આ ધરતી પર જ્યારે પાપીઓનો ભાર વધે ને ત્યારે તેનો નાશ કરવા અમારે અવતાર લેવો પડે છે.
મુળુ માણેક : “મા” હુ તારા વિશ્વાસે જ ધર્મનુ બહારવટિયુ ખેલુ છે.
માતાજી : મને ખબર છે, તારે જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે હુ તારી મદદે દોડી આવીશ આ ગાંડીનુ વચન છે.
મુળુ માણેક : ઘણી ખમ્મા “મા”,
તમને જાજી વધાયયુ.
માતાજી : પણ એક વાત હંમેશા યાદ રાખજે કોઈ પણ અબળાને હેરાન ના કરતો અને પ્રજાને રંજાડતો નહીં અને અધર્મના રસ્તે જાતો નહી, જે દિવસે આમાંથી એક પણ ભુલ કરી તે દિવસ તારી જીંદગીનો છેલ્લો દિવસ બની જાશે. ચાહવા છતા હુ તારી મદદ નહી કરી શકુ.
મુળુ માણેક : જેવી તમારી આજ્ઞા.
આટલુ કહી માતાજી અદ્રશ્ય થઈ જાય છે.
મુળુ માણેક તેના સાથીદારોમા અભિમાન આવી જાય છે, હવે તો માતાજી આપણી સાથે છે પછી આપણે ક્યાં કોઈથી ડરવાનુ છે.
થોડાક દિવસ આરામ કરી પાટણના રાજા ભૈરવસિહને બરાબર નો પાઠ ભણાવવાનુ વિચારે છે.
મુળુ માણેક અને તેના સાથીદારો ભૈરવસિહના રાજ્ય પાટણમા ધામા નાંખે છે.
પાટણનો વેપારી વણીક વસ્તુની ખરીદી કરવા માટે નિકળે છે.
મુળુ માણેક : સાથીઓ આ પાટણના વાણીયાને લુટી લો, આપણે પાટણની પ્રજાને હે રાન કરશુ તો જ ભૈરવસિહને જાણ થાશે કે આપણે પાટણમા ધામા નાખ્યા છે.
સાથીદારો વાણીયાને લુ ટીલે છે અને કહે છે કહી દેજે તારા રાજા ભૈરવસિહને કે મુળુ માણેકે મને લુ ટીલિધો છે પાણીયારો હોય તો સામનો કરવા આવે.
વાણીયો ત્યાથી ચાલ્યો જાય છે.
વાણીયો જઈ ભૈરવસિહને જાણ કરશે માટે મુળુ માણેક તેના સાથીદારોને સાબદા રહેવાનુ કહે છે પણ કલાક સુધી કાઇ હલચલ થતી નથી એટલે મુળુ કહે છે વાણીયાએ ભૈરવસિહને જાણ નથી કરી માટે કોઈ બીજાને લુ ટવુ પડશે.
થોડીકવાર પછી ત્યાંથી એક પનીહારી પાણી ભરવા માટે નિકળે છે, સાથીદાર ઈશારો કરે છે બઘા પનીહારીને ધેરી લે છે અને ગળામા પહેરેલો હાર લુટી લે છે.
પનીહારી : ભાઈ મને જવા દો, મારા સાસુ મને ખીજાશે.
સાથીદાર : તને જવાજ દેવી છે.
પનીહારી : મારો હાર આપી દો નહીતર મારા સાસુ મને કાઢી મુકશે.
સાથીદાર : (હસીને) હાર પાછો આપવા થોડા લુટ્યો છે.
પનીહારી : (રડતા – રડતા) તમે આ અબળાને લુટીને બોવ મોટી ભુલ કરી છે, મરદ હોયને તે સમોવડિયા સામે બાથ ભીડે, આજથી તમારો દિવસ આથમવા લાગશે આ મારો શ્રાપ છે.
સાથીદાર : અરે…. મરદ છીએ એટલે જ પાટણપતી ભૈરવસિંહ સાથે યુદ્ધ કરવા આવ્યા છીએ, કહી દેજે તારા મહારાજાને કે મુળુ માણેકે મને લુટી લિધી છે. ત્રેવળ હોય તો આવીને તારો હાર લઇ જાય.
પનીહારી ત્યાંથી પોતાના ઘરે જાય છે અને સાસુને વાત કરે છે સાસુ તેને અપ શબ્દો કહી મા રમારે છે અને રાજમહેલમા જઈ ફરિયાદ કરે છે.
રાજા ભૈરવસિહ ગુસ્સે થઈ સૈનિકોને યુધ્ધ માટે હાકલ કરે છે બધા મુળુ માણેક પાસે જાય છે.
ભૈરવસિહ : મુળુ, મારા રાજ્યમાં આવીને પ્રજાને લૂટવાની હિંમત કેમ કરી તને ખબર છે ને અહીનો રાજા ભૈરવસિંહ છે.
મુળુ માણેક : એય…. બાયલા તુ પાટણનો રાજા છે ને એટલે જ હુ અહી આવ્યો છુ.
ભૈરવસિહ : તુ નથી આવ્યો તારુ મો તતને અહી ખેંચી લાવ્યુ છે.
મુળુ માણેક : અરે મો તને તો આ મુળવો મુઠ્ઠીમા લઈને ફરે છે.
ભૈરવસિહ : મો તને જે મુઠ્ઠીમા લઈને ફરતો હોયને ઈ કોઈ અબળાને હે રાન ના કરે.
મુળુ માણેક : અરે ઈ તો તને જાણ કરવા માટે અબળાને લુટી હતી બાકી રૂપિયા અને ઘરેણાની જરૂર મારે નથી.
ભૈરવસિહ : બાયલા હોય ને ઈ જ બાયમાણા સામે હથી આર ઉપાડે, મારા જેવો ભાયડો તો સામી છાતીએ પડકાર ફેંકે.
મુળુ માણેક :(હસીને) તુ અને ભાયડો, અરે બાયલા અંગ્રેજ સરકારની હેંઠ ખાનારા તારી ઈનામની લાલચના લીધે તે જે મારી ભડવાઈ કરી ને એટલે તો મારે આયા ધક્કો થયો છે, તારી રૈયત સાથે મારે કાઈ દુશ્મની નથી.
ભૈરવસિહ : હુ તારી લવારી સાંભળવા નથી આવ્યો.
મુળુ માણેક : તો મે આ તર વાર કાઈ શાકભાજી સુધારવા નથી રાખી, થા ભાયડો આજ તારી તાકાત પણ માપી લવ.
બંનૈ વચ્ચે યુદ્ધ થાય છે એકબીજાને મચક આપતા નથી.
કલાકો સુધી લડાઈ ચાલુ રહે છે પણ કાઈ નિર્ણય આવતો નથી, થોડા સમય પછી યુધ્ધમા ભૈરવસિહનુ પલડુ ભારે રહે છે મુળુ માણેક ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે તેના શરીરમાંથી લો હીનીકળી જવાથી તેની હાલત કફોડી થઇ જાય છે. મુળુ ઉભો પણ થઈ શકતો નથી મો તને અને મુળુને હાથવેંતનુ જ છેટુ છે.
મુળૂ માણેક “મા ગાંડી” ને યાદ કરે છે પણ “માતાજી” તેની મદદે નથી આવતા મુળુને તેની ભૂલ સમજાઈ જાય છે અને માતાજીને આરાધના કરે છે હે મા મારુ મો તનજીક છે હુ બચાવવા માટે તમને યાદ નથી કરતો મારે મ રતા પહેલા તમારા દર્શન કરવા છે.
મુળુ માણેકની હદયની આરાધના સાંભળી માતાજી તેના સમક્ષ પ્રગટ થાય છે મુળુ માણેક હાથજોડી પ્રણામ કરી રડવા લાગે છે, માતાજી તેને આશ્વાસન આપતા કહે છે તુ મારા વચન પ્રમાણે ન ચાલ્યો એનુ આ પરીણામ છે પણ તુ ચિંતા ના કર તારૂ અધુરૂ કામ હુ પુરુ કરીશ.
આ ભૈરવસિહને ઠેકાણે પાડી હું હમણા તારી પાસે આવુ છે.
માતાજી, ભૈરવસિહને યુદ્ધ માટે લલકારે છે.
ભૈરવસિહ : અમારા વચ્ચે આવનાર તુ કોણ છે, હટી જા મારા રસ્તામાથી નહીતર તારી હાલત પણ આ મુળુ જેવી કરી નાંખીશ.
માતાજી : ભૈરવસિંહ જરાક ધીરો રે તને બધુ જ સમજાય જાશે, મારી લીલા પ્રમાણે મુળુની આ હાલત થઇ છે બાકી તારા જેવા સત્તરને તો ઈ હાલતો જાય ને ભોંમા ભંડારતો જાય.
ભૈરવસિહ : અરે….આના જેવા કેટલાય નમાલાને મો તને ઘાટ ઉતારી દીધા છે, તુ મારા રસ્તામાથી દુર ખસી જા નહીતર આ તર વાર તારી સગી નહી થાય.
માતાજી : તો ઉઠાવ તર વાર તારી ઈચ્છા પણ પુરી કરી લે
બંનૈ વચ્ચે યુદ્ધ થાય છે માતાજીના ત્રિ શુલના વા’ર થી ભૈરવસિહ દુનિયા માંથી વિદાય લે છે.
માતાજી ભૈરવસિહનો વ ધકરી મુળુ માણેકનુ માથુ પોતાના ખોળામા લઇ માથા ઉપર હાથ ફેરવી મુળુને છેલ્લી ઈચ્છા પુછે છે.
મુળુ માણેક : (રડતા-રડતા) “મા” તારા ખોળામા માથુ હોય અને જીવ જાય આનાથી વધુ સદભાગ્ય બીજુ શુ હોય, પણ મારી એક ઇચ્છા અધુરી છે.
માતાજી : બોલ મુળવા બોલ તારી કઈ ઈચ્છા અધૂરી છે.
મુળુ માણેક : “ગોમતીજીમા” સ્નાન કરવાની ઈચ્છા છે.
માતાજી : “કાઈ વાંધો નહી મુળુ હાલ તને દ્વારકા લઈ જાવ અને ગોમતીજીમા સ્નાન કરાવુ.”
માતાજી આકાશમાર્ગે મુળુને લઈ દ્વારકા ગોમતીજી ઘાટ પર પહોંચે છે પણ ગોમતીજીમા એક ટીપુ પાણી નથી જાણે કે ગોમતીજી મોઢુ ફેરવી ઘુંઘટો (લાજ) તાણી રિસાણા છે.
માતાજીના પાવન પગલા દ્વારકામા પડતા દ્વારકાધીશ ખુશખુશાલ થઇ જાય છે. પણ મુળુ માણેકની ગોમતીજીમા સ્નાન કરવાની ઈચ્છા છે અને ગૌમતીજી ઘૂંઘટ તાણી બેઠા છે. ત્યારે દ્વારકાના કાળીયો ઠાકરની આંખમાથી આંસુનુ ટીપુ ગૌમતીજીમા પડે છે ત્યાતો ગૌમતીજીમા ભયાનક પૂર આવે છે ગૌમતીજી બે કાંઠે વહેવા લાગે છે. ગૌમતીજી દ્વારકાધીશના ચરણોમા દંડવત પ્રણામ કરી ક્ષમા માંગે છે.
(નારી રંડાઈ પણ નર ન રંડાઈ મુળુ મરાતા આજ ઓખો રંડાણો તે’દી ગોમતીજીએ ઘુંઘટ તાણીયા તે’દી રોયો તો મારો દ્રારકાનો ઠાકર)
દ્વારકાધીશ અને ગૌમતીજીની લીલા જોઈ માતાજી મંદ-મંદ હાસ્ય કરી કાળિયા ઠાકોરને પ્રણામ કરી મુળુને સ્નાન કરાવી ફરી પાછા આેખામા પહોંચે છે.
મુળુ માણેક : “તુ ધારે તે સ્થાપે ને પળમા ઉથાપે, સકલ સૃષ્ટિમા એક તારૂ જ હાલે”
માતાજીના ચરણોમા પ્રણામ કરી મુળુ માણેક આ સૃષ્ટિમાથી વિદાય લે છે.
મુળુ માણેકનુ મો તથતા ઓખા રંડાઈ છે. મૂળુ માણેકના મો તપછી થોડા સમય માટે માતાજી અંતરધ્યાન થઈ જાય છે.
આગળની લીલા પછીના ભાગમાં.
ભાગ 1 થી 6 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)