માં ગાંડી ગાત્રાળ અને ભક્તોની કથા ભાગ 8 : પુંજ સાધકોની પરીક્ષા લેવા માતાજીએ અદ્દભુત લીલા કરી.

0
255

ભાગ 1 થી 7 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

જય હો માં ગાંડી ગેલ ગાત્રાળનો

પાંચ ઋષિમુનિઓ જંગલમા માતાજીની તપસ્યા કરે છે. આ બાજુ 4 પુંજ સાધકો (યતિશ) જંગલમા વિહાર કરવા માટે નિકળે છે, આ પુંજ દેખાવથી સાધક છે પણ શરીરની નસે-નસમા વિકાર ભરેલો છે સંસારની મોહમાયા હજુ છુટી નથી (અમુક ઢોંગીના તન અને મન કામવાસનાથી ભરેલા હોય છે જેના લિધે આખો સમાજ બદનામ થાય છે બાકી બધા જ ધર્મો મહાન છે)

ઋષિમુનિઓની તપસ્યાથી પ્રસન્ન થઇને માતાજી તેમની સમક્ષ પ્રગટ થાય છે અને વરદાન માંગવા કહે છે.

ઋષિમુનિ : (જગદંબાના ચરણોમા દંડવત પ્રણામ કરી) હે… અખીલ બ્રહમાંડની જોગમાયા તમે દર્શન આપી અમારૂ જીવતર ધન્ય કરી દીધુ.

માતાજી : ઋષિમુનિઓ આપની ઘોર તપસ્યાથી હુ પ્રસન્ન થઈ છે, આપ જે ચાહો તે વરદાન માંગી શકો છો.

ઋષિમુનિ : હે જગત જનની તમારાથી ક્યા કાઈ છાનુ છે આપ તો સર્વેવ્યાપી છો, તમારુ આહવાન કરવાનુ કારણ અમે પાંચ ઋષિમુનિઓ જો આપની રજા હોય તો જગત કલ્યાણ અર્થે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે જવાના છીએ.

માતાજી : આપનો હેતુ સારો છે અને મારી તમને પરવાનગી છે પણ આ કાર્યમા હુ આપની શુ મદદ કરી શકું?

ઋષિમુનિ : હે જગતપાલીકા, આ પથ બહુ લાંબો છે રસ્તામા અંધારું હોય અને સમયે જમવાનુ પણના મળે જેના લિધે અમારા શુભ કાર્યમાં અડચણ ના આવે માટે તમારી સહાયતા જોઈએ છે.

માતાજી : આપને શુભ કાર્યમાં અડચણ ના આવે માટે હુ કાઈ પણ સહાય કરવા તૈયાર છુ.

ઋષિમુની : દૈવી…..આપની પાસે અમે આશા લઈને આવ્યા છીએ.

માતાજી : ઋષિવર…આપની આશા પુર્ણ કરવા માટે જ હુ આવી છુ.

ઋષિમુનિ : હે જગદંબા આપની પાસે જે અમરદિવો અને અક્ષયપાત્ર છે તે આપવાની ક્રૃપા કરો તો અમારી મનોકામના પૂર્ણ થાય.

માતાજી : હે ઋષિમુનિઓ આ વસ્તુઓ આપને આપવામાં મને કોઈ વાંધો નથી પરંતુ આ મુલ્યવાન ચીજ છે આની સારસંભાળ રાખવી જોશે. આ કોઈ આસુરી શક્તિના હાથમા ન આવે એનુ ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે જરુર જણાય ત્યારે મને યાદ કરજો હુ તમારી સમક્ષ હાજર થઈશ.

ઋષિમુનિ : હે…..જગતકલ્યાણી જ્યા સુધી અમારામા જીવ હશે ત્યા સુધી તેને બીજાના હાથમા નહી આવવા દઈ.

માતાજી : તથાસ્તુ…. પૃથ્વીની પ્રદક્ષિણા પુર્ણ થયા બાદ તરત જ આ બંને વસ્તુઓ મને પરત કરી દેજો. માતાજી બંને વસ્તુઓ ઋષિમુનિઓને સોંપી દે છે. ઋષિમુનિઓ માતાજીનો જય જયકાર બોલાવી જંગલમા આગળ વધે છે.

આ તરફ માતાજી જંગલમા સ્વરુપવાન કન્યાનુ રૂપ લઈ જે બાજુ પુંજ સાધકો વિહાર કરે છે તે દિશામા જાય છે.

માતાજી જે જંગલ વિહાર કરી રહ્યા છે તે જંગલ પણ કેવુ?

ઘોર અતિ વંકી ધરતીને

વંકા પથરાયા બહુ પહાડ,

વિકટ અને વંકા પગરસ્તા

ઘીચ ખીચોખીચ જામ્યા ઝાડ.

ઝરે ઝરણ બહુ નીર તણાં,

જો ગાજે જંગલ ગીર તણાં.

ઉતાવળી ને ઊંડી નદીઓ,

સઘન ઘટાથી છાઈ રહે.

કાળાં ભમ્મર પાણી એનાં,

ધસતાં ધમધોકાર વહે.

ઝૂક્યાં તરુવર તીર તણાં

જો ગાજે જંગલ ગીર તણાં.

પુંજ સાધકો જંગલમા વિહાર કરતા-કરતા વાતો કરે છે કે જો કોઈક સારો સથવારો સાથે હોત ને તો મજા પડી જાત. રૂપવાન કન્યા પુંજ સાધકોની સામેથી પસાર થાય છે, એક પુંજ સાધકની નજર કન્યા પર પડે છે તેના તરફ આંગળી ચીંધીને તે બોલી પડે છે, ઓ.. હો…શુ એના રૂપ છે. આ વિરાન જંગલમા આટલી સ્વરૂપવાન કન્યા, બધા પુંજ સાધકોની નજર કન્યા પર પડે છે અને બધા તેના રૂપમા મોહિત થઈ જાય છે અને મનમા કામવાસના જાગે છે બધા પુંજ સાધકો તે કન્યાની પાસે જાય છે.

પુંજ : એ કન્યા આવા વિરાન જંગલમા તુ એકલી શુ કરે છે તને બિક નથી લાગતી?

કન્યા : તો તમે અહીયા શુ કરો છો તમને બીક નથી લાગતી?

પુંજ : અમે આ જંગલમા વિહાર કરવા માટે નિકળ્યા છીએ તારે અમારી સાથે આવવુ છે?

કન્યા : ના હો…. હુ તમારી સાથે નહી આવુ.

પુંજ : જો તુ પ્રેમથી અમારી સાથે નહી આવે તો અમારે તારી સાથે બ-ળ-જ-બ-રી કરવી પડશે.

કન્યા : એમ વાત છે… પણ તમે ચાર જણા છો અને હુ એકલી તો તમારા બધા સાથે કેમ ફરવા આવુ?

પુંજ : તો તારુ કેવાનુ શુ થાય છે?

કન્યા : હુ તમારા બધામાથી કોઈ એક સાથે ફરવા આવુ.

પુંજ : તો તુ અમારા માંથી કોની સાથે ફરવા જઈશ?

કન્યા : તમે નક્કી કરો હુ કેની સાથે આવુ.

બઘા પુંજ એકબીજા સાથે વાતચીત કરે છે કે આ કન્યા કેની સાથે ફરવા જાશે, આ કન્યા તો મારી સાથે જ ફરવા જશે એવી તુ-તુ-મે-મે થાય છે છેલ્લે કન્યા બઘાને શાંત પાડે છે.

કન્યા : તમે બધા ઝઘડો ના કરો હુ આનો વચલો રસ્તો કાઢુ છું.

બઘા પુંજ : હા સુંદરી તુ જ કાઈક રસ્તો બતાવ.

કન્યા : એક કામ કરો હુ મારી આ ઓઢણી હવામા ઉડાડુ છુ જે મારી ઓઢણીને સૌથી પહેલા અડી લેશે તેની સાથે હુ ફરવા જઈશ, બોલો બધાને મંજૂર છે?

બઘા પુંજ : હા અમને મંજુર છે.

કન્યા પોતાની ઓઢણી હવામા ઉડાડે છે બધા પુંજ ઓઢણીને પકડવા હવામા ઉડે છે. માતાજી હાસ્ય કરતા કરતા મનમા બોલે છે હવે તમારા માંથી કોઈ નીચે જ નહી આવો મારી ઓઢણીને અડતાની સાથે જ બળીને ભસ્મ થઈ જાશો.

ઓઢણીને અડતાની સાથે જ વારાફરતી બધા પુંજ હવામા બળીને રાખ થઈ જાય છે તેઓ વાસનાના મોહમા માતાજીને ઓળખી નથી શકતા.

માતાજી લીલા પુર્ણ કરી તેની પુજા કરી રહેલ આલા ભગતની સમક્ષ પ્રગટ થાય છે અને ચારણ આલા ભગતને કહે છે,

(આપણે પહેલા ભાગમાં જોયુ કે ચારણ આલા ભગતને માતાજીએ બાદશાહના કેદખાનામાંથી છોડાવ્યા હતા.)

માતાજી : આલા ભગત તમારી આરાધનાથી હું પ્રસન્ન થઇ છુ.

આલા ભગત : (માતાજીના ચરણોમા દંડવત પ્રણામ કરી) ઘણી ખમ્મા માડી તને જાજી વધાયયુ.

માતાજી : આલા ભગત મારા આ અવતાર કાર્યની આપણી આ છેલ્લી મુલાકાત છે.

આલા ભગત : “માં” હુ કાંઈ સમજ્યો નહી.

માતાજી : આલા ભગત મારો આોખાના મંડાણની ગાંડી દેવી તરીકેનો જે અવતાર છે તેનુ હવે એક કામ જ બાકી છે તે પુર્ણ થતાંની સાથે આ સ્વરૂપે હવે હુ તમને નહી મળી શકુ.

આલા ભગત : માતાજી તો તમે જ્યા જવાના છો ત્યા મને પણ તમારી સાથે લેતા જાવ તમારા વિના હુ એકલો અહીયા શુ કરીશ?

માતાજી : (હસીને) એ મારા ભોળીયા ભગત તમે આ માનવ શરીર સાથે મારી સાથે ન આવી શકો.

આલા ભગત : તો હુ શુ કરુ જેનાથી તમારી સાથે આવી શકુ?

માતાજી : આલા ભગત હવે આપણી મુલાકાત તમે જ્યારે બીજો જન્મ લેશો ત્યારે ભદ્રપુરીમા (એટલે કે અત્યારનુ ભાડલા) થશે તમે બિજા જન્મમા આલા સલાટ તરીકે ઓળખાશો. ત્યારે હુ તમારી પાસે આવીશ.

આલા ભગત : માતાજી તમે ત્યારે ક્યા નામે અવતાર ધારણ કરશો?

માતાજી : અમે સાતેય બેનુ અધર્મનો નાશ કરવા ગોહીલવાડમા મામડીયા ચારણને ત્યા અવતાર ધારણ કરીશુ. ત્યારે દુનીયા મને ભાડલાની ગાંડી ગેલ તરીકે આોળખશે. મારુ અવતાર કાર્ય પૂર્ણ કરવા હુ ભદ્રપુરી (ભાડલા) આવીશ.

આલા ભગત : હે મા જગદંબા હુ તમારા આવવાની રાહ જોઈશ.

માતાજી તથાસ્તુ કહી અંતરધ્યાન થઈ જાય છે.

આ તરફ ઋષિમુનિઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરતા-કરતા ગોધમપુરના જંગલમા પહોંચે છે.

આ જંગલની અંદર ગોધમા નામનો ભયંકર રાક્ષસ રહે છે.

(અમરદિવો : માતાજી પાસે જે અમરદિવો છે તે ક્યારેય ઓલવાતો નથી સદાય ને માટે પ્રગટેલ જ રહે છે.)

(અક્ષયપાત્ર : માતાજી પાસે જે અક્ષયપાત્ર છે તેની પાસે જે પણ ભોજનની માંગણી કરો તે જમવાનુ એમા તરત જ હાજર થઈ જાય છે તેમા ક્યારેય જમવાનુ ખૂટતું નથી.)

ભાગ 1 થી 7 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)