માં ગાંડી ગાત્રાળ અને ભક્તોની કથા ભાગ 9 : ગોધમા રાક્ષસ દ્વારા અમરદિવો અને અક્ષયપાત્ર લઇ લેવાની સ્ટોરી.

0
774

ભાગ 1 થી 8 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

જય હો માં ગાંડી ગેલ ગાત્રાળનો

આગળના ભાગમાં આપણે પુંજ સાધકોની પરીક્ષા લેવા માતાજીએ કરેલી અદ્દભુત લીલા વિષે અને માતાજીએ આલા ભગતને પોતાના ભવિષ્યના અવતાર વિષે જણાવ્યું તે જાણ્યું. આવો હવે આગળની કથા જાણીએ.

ઋષિમુનિઓ ગોધમપુરના જંગલમા પ્રવેશ કરે છે પરંતુ આ જંગલની અંદર મહાકાય ગોધમો રાક્ષસ રહે છે, આ જંગલની અંદર ગોધમા રાક્ષસના ત્રા સના કારણે કોઈપણ મનુષ્ય જતુ નથી, ગોધમો રાક્ષસ જંગલના પશુ-પક્ષીને પોતાનો ખોરાક બનાવે છે. ભુલથી કોઈ મનુષ્ય જંગલમા આવી ચડે તો તેને મા રીતેનુ ભોજન કરી જાય .છે જંગલમા કોઈપણ આવે તે જીવતો પાછો નથી જાતો.

આ તરફ ઋષિમુનિઓ જેવા ગોધમપુરના જંગલના મધ્યમા પહોંચે છે, ત્યા ગોધમા રાક્ષસને માણસની ગંધ આવે છે. તે ગંધની દિશામાં “માણસ ગંધાય માણસ ખાવ” એમ ત્રાડ પાડતો આગળ વધે છે. તેની ભયંકર ત્રાડના લીધે વૃક્ષોના પાંદડા ખરવા લાગે છે તેમજ તેના મહાકાય શરીરના લિધે ધરતી ધ્રુજવા લાગે છે. પશુ – પક્ષી આમતેમ દોડાદોડી કરવા લાગે છે, ઋષિમુનિઓ આવો ભયંકર અવાજ સાંભળી ડરવા લાગે છે.

ઋષિમુનિઓ વિચારે છે આવો ભયંકર અવાજ જંગલના હિં સક પ્રાણીનો ના હોય નક્કી આ કાઈક માયાવી શકિત છે જે આપણને ડરાવે છે.

ઋષિમુની (૧) : આપણે ઝડપથી આ જંગલની બહાર નીકળી જાય.

ઋષિમુની (૨) : સાચી વાત છે આ જંગલ આપણા માટે સુરક્ષિત નથી.

ઋષિમુની (૩) : જેમ બને તેમ ચાલવામાં ઉતાવળ રાખો.

ઋષિમુની (૪) : મને તો આ જમીન ધ્રુજતી હોય તેવુ લાગે છે.

ઋષિમુની (૫) : આ ભયંકર અવાજ પણ આપણી નજીક આવી રહ્યો છે.

બધા ઋષિમુનીઓ જંગલની બહાર નીકળવા માટે દોડે છે પણ ઋષિમુનીના 100 ડગલા થાય ત્યારે ગોધમા રાક્ષસનુ એક ડગલુ થાય. ગોધમો રાક્ષસ ગંઘની દિશામાં ઝડપથી આગળ વધે છે.

જેમ જેમ ગોધમો રાક્ષસ ઋષિમુનિઓની નજીક આવે છે તેમ ધરતી વઘુ ધ્રુજવા લાગે છે. ઋષિમુનિઓ સંતુલન ગુમાવી આમતેમ પડવા લાગે છે. એક ઋષીને દુરથી જાણે ડુંગર હાલીને આવતો હોય તેવુ દેખાય છે, પણ નિરખીને જોતા બિહામણા ચહેરાવાળો અને મહાકાય શરીરવાળા રાક્ષસને જોઈ ડરના માર્યે થોડે દૂર જઈ તળાવમા સંતાઈ જાય છે.

ગોધમો રાક્ષસ ઋષિમુનિઓની નજીક આવી ત્રાડ નાખે છે.

ગોધમો રાક્ષસ : એય…. સાધુડાવ ક્યા ભાગો છો, મારા જંગલમા આવવાની હિંમત કેમ કરી, આ જંગલની અંદર તમે તમારી મરજીથી આવી શકો છો પણ મારી રજા વગર જંગલની બહાર કોઈ નિકળી શકતુ નથી. આ જંગલ મારુ છે. હુ ગોધમો છુ. અહીયા મારી મરજી ચાલે છે. આ જંગલની નદીઓ હિરણ-શેત્રુંજી-હરી-દાતરડી-શિંગોળા-મચ્છુન્દરી-રાવલ અને ગોદાવરીનુ પાણી પણ મારા સીવાય કોઈ પી નથી શકતુ.

આ જંગલના 14 શતમ મહાનલ્વમ (૧૪૦૦ કિલો મીટર શતમ એટલે સો અને મહાનલ્વમ એટલે કિલોમીટર) વિસ્તારમાં જંગલના પશુ-પક્ષી સિવાય કોઈ પણ આવી નથી શકતુ.

ઋષિમુનિ : અમે તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નિકળ્યા છીએ અમને માફ કરી દો. ફરી ક્યારેય અમે તમારા જંગલમા નહી આવીયે.

ગોધમો રાક્ષસ : (અટ્ટહાસ્ય કરીને) ફરી ક્યારેય આવવા જેવા રેવા દઉ તો ને, આ જંગલમા આવવાના ઘણા રસ્તા છે પણ બહાર જવાનો એકપણ રસ્તો નથી.

ઋષિમુની : અમે જાણી જોઈને તમારા જંગલમા નથી આવ્યા.

ગોધમો રાક્ષસ : જેટલા જાણે છે ને એતો મારા વિસ્તારથી બાર ગાંઉ છેટા જ રહે છે, અહીયા જે આવે તે અજાણ્યા જ હોય છે આવા અજાણ્યાના લિધે જ મારે ભુખ્યુ રહેવુ નથી પડતુ.

ઋષિમુની : અમને જવા દે અમે તો સાધુ છીએ અમે તને શુ હાનિ પહોંચાડી શકીયે, અમે કોઈને કહેશુ પણ નહી કે અમે ગોધમપુરના જંગલમા ગયા તા.

ગોધમો રાક્ષસ : તમે સાધુડાવ જ યજ્ઞ કરીને દેવોને તાકાતવર બનાવો છો જેના લિધે અમારા રાક્ષસોનો નાશ થાય છે, મને પુજા-પાઠ હોમ-હવન કરનાર પર બહુ ખીજ ચડે છે. મારા વિસ્તારમા તમારા જેવા હોમ-હવન કરનારા હજારો સાધુને હુ ભરખી ગયો છે, આજે તમને મા રીને મારુ ખાલી પેટ ભરીશ.

ઋષિમુનિ : પુજા-પાઠ અને હોમ-હવન કરવો એ અમારો ધર્મ છે અમે ફક્ત અમારુ કર્તવ્ય નિભાવી છીએ.

ગોધમો રાક્ષસ : (હસીને) તો મા રીને ખાવુ એ મારો ધર્મ છે અને તમને મા રીને હુ મારુ કર્તવ્ય નિભાવીશ.

ઋષિમુની : હે ગોધમા રાક્ષસ અમને જવા દે અમે આખા જગતના કલ્યાણ અર્થે નિકળ્યા છિએ.

ગોધમો રાક્ષસ : મારે અને જગતને શું લેવાદેવા, મારે તો મારુ પેટ ભરાઈ જાય એટલે મારુ કલ્યાણ થઇ ગયુ.

ઋષિમુની : અમને મા રીને તારા એક જ દિવસની ભુખ ભાંગશે ભવની ભુખ નહી ભાંગે.

ગોધમો રાક્ષસ : ભવની ભુખ ભાંગવી છે એટલે જ તમને રોક્યા છે.

ઋષિમુની : અમને રોકીને તારી ભવની ભુખ કઈ રીતે ભાંગશે?

ગોધમો રાક્ષસ : હવે આવ્યા મુખ્ય મુદ્દા પર, સાધુડાવ તમને એમ છે કે આ ગોધમાને કાઈ ખબર નથી.

ઋષિમુની : શેની ખબર નથી?

ગોધમો રાક્ષસ : જો જીવતુ પાછુ જાવુ હોય તો છાનામુના દિવો અને અક્ષયપાત્ર મને આપી દો. આ બંને વસ્તુઓને ગોતવા માટે તો વરસોથી સોરઠના જંગલ અને ગામડા ફરી કેટલાય સાધુ અને નિર્દોષ માણસોને મો-ટનેઘાટ ઉતારી દીધા છે.

ઋષિમુની : તારી કાઈક ભુલ થાય છે, અમારી પાસે આવી કાઈ વસ્તુઓ નથી.

ગોધમો રાક્ષસ : (ગુસ્સે થઈને) આ બંને વસ્તુઓ તો હુ તમારી પાસેથી લઈને જ રહીશ, જો તમે સામેથી આપી દો તો જીવતા રહેશો નહીતર તમને મા રીને લઈ લઈશ.

ઋષિમુની : તો સાંભળ ગોધમા રાક્ષસ અમારા શરીરમાં જ્યા સુધી જીવ છે ત્યા સુધી તને આ વસ્તુઓ નહી મળે.

ગોધમો રાક્ષસ : તો પછી તમારે મ-ર-વુ જ છે તો મ-ર-વા માટે તૈયાર થઇ જાવ.

આ તરફ તળાવ પાસે સંતાઈ ગયેલ ઋષી છાનુમુનો બધી વાતો સાંભળે છે અને માતાજીને આરાધના કરે છે, હે મા જગદંબા જગત કલ્યાણ અર્થે નિકળેલા તારા ભકતોનો જીવ જોખમમાં છે. માતાજી તમે આ ગોધમા રાક્ષસના ચુંગલમાથી બચાવો.

આ બાજુ ગોધમો રાક્ષસ ઋષિમુનિઓની પાસેંથી અમરદિવો અને અક્ષયપાત્ર છિનવી લે છે અને એક પછી એક ઋષિમુનીને વારાફરતી મા રીનાં ખે છે અને અમરદિવો અને અક્ષયપાત્ર લઈ જંગલની અંદર ચાલવા લાગે છે.

માતાજી ઋષિની આરાઘના સાંભળી તેની સમક્ષ પ્રગટ થાય છે અને સઘળી વાત પુછે છે.

ઋષિ : (રડતા-રડતા) હુ સંતાઈ ગયો તેથી બચી ગયો. પણ બીજા ઋષિમુનિઓને ગોધમા રાક્ષસે મા રીનાં ખ્યા તેમજ અમરદિવો અને અક્ષયપાત્ર તે લઈ ગયો.

માતાજી : તમે ચિંતા ના કરો. ગોધમો રાક્ષસ કઈ દિશામાં ગયો તે કહો.

ઋષિએ બતાવેલ દિશામા અતી કોપાયમાન સ્વરૂપે માતાજી જાય છે.

પાછળ કોઇક આવી રહ્યુ છે તેવુ લાગતા ગોધમો રાક્ષસ પાછળ વળીને જોવે છે. તેની નજર જગદંબા પર જાય છે. તે વિચારે છે મારા જંગલમા એકલી સ્ત્રી ક્યાથી? માતાજી ત્રાડ નાખી ગોધમાને ઊભા રહેવાનુ કહે છે.

માતાજી : એય ગોધમા રાક્ષસ ઊભો રે.

ગોધમો : મને ઉભો રહેવાનો કહેવાવાળી તુ કોન છે? આ જંગલ મારુ છે અહી મારો હુકમ ચાલે છે.

માતાજી : ગોધમા તારો હુકમતો આ જંગલ પુરતો જ ચાલે ને પણ આ નવખંડની અંદર મારી મરજી વિના એક પાદડુ પણ ના હલી શકે હો.

ગોધમો : હુ ધારુને તો એક ચપટીમા તને ચોળી નાખુ.

માતાજી : મારા હાથ ખંખેરૂને તો તારાથી હજારોગણા બળવાન અસુર મારા હાથની રજમાથી ઉત્પન્ન થાય.

ગોધમો : (હસીને) એમમમમમત તુ આટલી બધી તાકાતવર છે, મને તો તારાથીં ડર લાગે છે જો મને પરસેવો વળવા લાગ્યો.

માતાજી : ગોધમા તુ મને ઓળખવામાં ભુલ કરે છે. જ્યારે તને સત્ય સમજાશે ત્યારે બહુ જ મોડુ થઈ જાશે.

માતાજી ગોધમા રાક્ષસને સમજાવે છે.

આ તરફ ભદ્રપુરીમા (ભાડલા) બાબરા ભુતના ત્રા શના કારણે મનુષ્યોમા હાહાકાર મચી ગયો છે.

“ગામ ભાડલે ભુતડા ભમતા તા, દન ઉગ્યે માનવીને ભરખતા તા”

બાબરો ભુત અને તેનો પરિવાર (૧૮૦૦ ભુતાવળ) ભાડલાની સુંદરવાવમા રહે છે. તે મનુષ્ય-પશુ-પંખીને મા રીને તેને ખાય જાય છે, આ ભુતાવળના ડરના મા ર્યા ભાડલાની આસપાસ કોઈપણ જતુ નથી.

આગળની લીલા પછીના ભાગમાં.

ભાગ 1 થી 8 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)