ઈતિહાસ માં હિંગળાજની ઉત્પતી વિશે ઘણી લોક વાયકાઓ છે જેમાંથી સૌથી પ્રચલીત લોક વાયકા આ પ્રમાણે છે. માં પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞ કરેલો. જે યજ્ઞમાં પ્રજાપતિ દક્ષે સર્વ દેવ – દેવીઓ , ઋષી – મુનીઓ એ સર્વને પ્રેમભર્યા આમંત્રણો આપ્યા , પોતાની પુત્રી પાર્વતી અને જમાઈરાજ શંકરને આમંત્રણ આપ્યું ન હતું , છતાં દેવીને એમકે , મારાં પિતાનું ઘર છે , એટલે હું તો જઈશજ.
શીવજીએ ઘણાં મનાવ્યા કે , આપણને નિમંત્રણ નથી માટે જવું ન જોઈએ. છતાં સતી ગયાં. ન મળ્યો આવકાર કે નહિં શિવજીનું સ્થાન , સતી પોતાના પતી શંકરનું આ અપમાન સહી શકયા નહીં. આવા પોતાના હળાહળ અપમાનને કારણે સતીએ યજ્ઞકુંડમાં પડીને દુનિયામાંથી વિદાય લીધી. તેની શિવજીને ખબર પડતાં તેના ગણોને ત્યાં મોકલ્યા , શિવજીના મુખ્યગણ વિરભદ્રએ દક્ષનો વ ધકરી નાખ્યો અને હવનનો નાશ કરી નાખ્યો.
ત્યારબાદ શિવજીએ મોહાંધ થઈ સતીનું શબ ખંભે ઉંચકીને ક્રોધિત થઈ પૃથ્વી લોકમાં હાહાકાર મચાવી દીધો. સર્વ દેવોએ શંકરના આ રોદ્ર સ્વરૂપથી બચવા માટે વિષ્ણુને પ્રાર્થના કરતા વિષ્ણુએ પોતાના ચક્ર વડે સતીના શબના ટુકડા કરી નાખ્યાં. જે ટુકડા એકાવન થયા. આ એકાવન ટુકડાઓ જ્યાં જ્યાં પડયાં, ત્યાં ત્યાં એક શક્તિપીઠ બની. સતીના શરીરનું બ્રહ્મરંધ્ર (તાળવું) અધોરપંથમાં જ્યાં પડયુ ત્યાં માં હિંગળાજની શક્તિપીઠ સ્થપાણી. સર્વ શક્તિ પીઠોમાં સૌથી પહેલુ અને મુખ્ય શક્તિપીઠ માનવામાં આવે છે .
શક્તિપીઠનું હિંગળાજ નામ શા માટે રખાયું?
૧ હિંગળાજ માતા વિષે શ્રી હિંગુલા પુરાણ ( પૃષ્ઠ ૨૦૬ થી ૨૧૨ ) માં વર્ણન મળે છે કે , રોમક દેશમાં ”વિપચિત્તિ” નામે એક ભયંકર રાક્ષસ હતો. તેને હિંગલ અને સિંદુર નામે બે પુત્રો હતા. એ બહુજ બળવાન હતાં , તેઓએ વિષ્ણુ ભગવાન અને અન્ય દેવો પર વિજય મેળવ્યો હતો. પાર્વતી પુત્ર ગણપતીએ સિન્દુરાસુર દૈત્યનો વ ધકરેલ. સિન્દુરા – સુરના વ ધવખતે હિંગુલાસુર પાતાળલોકમાં હાટકેશ્વરની સેવામાં હતા. બીજા દૈત્યો પાસેથી જાણવા મળ્યું કે દેવી પુત્ર ગણેશે પોતાના મોટાભાઈનેહ ણ્યો છે. આમનું વહેર વાળવાની તીવ્ર ઇચ્છા થઈ પરંતુ ગણેશની શકિત સામે તે ટક્કર લઈ શકે તેમ ન હતો.
તપ દ્વારા સિધ્ધિ મેળવીને દેવોનો ના શ કરવો આવો દઢ નિશ્ચય કર્યો. કઠોર તપ કરવા માટે તે મેરૂ પર ગયો , ઉંચા બાહુ રાખી , પૃથ્વી પર અંગુઠા વડે ઉભા રહીને આકાશ તરફ દ્રષ્ટિ રાખી એક હજાર વર્ષ સુધી તપ આદર્યું. હિંગુલાસુરના મહાતપથી દેવો કંપિત થયા. દશે દિગપાલો ડોલવા લાગ્યા , દેવોએ બ્રહ્માજીના શરણે જઈ બધી વાત કરી. આથી બ્રહ્માજીએ એ રાક્ષસને દર્શન આપ્યા અને રાક્ષસને વરદાન માંગવા કહ્યું. બ્રહ્મા તેનું તપ જોઈ અતિ હર્ષ પામી કમંડલમાંથી પાણી લઈને પોતાના હાથ વડે તેના પર છાંટવા લાગ્યા , અને બોલ્યા કે તારા મનમાં જે હોય તે માંગ, હું તારા તપથી સંતુષ્ઠ થવાથી સર્વ આપવા તૈયાર છું.
બ્રહ્માજી જો તમે મારા તપથી ખરેખર પ્રસન્ન થયા હો તો મને વરદાન આપો કે, આકાશ , પૃથ્વી કે પાતાલ ગમે ત્યાંથી કોઈ પણ ગમે તેવા શ સત્રોથી પણ મનેમા રીન શકે. જ્યાં ભગવાન સૂર્ય પણ પ્રકાશતા ન હોય ત્યાં જ મારો અંત ન થઈ શકે. બ્રહ્માજીએ ખિન્ન હૃદયે “તથાસ્તુ” બોલી આ રાક્ષસને વરદાન દીધું. આવું અભય વરદાન મળી જતા તે પૃથ્વી લોક ઉપર હાહાકાર મચાવવા લાગ્યો.
પ્રથમ સ્વર્ગના અધિપતી ઈન્દ્ર પર ચડાઈ કરીને તેને સ્થાનભ્રષ્ટ કરી સ્વર્ગનો ઘણીરણી થઈ બેઠો. આથી સર્વ દેવો કંપવા લાગ્યા. મદી રાપાન કરીને તે સુંદર સ્ત્રીઓ પાછળ કામાતુર બનતો. આથી સર્વ દેવતાઓ હિંગુલાશર દૈત્યથી છુટકારો મેળવવા માટે એકઠા થયા, અને મા પાર્વતીના શરણે જઈને આપત્તીની વાત કરી આ મહા દુઃખમાંથી છુટકારો અપાવવાની આજીજી કરી.
સંપૂર્ણ હકિક્ત જાણીને દેવીએ કીધુ કે તમો તમારા સ્થાને સૌ પ્રસ્થાન કરો. હું આજે જ એ અસુરનેમા રીશ, દેવી ઉપર વિશ્વાસ મુકી સર્વે દેવો પોત પોતાના સ્થાને ગયા. ગૌરવણ – વિશ્વમોહિનીનું સ્વરૂપ ધારણ કરી માતા પાર્વતી મદિ રાપાનમાં ચકચર એ હિંગુલાસુર સામે એકાંત વાસમાં ઉપસ્થિત રહ્યા. આ અસુરે આવી સ્વરૂપવાન સુંદરી કદીએ જોઈ પણ નહોતી. તેથી તે તેમના ઉપર મોહીત થઈને એ સુંદરીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. સુંદરીને પ્રાપ્ત કરવાની લગનીમાં હિંગુલાસુરને પોતાના વસ્ત્રોનું પણ ભાન રહ્યું નહી. આવી હાલતમાં જ સુંદર સ્વરૂપ માતાજી તેને રિસંધ પ્રદેશ સુધી ખેંચી લાવ્યા.
જ્યારે માતાજીને લાગ્યું કે, આ અસુરનો સં હાર અહીં જ કરવો ઠીક રહેશે. આમ કરી દેવી અંતરધ્યાન થઈ ગયા અને અહાસ્ય કરવા લાગ્યા. આમ દેવી તેમને પર્વતની ગુફાઓની અંદર લઈ ગયા કે જ્યાં સૂર્ય પણ પ્રકાશતો ન હતો. બ્રહ્માજી પાસેથી મેળવેલા વચન મુજબ તેમનેમા રવા માટે આજ જગ્યા સૌથી વિશેષ અનુકુળ છે આવું મનોમન વિચારી દેવીએ ફરીથી આગળનું સ્વરૂપ ધારણ કર્યું .
દૈત્યે જેવું આગળના સરખું સ્વરૂપ જોયું કે, તે ઘણો જ હર્ષ પામ્યો અને બોલ્યો કે તું અત્યાર સુધી કયાં ગઈ હતી? મારૂં બળ તું જાણતી નથી , ક્ષણવારમાં જ તારો ના શ કરીશ. હવે મારું બળ જોજે. આમ કહી હાથમાં ખણ લઈ દેવીનેમા રવા માટે ચંડિકા દેવીની નજીક આવી પહોંચ્યો. આવતા વારમાં જ દેવીના શરીરમાં તે સમાઈ ગયો. જેવો તે દેવીના શરીરમાં પડયો કે તે “યા દેવી , યા દેવી” એમ બુમો પાડવા લાગ્યો. તેના પ્રાણ પણ જવા લાગ્યા, અને તે પ્રાર્થના કરવા લાગ્યો કે – હે જગત જનની? મેં ખુબ જ પાપો કર્યા છે. મારો અંત નીપજાવનાર તું અહીં હિંગુ ( હિંગળાજ ) એવા મારા નામથી પુજાજે.
મહામાયા હિંગળાજનું ઉપરોક્ત પુરાણ પ્રસિદ્ધ મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના લાસબેલા જીલ્લામાં ક્યારા તાલુકામાં હિંગોળ નદીની પાસે કનકરાજ પર્વત માળામાં આવેલ છે. જ્યાં હિન્દુ અને મુસલમાન આ બંને કોમના ભાવિકો માના દર્શનાર્થે જાય છે. આ મંદિર જેવી જ ચેતન્ય શક્તિ ધરાવતું, આ મંદિરની માફક પ્રાચિનતાની ગવાહીઓ આપતુ માં હિંગળાજનું એક મંદિર ભારતની ભૂમી ઉપર ગૌરવંતા ગુજરાતમાં, સૌરાષ્ટ્રની રઢીયાળી ધરા ઉપર , જામનગર જીલ્લાના ભાણવડ તાલુકામાં વેરાડ ગામે સ્ટેટ હાઈવે નં . ૨૭ ઉપર આવેલ છે. જે મંદિર હિંગળાજના ઉપાશકો માટે રૂા .૧ પ કરોડના ખર્ચે આંતર રાષ્ટ્રીય કક્ષાના તિર્થાટન ધામ તરીકે નવનિર્માણ પામી રહયું છે.
શ્રી હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ – વેરાઠના હાથે હાથ ધરાયેલ કાર્યના પ્રથમ ચરણ સ્વરૂપે , સૌરાષ્ટ્ર – કચ્છમાંથી ૯ ઉપાશક સમાજના ૧૫ ભાવિકો દ્વારા પાકિસ્તાનના લાસબેલા જીલ્લામાં પ્રસ્થાપિત હિંગળાજ માતાજીના મંદિરેથી પુજારી ગોપાલગીરી બાપુના હાથે તારીખ : ૨૨/૦૬/૨૦૧૬ ના રોજ જયોતસે અખંડ જયોત જલાવી વેરાડ ગામે લાવવામાં આવી. જે જયોતના સ્વાગત માટે વેરાડ ગામના સર્વ વેપારી ભાઈઓએ પોતાના વેપાર ધંધાઓ સ્વયં બંધ રાખી સમગ્ર ગામના પ્રજાજનો તથા બહારથી આવેલા માઈ ભકતોએ સાથે મળી
ગામમાં પ્રભાત ફેરી કાઢિને સ્વાગત કર્યું. જેનું વેરાડના સર્વે પ્રજાજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું. ત્યારબાદ મંદિર પટાંગણમાં પાકિસ્તાન હિંગળાજ જયોત યાત્રા સંઘમાં આવેલા વિવિધ માઈ ભકત યાત્રિકોએ પોતાના ભાવ પ્રતિભાવો આપ્યા અને છેલ્લે અંતમાં તારીખ : ૨૮/૦૬/૨૦૧૬ ને મંગળવારના દિવસના ૧૧:૦૦ કલાકે લાભ ચોઘડીયામાં સંસ્થાના પ્રમુખશ્રી પી.પી. ભાલોડીયા સાહેબે પાંચ નાની બાળાઓના સથવારે વેરાડમાં બિરાજમાન માં હિંગળાજના મંદિરમાં અખંડ જયોતને પ્રસ્થાપીત કરી. જેમના દર્શનનો લાભ માઈ ભકતો યુગો પર્યત લઈ શકશે.
રૂા .૬ ૬ , ૬૬-૦૦ ની અંતિમ બોલી લગાવીને આ જયોતની પ્રથમ મહા આરતી ઉત્તર ગુજરાતના વિસનગર નિવાસી નાઈ વિષ્ણુભાઈ પ્રાણજીવનભાઈએ ઉતારી. અને આ અખંડ જયોતના એક વર્ષના દિવેલ માટે તેમના તરફથી ૧૨૦ કિલો શુધ્ધ ઘીની લ્હાણી કરવામાં આવી. ટ્રસ્ટી મંડળ તરફથી માઈ ભકતોને સુચના એકજ વ્યકિત તરફથી એક્કી સાથે ૧૨૦ કિલો કે તેથી વધારે શુદ્ધ ઘી દિવેલ પેટે આપનારાઓની ઐતિહાસીક નોંધો પાડવામાં આવશે. માઈ ભકતો ગમે ત્યારે આપી શકશે. આ મંદિર આંતર રાષ્ટ્રીય તિર્થાટન ધામ તરીકે નવનિર્માણ પામી રહ્યું છે.
સાભર – હિંગળાજ તારે દ્વાર બુકમાંથી
સંકલન કરનાર : પી.પી. ભાલોડીયા ( પ્રમુખશ્રી )
શ્રી હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ – વેરાડ
(સાભાર વીક ચૌહાણ, અમર કથાઓ ગ્રુપ)