માં કાળીની કૃપાથી આજનો દિવસ સારો રહેવાનો છે, બેરોજગારોને સારી કંપનીમાંથી નોકરી માટે ફોન આવી શકે છે

0
1717

મુહુર્તનો સમય – કરવા યોગ્ય ગતિવિધિઓ

દિવસના ચોઘડિયા

ચલ 07:05 AM – 08:31 AM યાત્રા / સૌંદર્ય / નૃત્ય / સાંસ્કૃતિક ગતિવિધિઓ

લાભ 08:31 AM – 09:58 AM નવા વ્યવસાય, શિક્ષણની શરૂઆત કરો

અમૃત 09:58 AM – 11:24 AM દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

કાળ 11:24 AM – 12:51 PM મશીન, નિર્માણ અને ખેતી સંબંધી કાર્યો

શુભ 12:51 PM – 02:17 PM લગ્ન, ધાર્મિક, શિક્ષણની ગતિવિધિઓ

રોગ 02:17 PM – 03:43 PM વાદ-વિવાદ, સ્પર્ધા, વિવાદનું નિવારણ

ઉદ્યોગ 03:43 PM – 05:10 PM સરકાર સંબંધી કાર્ય

ચલ 05:10 PM – 06:36 PM યાત્રા / સૌંદર્ય / નૃત્ય / સાંસ્કૃતિક ગતિવિધિઓ

રાતના ચોઘડિયા

રોગ 06:36 PM – 08:10 PM વાદ-વિવાદ, સ્પર્ધા, વિવાદનું નિવારણ

કાળ 08:10 PM – 09:43 PM મશીન, નિર્માણ અને ખેતી સંબંધી કાર્યો

લાભ 09:43 PM – 11:17 PM નવા વ્યવસાય, શિક્ષણની શરૂઆત કરો

ઉદ્યોગ 11:17 PM – 12:50 AM 25 Feb સરકાર સંબંધી કાર્ય

શુભ 12:50 AM – 02:24 AM 26 Feb લગ્ન, ધાર્મિક, શિક્ષણની ગતિવિધિઓ

અમૃત 02:24 AM – 03:57 AM 26 Feb દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

ચલ 03:57 AM – 05:31 AM 26 Feb યાત્રા / સૌંદર્ય / નૃત્ય / સાંસ્કૃતિક ગતિવિધિઓ

રોગ 05:31 AM – 07:04 AM 26 Feb વાદ-વિવાદ, સ્પર્ધા, વિવાદનું નિવારણ

શુક્રવાર 25 ફેબ્રુઆરી 2022 નું પંચાંગ

તિથી નવમી (નોમ) 12:57 PM સુધી ત્યારબાદ દશમ

નક્ષત્ર જયેષ્ઠા 12:07 PM સુધી ત્યારબાદ મૂળ

કુષ્ણ પક્ષ

મહા માસ

સૂર્યોદય 06:25 AM

સૂર્યાસ્ત 05:58 PM

સૂર્યાસ્ત 02:42 AM, Feb 26

સૂર્યાસ્ત 12:20 PM

અભિજીત મુહૂર્ત 11:48 AM થી 12:34 PM

અમૃત કાળ મુહૂર્ત 04:34 AM, Feb 26 થી 06:03 AM, Feb 26

વિજય મુહૂર્ત 02:07 PM થી 02:53 PM

દુષ્ટમુહૂર્ત 08:43:41 થી 09:29:50 સુધી, 12:34:27 થી 13:20:36 સુધી

કાલવેલા / અર્દ્ધયામ 14:52:54 થી 15:39:03 સુધી

મેષ રાશિ : તમારી આસપાસના લોકો તમારું મધુર વર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તમને બધાની મદદ કરવા આગળ રહેશો. આજે તમે જોશો કે જીવન પ્રત્યે તમારો અભિગમ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ધ્યાનમાં રાખો કે આ પરિવર્તન માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ આવવું જોઈએ.

વૃષભ રાશિ : આજે તમે તમારી જાતને ઉત્સાહિત અનુભવશો. આ ઉર્જાથી તમે જે પણ કામ કરશો તે સમયસર પૂરુ થશે. જો આ રાશિના ડોક્ટરો તેમના અનુભવનો યોગ્ય દિશામાં ઉપયોગ કરે તો તેમને ચોક્કસ સફળતા મળશે. આજે, પ્રગતિની કેટલીક એવી બાબતો સામે આવશે જેમાં તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

મિથુન રાશિ : આજે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. નાની-નાની પરેશાનીઓ તમને ઘેરી લેશે. તમારા નિર્ણયથી ભાવનાત્મક રીતે તમારા પર નિર્ભર કોઈ વ્યક્તિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. આજે તમારું વિશેષ ધ્યાન મિત્રો પર રહેશે. તમારા વિચારોમાં અસામાન્ય સ્પષ્ટતા રહેશે.

કર્ક રાશિ : આજે કોઈ વાદ-વિવાદ કે ઝઘડો થવાની શક્યતા છે, તેથી કોઈપણ વાદ-વિવાદ કે ઝઘડામાં ન પડવાનો પૂરો પ્રયાસ કરો. જો તમને લાગે છે કે પરિસ્થિતિઓ વધુ ખરાબ થઈ રહી છે, તો તમારી જાતને તેનાથી દૂર રાખો. એવું પણ બને કે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય કે મામલો તમારા હાથમાંથી નીકળી જાય. માટે આજે તમારે કેટલાક લોકોથી થોડું સાવધાન રહેવું પડશે.

સિંહ રાશિ : આજનો દિવસ સારો રહેવાનો છે. પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે. સંતાનોના શિક્ષણમાં પ્રગતિની સંભાવના છે. અભ્યાસ પ્રત્યે તેમની ગંભીરતા વધશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. જો આ રાશિના લોકો નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે તો આજનો દિવસ શુભ છે. બેરોજગારોને સારી કંપનીમાંથી નોકરી માટે ફોન આવી શકે છે.

કન્યા રાશિ : આજે કેટલાક લોકો તમારી હેરાનગતિનું કારણ બની શકે છે, તેમને અવગણો. પ્રેમની શક્તિ તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. એવા લોકો સાથે વાત કરવા અને સંપર્ક કરવા માટે સારો દિવસ છે જેમને તમે ભાગ્યે જ મળો છો. શક્ય છે કે આ તમારા રોમેન્ટિક જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હશે, જે તમારા હૃદયને સંપૂર્ણ રીતે તોડી શકે છે.

તુલા રાશિ : આજે તમે કદાચ કેટલીક સમસ્યાઓમાં ફસાયેલા છો, આવા સમયે તમને જે મદદ મળશે તેનાથી તમને ઘણી રાહત મળી શકે છે. તમારે કાર્યસ્થળમાં તમારી મર્યાદાઓ જાણવી જોઈએ. જો તમારી વિચારસરણી મુજબ કામ ન થાય તો પણ પરેશાન ન થાઓ. તમારી મહેનત અને સમર્પણ તમારી કારકિર્દીને ઉંચાઈ પર લઈ જશે અને તમને ઘણો ફાયદો થશે.

વૃશ્ચિક રાશિ : આજનો દિવસ સામાન્ય રહેશે. નવું વાહન ખરીદવાની તૈયારી કરવી. તમે સાંજે ઘરે પાર્ટીનું આયોજન કરી શકો છો. મિત્રોના સહયોગથી અટકેલા કામ પૂરા થશે. આ રાશિના લોકો જેઓ પરિણીત છે તેઓ એકબીજાને કંઈક ગિફ્ટ કરી શકે છે, સંબંધ મજબૂત થશે. પ્રોપર્ટી ડીલર્સ માટે દિવસ લાભદાયી છે, પ્રોપર્ટીના વેચાણથી ઘણો ફાયદો થશે.

ધનુ રાશિ : આજનો દિવસ શાંતિથી પસાર કરો. શારીરિક અસ્વસ્થતા તમને બેચેન બનાવશે. નોકરી અને વ્યવસાયમાં લાભ થશે. જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. મનની ઈચ્છાઓ પૂરી થશે. આકસ્મિક ખર્ચ થશે. પ્રેમીઓ વચ્ચે વાદ-વિવાદને કારણે મનભેદ થશે. આજે વાદ-વિવાદ અને ઝઘડાથી દૂર રહો. ગુસ્સાને કાબૂમાં રાખો. વાણી પર સંયમ રાખવો તમારા માટે ફાયદાકારક રહેશે.

મકર રાશિ : નજીકના સંબંધી સાથે તમારા સંબંધો બગડી શકે છે. આજે તમારા સંબંધોને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો. આજે તમે તમારા કામ પ્રત્યે આત્મવિશ્વાસ રાખશો. તમારા ઉપરી અધિકારીઓ તમારી ઓફિસમાં કેટલીક સમસ્યાઓ ઉકેલવાની તમારી ક્ષમતાની પ્રશંસા કરશે અને તમને પ્રશંસા પણ મળવા લાગશે.

કુંભ રાશિ : આજે ભાગ્ય તમારો સાથ આપશે. આજે તમે જાતે જ કામ કરવાનું વિચારશો તો ફાયદો થશે. ઓફિસમાં દિવસ સારો રહેશે, નવા મિત્રો બનશે. આ રાશિના વકીલો માટે આજનો દિવસ સારો રહેશે, તમને જૂના કેસમાં વિજય મળશે. નવા કેસો પણ મળવાની શક્યતા છે.

મીન રાશિ : આજે તમે માનસિક રીતે સ્વસ્થ રહેશો. તમારો નિર્ણય લેવામાં સંકોચ ન કરો, ખુલીને બોલો અને તમારો નિર્ણય લો. યાત્રા સફળ થશે. પૈસા મળવાની શક્યતાઓ છે. ડિસ્ટન્સ એજ્યુકેશન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને આજે કોઈ મોટી સફળતા મળશે. આજે તમને તમારા સારા કામ માટે સન્માન પણ મળી શકે છે. આજે તમારે કોઈપણ કામમાં અતિશય ઉત્સાહથી બચવું જોઈએ.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.