ઘરમાં માં લક્ષ્મીના આવા ફોટો લગાવવા માનવામાં આવે છે શુભ, જાણો તેમના કેવા ઘરમાં રાખવા જોઈએ.

0
563

માં લક્ષ્મીના આવા ફોટા લગાવવાથી વધવા લાગશે બેંક બેલેંસ, પ્રોપર્ટીમાં પણ ચમકશે ભાગ્ય.

માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો ઘરમાં માં લક્ષ્મીની મૂર્તિ લગાવે છે. તેમની નિયમિત રીતે પૂજા કરે છે. વ્રત રાખે છે અમને વિધિ પૂર્વક પૂજા કરે છે. શાસ્ત્રો મુજબ માતા લક્ષ્મીનો આ ફોટો લગાવવાથી ઘરમાં પૈસાની તંગી નહિ રહે. સાથે જ ઘણા પ્રકારના સંકટ પણ દુર રહે છે.

કહેવાય છે કે માં લક્ષ્મીને સ્વચ્છતા ખુબ ગમે છે. જે ઘરમાં ગંદકી હોય છે માં લક્ષ્મી નારાજ થઇને ત્યાંથી જતા રહે છે. એટલા માટે ઘરમાં માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે 5 અદ્દભુત ફોટા લગાવી શકાય છે, તે લગાવ્યા પછી તમારા દિવસો બદલાઈ જશે.

હાથી સાથેનો ફોટો : ઘણા ફોટામાં માં લક્ષ્મીનું વાહન ઘુવડ હોય છે. તો ઘણા ફોટામાં માં લક્ષ્મી સાથે હાથી હોય છે. માતા લક્ષ્મી પાસે હાથી હોવાનો અર્થ જળ અને જીવનનો નિરંતર પ્રવાહ થવો છે. ઘરમાં માં લક્ષ્મીનો હાથી વાળો ફોટો લગાવવાથી માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.

સુંઢમાંથી પાણી વરસાવતો હાથી : હંમેશા માં લક્ષ્મીની મૂર્તિ પાસે હાથી પોતાની સુંઢ માંથી જળ વરસાવતો ઉભો હોય છે. કહેવાય છે કે માં લક્ષ્મીનો આ ફોટો ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. તે લગાવવાથી ઘરમાં સંપત્તિનો વિકાસ થાય છે. સાથે જ આવકની નવી તકો ઉભી થાય છે.

હાથી પણ છે માં લક્ષ્મીનું વાહન : એ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે માં લક્ષ્મીનું વાહન ઘુવડની સાથે સાથે હાથી પણ છે. માન્યતા છે કે માં લક્ષ્મીનો હાથી વાળો ફોટો ઘરમાં લગાવવો ખુબ જ શુભ રહે છે.

કમળનું ફૂલ છે પસંદ : માં લક્ષ્મીને કમળનું ફૂલ ખુબ જ પ્રિય છે. કહેવાય છે કે ઘરમાં કમળ ઉપર બિરાજિત માં લક્ષ્મીનો ફોટો લગાવવાથી વ્યક્તિની આર્થીક સમસ્યા દુર થઇ જાય છે. ધનની નવી તકો ઉભી થાય છે. અને વ્યક્તિ કરોડપતિ બની જાય છે.

લક્ષ્મીજીના મોટા બહેન છે અલક્ષ્મી : શાસ્ત્રોમાં લક્ષ્મીજીની મોટી બહેન અલક્ષ્મીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે જે ઘરમાં માં લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ નથી થતો. માં લક્ષ્મીનો વાસ રહે છે.

નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે. અહિયાં તે જણાવવું જરૂરી છે કે અમે કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ જાણકારી કે માન્યતાનો અમલમાં લાવતા પહેલા સંબધિત નિષ્ણાંતની સલાહ લેવી.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.