માં મને કેમ ખબર પડી મોડી? માતૃ પ્રેમ પર બનેલી આ અદ્દભુત રચના તમારું દિલ જીતી લેશે.

0
479

તું છે દરિયો

ને હું છું હોડી…!

મા, મને કેમ

ખબર પડી મોડી…?

આખું આકાશ

એમાં ઓછું પડે,

એવી વિરાટ

તારી ઝોળી…!

મા, મને કેમ

ખબર પડી મોડી…?

તડકાઓ પોતે

તેં ઝીલી લીધા,

ને છાંયડાઓ

આપ્યા અપાર,

એકડો ઘૂંટાવીને

પાટી પર દઈ દીધો

ઈશ્વર હોવાનો આધાર…

અજવાળાં અમને

ઓવારી દીધાં ને,

કાળી ડિબાંગ

રાત ઓઢી…!

મા, મને કેમ

ખબર પડી મોડી…?

વાર્તાઓ કહીને

વાવેતર કીધાં,

અને લાગણીઓ

સીંચી ઉછેર,

ખોળામાં પાથરી

હિમાલયની હૂંફ,

ને હાલરડે

સપનાંની સેર,

રાતભર જાગી

જાગીને કરી તેં

ઈશ્વર સાથે જીભાજોડી…

મા, મને કેમ

ખબર પડી મોડી…?

– સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)