રમતા જોગીનો અવિસ્મરણીય પ્રવાસ ‘માં નર્મદાને કિનારે કિનારે’ ભાગ 3.

0
598

નર્મદે હર

હું આરામ કરતો હતો ત્યારે દૂરથી કોઈ નાનું બાળક worker સાઈકલ ખેંચીને આવતું હોય એવો અવાજ આવયો. મેં ઉભા થઈને જોયું તો એક ૭૦થી ૭૫ વર્ષની ઉંમરના કાકા કમરથી સહેજ ઝૂકીને ચાલતા હતા એકદમ પાતળા બાંધાના.

ખભે એક બેગ બીજી નાની થેલી ,સુવા માટે ચેન વાળું સ્લીપર બેડ અને મોટી પૈડાવાળી બેગ હાથમાં મોટું હેન્ડલ પણ ખરું , બેગ ના પૈડા લટકી રહ્યા હતા છુટા પડવાની તૈયારીમાં , સામાન ઉસકો ના પડે માટે તેમને આ ઉપાય કરેલો. નજીક આવી નર્મદ કર્યું મેં પણ નર્મદે હર કીધું

ધરમશાળા ભાઈ અંદર હતા , મેં તેમને બોલાય ભોજન પ્રસાદ વિશે પૂછ્યું કાકાએ કીધું જમીને આવ્યો પાણી પી ને શાંતિથી બેઠા. સત્સંગ ચાલુ થઈ ગયો. એમને કીધુ હું પણ જગન્નાથપુરી વાળી ટ્રેનમાં જ આવે. મેં પણ અમરકંટક થી શરૂઆત કરી.

તેમને પૂછ્યું ગુજરાતી ખરાબ પણ કંઈ ના તમે, વડોદરા ગોત્રી,. …. હું પણ વડોદરાનુ છું. ઘણી બધી વાતો કરી ઘર-પરિવાર છોકરા નોકરી ધંધા વિશે સગા સંબંધી ઓળખાણો

કાકાએ કીધું મારો મોટો દીકરો એમ.એસ.યુનિવર્સિટીમાં મ્યુઝિક ટીચર છે એક બેબી હતી પરણાવી દીધી દીકરાનો દીકરો એનું નામ , રંગદત , તબલા વગાડવામાં માસ્ટર છે અમારો આખું પરિવાર ગીત-સંગીત થી જોડાયેલો છે બેબી પણ સિંગર છે જમાઈ પણ કલાકાર છે મારો ભાણિયો પણ સિંગર છે , મારુ વતન ડભોઇ નજીક ….

અમે દત્ત ઉપાસક નારેશ્વર ના રંગ અવધૂત મહારાજ, બાપજી ને ગુરુ કરેલા છે. ઘણી બધી વાતો થઈ તેમનો સ્વભાવ શાંત અને સંસ્કારી હતો તમારી જોડી જામી. મેં પેલી મોટીબેઞ વિશે પૂછ્યું , એમને કીધું ભારે સામાન લઈને ચલાઈ ના માટે આ ઉપાય ઘરેલુ.

મેં કીધું કાકા તમે એક ફેંકી દો બીજી નવી બેગલોર કોઈ પરિક્રમા વાસી ને આ ટાઈપ ની બેગ લઈને ફરતા મેં નથી જોયું , આપણે જોડે ચાલીશું તો ,મને શરમ આવશે. એ વાત સાચી છે તમારી હું પણ એ બે થી કંટાળી ગયો છું આ લઈને ચાલુ તો ખરરર ખરરર અવાજ આવે છે.

કરંજિયા ગામ મોટું હતું ઘણી બધી દુકાનો બજાર પણ હતી હું ને કાકા બેગ લેવા બજારમાં નીકળ્યા. એક બેગ લીધી કાકા ને ચા પીવાનું મન થયું તેમને મને પણ આગ્રહપૂર્વક ચા પીવડાવી જોડીદાર થયા એટલે હવે પીવી પડશે મારી ચહા ,પણ ચાલુ થઈ ગઈ. આશ્રમે આવી ફરી પાછી વાતો ચાલુ , મારું શરીર ગરમ થતું.

કાલે આવેલા તાવે ફરી ઉથલો માર્યો , સાંજ પડી… આશ્રમ વાળા ભાઈ આવ્યા તેમને પહેલાથી જ અમને જણાવી દીધૂ અભી આપ દો મૂર્તિ હો ગયે હો મે કચ્ચ સીધા દેતા હું. લકડી ધર્મશાલા મેં પડી જાય આપ જો બી ચાહો ભોજન બનાવો.

મેં કાકાને કીધું , આપોને કઈ આવડે નહીં તમને આવડતું હોય તો બનાવો , આપણે તો બિસ્કીટ ચણા છે જ. ઓ ભાઈ તમે મને મદદ કરજો આપણે વઘારેલી ખીચડી બનાવી દઈશું , સારુ મદદ તો કરીશું. કાચુ સીધું આવી ગયો ચોખા મગની દાળ આખા મરચા હળદર તેલ બે-ત્રણ નાના બટાકા.

અમે ખીચડી બનાવી જમ્યા પછી માતાજીની આરતી કરી. મને તાવ વધારે હતો ,, શું થાય છે ભાઈ? મેં તાવ ની વાત કરી,. કાકાએ તેમના થેલામાંથી મેડિકલ સ્ટોર બહાર કાઢયો જ્વેલેરી વાળા રાખે તેવો મોટો ડબ્બો , આ બધું રાખવું પડે ભાઈ રસ્તામાં વાગે કરે.

તેમને દવાની ટેબલેટ આપી, મેં ના પાડી, તેમને એક સ્પ્રે બતાવ્યો આ લગાવો , હા ચાલશે. આ દુખાવો થાય તેનો સ્પ્રે છે પણ શરીરે લગાવશો તો તાવ ઊતરી જશે. મેં આખા શરીરે સ્પ્રે લગાવ્યો તાવ ઉતરી ગયો. મોડેથી સારી ઊંઘ આવી ગઈ.

સવારે ચાલવાનું શરૂ કર્યું અમે સાથે સાથે ચાલતા હતા મારીને કાકાની બંનેની સ્પીડ ધીરે જતી. આપણે 10 થી 15 રોજ ચાલશૂ હા એટલું જ છે. કરંજિયા થી આગળ પાંચ કિલોમીટર અમર દેહી હતું. અમે રુષા ગામમાં રાત રોકાઈ શું એમ વિચારી નીકળ્યા. જોડે જોડે ચાલવાથી વાતો વધારે થતી હતી મેં કાકાને કીધું આપણે રાતે ભેગા થઈશું , ચાલવાનું તો અલગ અલગ રાખીશું સાથે સાથે ચાલવાથી વાતો જ વધારે થતી હોય એવું લાગે કાકા તમે આગળ ચાલુ હું તમારી પાછળ આવીશ એકલા ચાલવાથી માતાજી નું સ્મરણ થાય નામ જ થાય ,. સાંજે તો આપણે ભેગા છે

હા પણ એવું જ કરીશું ,. અમે છુટા પડ્યા. એકલા ચાલવાનો આનંદ જ કંઇક ઔર હતો મન ફાવે તો બેસવું મન ફાવે તો ચાલુ. , મારે ને કારણે બધી રીતે મેળ બેઠો , ગીત-સંગીત ઇતિહાસ સાહિત્ય બન્નેના શોખ હતા પણ માણસનું મન માકડા જેવુ એ ગમે તેવી સારી વસ્તુ માં પણ ખામી તો શોધી જ કાઢે.

કરંજિયા દુર છૂટી ગયું આગળ ધીરે ધીરે આદિવાસી ગામ આવવા લાગ્યા પાછું એ જ આજુબાજુ ઘોર જંગલ આદિવાસી ના ઝુંપડા આવતા હતા બધા. કાકા ને ચાલતા જોઈને આદિવાસી સ્ત્રીઓ અંદરો અંદર હસતી હતી નાના બાળકો પણ કાકાની જોઈ હસતા હતા. મેં થોડું ધ્યાનથી જોયું તો, કાકાની ધોતી છોકરી ના સ્કર્ટ જેવી લાગતી હતી મેં નજીક છે કીધું , હા તમે કઈ જાતની ધોતી પહેરી છે?

તેમણે સ્પષ્ટતા કરી મેં આ ક્રીમ કલરનું કાપડ લઈ છોકરીઓ નીહાર પહેરે એવું કટ બનાવેલું છે કાપડને બંને બાજુથી સિવિલ લઇ કમરમાંથી ઇલાસ્ટિક બેસાડેલું છે. સ્પેશિયલ પરિક્રમા ચાલવા માટે હા ડ્રેસ બનાવેલો છે. મેં કીધું હા ના ચાલે , બધા હસતા હોય છે, મને શરમ આવે. મારી પાસે બીજું છે નહીં આજ ફાવે છે મને. મેં કીધું સારું ચાલો પછી જોઈશું.

હવે આગળનો રસ્તા પર કોઈ આશ્રમ આવતા નથી ગામમાં જ કોઈના ઘરે જમવું પડે rusha પહોંચતા પહોંચતા ચાર વાગી ગયા હતા કાકા એ બ્રાહ્મણ ઘર શોધી નાખ્યો હતું.કાકા પણ બ્રાહ્મણ હતા. આગળ દુકાન નાની એવી દુકાન હતી પાછળ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો બ્રાહ્મણ પરિવારે સામેથી કીધું જમીનને જજો આજ સવારથી જ મેં બિસ્કિટ ખાઈને ચલાવતા હતા દાળ શાક ને રોટલી અમે જમી લીધું.

ઘર માલિક બ્રાહ્મણ ચુસ્ત હિન્દુ હતા અમે ગુજરાતી છે એ જાણીને વારેવારે કહેતા હતા, હે મોદી રામ મંદિર ક્યુ નહિ બતા, આપણે ગમે તે વાત કરી હોય , પણ એ તરત જ બોલે , એ મોદી રામ મંદિર ક્યુ નહિ બનાતા. વિદાય લેતા કાકાએ બ્રાહ્મણ પરિવાર ને સો રૂપિયા આપ્યા મેં પણ 100ની નોટ કરી બ્રાહ્મણ પરિવાર ને આપી દીધી દક્ષિણા સમજ કર લીજીયે મહારાજ.

સાંજ પડવા આવી હતી હવે ખાલી સુવા માટેનું માં શોધવાનું હતું બે કિલોમીટર ચાલતા એક નર્મદાજી માતાનું મંદિર આવ્યો બાજુમાં ધરમશાળા હતી અંદર જઈને જોયું તો કોઈના તો ખનડર પડેલું હતું. એક ભાઈ ને પૂછતાં ખબર પડી,, યહા પે રહનેવાલા બાબા કા સ્વર્ગવાસ હો ગયા અભીયાસ સેવા કરને વાલા કોઈ નહિ એ પીછે કી જમીન ભી મંદિર કી હૈ.

બાબા કા જો લડકા હૈ ઓ કલેક્ટર બન ગયા હૈ મંદિર કી જમીન ઉસને નામ કર લી હૈ , સેવા કરના બંધ કર દી. આપકો રૂપ ના હો તો રૂપ સકતે હૈ કોઈ સુવિધા નહીં. અમે મંદિરે રોકાઈ ગયા , મને થોડી અકળામણ થતી હતી કાકાએ મોબાઈલ પર વાતો ચાલુ કરી દીધી. પણ કાકા ને એકલા મૂકીને ચાલવાનું પણ ઠીક નથી.

એકલા છે ઉંમરવાળા છે આપણા ગુજરાતના છે ,, મા નર્મદા ની ઈચ્છા હશે ત્યાં સુધી જોડે ચાલશે , પાછળ નર્મદાજીના મંદિરમાં મેં દિવા અગરબત્તી કરી કપૂર પણ પડ્યું હતું થોડી સુગંધ ફેલાવી. મન મારું માંકડું , એવું કે, એક શાંત અને સંસ્કારી. વિશ્વાસુ અને વફાદાર સંગાથ મળ્યો છતાં એમાં, ખામીઓ શોધવાનું શરૂ કરી દીધું.

કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલ્તા

કહિં ઝમી તો કહિં આસમા નહિં મિલ્તા

જીસે ભી દેખયે અપને આપ મેં ગુમ હૈ

જુબા મિલી હૈ મગર હમ જુબા નહીં મિલ્તા

તેરે જહાં મેં એસા નહીં કી પ્યાર ના હો

જહાં ઉમિદ હો ઉસકી વહાં નહીં મિલ્તા.

અત્યારે બસ આટલું જ. વધુ આવતા અંકે. નર્મદે હર.

રાણા રણવીર, રમતા જોગી.

– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)