નર્મદે હર
ઇન્દુ કાકાએ મોબાઇલ માં વાતો શરૂ કરી બધા જ સગા સંબંધીઓને યાત્રા વિશે જણાવતા હતા મારી તબિયત સારી છે યાત્રા કરવાની મજા આવે છે ગુરુદેવ દત્ત ની કૃપા છે જમવાનું પણ મળી રહે છે. મને થોડો અણગમો થતો હું નર્મદાજીના મંદિરના ઓટલે બેઠો વાતો કર્યા પછી કાકા પણ બેસવા આવ્યા અમારા બંનેની વાતો શરૂ , મેં કીધું કાકા મોબાઈલની સ્વીચ ઓફ કરી દેવાનો હોય ,જો આ મારું સાદું ડબલુ ખાલી ટોચ માટે ઉપયોગ બાકી બંધ હોય.
ઘરવાળા કહેલું છે તમારે ફોન કરવો નહીં ,, મારો ફોન સ્વીચ ઓફ છે મને યાદ આવશે તો ફોન કરીશ , કોઈ ઝંઝટ જ નહીં…
કાકા, ઓ…ભય તમારે એ બધું ચાલે મારે ના ચાલે. કાકાએ તેમના ઘરની છોકરાઓની તેના દીકરાઓની દીકરી ભાનેજ સગાસબંધી બધા ની રજેરજની વાતો મને કહી સંભળાવી.
કાકા નો વધારે પરિચય…
તેમનું નામ ઇન્દુભાઇ મહંત હાલ વડોદરામાં રહેતા હતા પણ તેમનું વતન ડભોઇ નજીક નું , થુઉવાવી , આ કાકા નું નામ તેમના ગામમાં એક સેવાભાવી ધાર્મિક વ્યક્તિ તરીકે બહુ માન પૂર્વક લેવાતુ તેમના ઘરે વારેવારે ધાર્મિક કાર્યક્રમો દત્ત જયંતિ રંગ અવધૂત જયંતિ એવા ઘણા કાર્યક્રમો થતા જેમાં મોટો ફાળો આ કાકા તરફથી મળતો.
દેશભક્તિની વાતો નીકળતા તેમને તેમના પિતાશ્રી વિશે વાત કરી આઝાદીની ચળવળમાં બાપુએ પણ ભાગ લીધેલો. 50 જેટલા ક્રાંતિકારીઓ નું એક ગ્રુપ હતું વડોદરા નજીક ને એની આજુબાજુ , તેમને એક નામ આપ્યું. પાદરા તાલુકાનું જાસપુર ગામ ખબર છે, મે કીધુ હા..
ત્યાં તમારી જ નાત ના , દરબાર ખોડુભા વાઘેલા , તેઓ એક બારવટીયા હતા લોકોની નજરમાં, પણ તેઓ એક ક્રાંતિકારી હતા , તેઓ મોટા મોટા શેઠિયાઓ ઠાકોરો ને ત્યાં ચુનોતી આપીને , ચેલેન્જ આપી ને, ધાડ પાડતા
પાંચ-છ પોલીસવાળા હથિયારધારી હોય તોપણ, ખોડુભા વાઘેલાને પકડવાની કોઈ હિંમત ના કરી શકે એવી એમની
એવી એમની ધાક, બહુ જોરાવર માણસ હતા.
મેં તેમના વિષે સાંભળેલું છે જસપુર મારા સબંધની પણ રહે છે બે-ત્રણ જઈ આવેલો છું. એ ખોડુ ભા વાઘેલા ના ખોળામાં હું નાનો હતો ત્યારે રમેલો, કાકાએ કીધું બધા ક્રાંતિકારીઓ ભેગા થઈ , છૂપા વેશમાં તમારે ઘરે આશરો લેતા તેમના ભોજન પાણીની વ્યવસ્થા મારા બાપુજી કરતા.
મારા વિશે પૂછ્યું.
મને કોઈ નોકરીમાં ફાવતું ન હતું , બે વર્ષના ગાળા મેં ૭૦ જેટલી નોકરીઓ છોડી દીધીલી… થોડી પણ રોક ટોક , દાદાગીરી કરે તો હું સહન નહોતો કરતો, દરબારીનો પાવર બતાવીને એક-બે દિવસ નોકરી કરી છોડી દેતો
પછી ઓલ પાદરા રોડ પર એક એસ.ટી.ડી પી.સી.ઓ ભાડે લઈ , ત્રણ વર્ષ ચલાવી, એ મને ફાવી ગયેલો બેઠા બેઠા ચોપડી વાંચવી , કોઈ ગ્રહ ફોન કરે તો પૈસા લેવાના બાકી આરામથી ચોપડી વાંચવા કરો.
પછી શું કર્યું?
એ દુકાન વેચાઈ ગઈ પછી મારા ઘર નજીક , એસ.ટી.ડી પી.સી.ઓ, ની દુકાન ભાડે લીધી 2001માં બે વર્ષ ચલાવી,
થોડું સહન કરી સામેની સોસાયટીમાં પોતાની દુકાન લીધી. પાછળ રૂમ હતી તે ભાડે આપી આગળ મોટી દુકાન કરી
જે કમાતો એ બધું ધાર્મિક પુસ્તકો ગીત ગઝલ શાયરી ના પુસ્તકો તેમજ વપરાતો. સામે એક પસ્તીવાળા નું ગોડાઉન તેમાંથી રંગ અવધૂત બાપજી નું પુસ્તક મળ્યું, તેમાં રંગ અવધૂત મહારાજે કરેલી પરિક્રમા વિશે બે-ત્રણ લેખ, વાંચ્યા પછી
તેમનું એક વાક્ય યાદ રહી ગયો.
ભગવાનમાં શ્રદ્ધા ના બેસતી હોય, તોપણ ઈશ્વર ની ઝાંખી કરવાની ઈચ્છા હોય, તો, પૂર્ણ શ્રદ્ધા સાથે નીકળી પડો માં નર્મદાની પરિક્રમાએ , પછી જુઓ અનુભવ થાય છે. બસ આ વાક્ય જ મનમાં પરિક્રમા ના બીજ રોપી દીધા. રિલાયન્સના ફોન આવવાથી ધંધો ઓછો થતો હતો. મેં ટેશનરી નો સામાન બીજું પરચુરણ સામાન ભરી દીધું હતું
દુકાન તો સારી ચાલતી પણ મને હવે ચેન નહોતો.
નારેશ્વર જય પુસ્તક લઇ આવ્યો. નામ હતું,, ચાલુ માં નર્મદાની પરિક્રમા એ , ઈચ્છા વધારે તીવ્ર બની દુકાન પપ્પા ને ભાઈ ને સોંપી , સીધો નર્મદા કિનારે. બે-ત્રણ વાર ઘરેથી ભાગી નર્મદા કિનારે ચાલવાની શરૂઆત કરેલી , તે વખતે લગ્ન થયેલું , હા લગ્ન થયેલું. છોકરો પણ હતો , તમારે કેટલા બાબા , એક જ…
હું ઘરેથી ભાગી નર્મદા કિનારાના કોઈ આશ્રમમાં રોકાયો હો, પણ આશ્રમ વાળા પંચાયત નું પ્રમાણપત્ર ના હોય તો પરિક્રમા એ જવાની ના પાડી દેતા. ઘરવાળા ભાઈબંધ સગા સંબંધી મને પાછો લઈ આવતા. મારી નર્મદા પરિક્રમા વિશેની તાલાવેલી લગન જોઈને ઘરવાળા હોય પરમિશન આપી 2007માં બધા ની પરમિશન થી મેં ગરુડેશ્વર થી યાત્રા શરૂ પણ કરેલી રસ્તાઓ ભૂલી જતા હું ઓમકારેશ્વર સામા કિનારે પહોંચી ગયેલો. નર્મદા જીને ઓળંગીને,ત્યાં સાત દિવસ રહેલો , ત્યાંથી પાછું ગુજરાત બાજુ આવવાનું શરૂ કર્યું…..
બહુ મોડું થઈ ગયુ છે કાકા , આપણે પાછું સવાર ચાલવાનું , ફરી કોઈ વાર વાત કરીશું …. હા ભાઈ હા આપણે ઊંઘીએ ,થાય વહેલી સવાર ,બોલી કાકા સુઈ ગયા. મેં પણ ઊંઘવાની તૈયારી કરી એક mi ન્યુ પ્લાસ્ટિક, અનાજ ભરવાની થેલી પાથરવા માટે લઈ ગયો હતો નાની બેગનું ઓશીકુ કરી આડો પડ્યો, ૭ ,૮ મિનીટ થઇ હશે ને ઞરરરરર… ઞરરરરર.. અવાજ શરૂ થયો , મેં જાગીને જોયું , કાકાના નસકોરાનો અવાજ હતો , આજુબાજુનું વાતાવરણ એકદમ શાંત. એમાં નસકોરાનો અવાજ વિચિત્ર લાગતો હતો.
મેં સુવા માટે પ્રયત્નો કર્યા પણ ઊંઘ ના આવે, કાકા સામે જોયું તો એ સુકલકડી માણસ , ટૂંટિયું વાળીને આરામથી સુતા હતા , તેમનો ચહેરો નાના બાળક જેવો લાગતો. તેમને જગાડીને કહેવાનું પણ કોઈ મતલબ ન હતો, તે તેમના હાથની વાત નથી, મને ઊંઘ આવી નહીં.
હું પાછો જઈને નર્મદાજીના મંદિરના ઓટલે બેઠો, મનમોહક વારતાવરન હતું ધીરો ધીરો ઠંડો પવન અજવાળી રાત. ધર્મ શાળાએથી ખાસો દૂર પેલા લોભિયા કલેકટર નો બંગલો હતો પણ તેની આજુબાજુ પણ ખેતર હતા. અહીંયા કોઈ ડર લાગે તેવું વાતાવરણ ન હતો , આ જગ્યા કોઈ પવિત્ર સ્થાન હોય તેઓ આભાસ થતો.
મંદિરમાં મેં કરેલો દીવો ધીરે-ધીરે નાનો થતો હતો તેલ પૂરું થવાની તૈયારીમાં માતાજીના મંદિરમાં દીવો સળગતો હોય તો વાતાવરણ જીવંત લાગતું મેં મારી બેગ માંથી ઘરેથી લાવેલું ચમેલીના તેલ ની બોટલ ગાડી મંદિરમાં એક બીજું મોટું કોડીયુ પડ્યું હતું મેં તેને સાફ કરી, 200 ગ્રામ જેટલું.
જમી લીધું તેલ રેડી બોટલ ને બાજુ પર મૂકી દીધી બધું જ નમાવી દીધું કપાસનું રૂ તો મારી પાસે ન હતું. પણ થેલામાં એક કોટન ની દોરી પડી હતી તેનો એક વેદ જેટલો ટુકડો કાપી દેશી બનાવી માચીસ પર નથી બેગમાં એક લાઇટર હતું મેં ઈમરજન્સી માટે લીધેલું.
મેં લાઈટ થી દીવો સળગાવ્યો આખા મંદિરમાં અજવાળું અજવાળું આનંદમાં વધારો થયો, હવે ઊંઘવાની પડી ન હતી મને , પણ મનનુ માંકડું સરવર કરતું હતુંકરતું હતું આમારા સૂતેલા સાથીદારની ખામીઓ શોધવા માટે. કાકાનો જો કાયમ સાથે રહેશે તો રોજ રાત્રે નાક બોલશે નસકોરાના અવાજથી ઊંઘ આવશે નહીં તેમની વિચિત્ર ધોતી વારેવારે સગા સંબંધીઓને ફોન… મારું મન થોડું ખાટું થઈ ગયું, મેં વિચાર્યું આપણો તો એક જ આશરો છે, જેના પર સે આપણે નીકળ્યા છે, મા નર્મદા.
મેં કાકા વિશે નર્મદા જી ને પ્રાર્થના શરૂ કરી. હે મા નર્મદા આ કઈ મોટું ધર્મસંકટ નથી પણ આ કાકા નો સંગાથ મારો આનંદ કરી લેશે હું તેમને છોડી શકતો નથી. કોઇનું પણ અહિત ન થાય તેઓ કયો ઉપાય કરજે. દીવ આગળ થોડું ધ્યાન ધરીને બેઠો કુળદેવી મહાલક્ષ્મી ને યાદ કર્યા અનસુયા માતા નું નામ લીધું દત્ત ભગવાનનું નામ લીધું જલારામ બાપા યાદ આવ્યા રામદેવપીર.
દેવોના દેવ મહાદેવનું નામ લઇ મનમાં બોલ્યો હે ભોળાનાથ કરો સૌનું કલ્યાણ મારા માર્ગમાં બે ડગલા આગળ રહેજો
મન હલકું થયું આનંદ માં ઘણો વધારો થયો પાછો બહાર નીકળી બેઠો આંખો બંધ, કરી પછી ઘરની યાદ આવી પત્ની બાળક મમ્મી પપ્પા સ્નેહાળ સગાસબંધી..
લાખો તારે આસમાન મે એક મઞ.ર ઢુઢે ન મિલા
દેખ કે દુનિયા કી દિવાલી દિલ મેરા ચૂપચાપ જલા
હિન્દી ફિલ્મ hariyali aur rasta
થોડીવાર કોઈ ચાલીને આવતું હોય તેવો અવાજ સંભળાયો. અંધારામાં કોઈ માણસ હતો , થોડુંક ડર જેવું લાગ્યું. ચાલતો ચાલતો તે માણસ મંદિર બાજુ આવતો હતો. તે મંદિરના ઓટલે આવી મંદિરમાં જોયું , તેને નર્મદે હર કીધું. મેં પણ ખુશ થતાં થતાં નર્મદ કીધું. પરિક્રમાવાસીઓ હો આપ , હા હમ દો મૂર્તિ હૈ.
તેને થોડી વાત કરી એટલે મને શાંતિથી આવેલ ભાઈ મંદિરમાં દીવો કરવા આવ્યા હતા, પછી તેમણે માહિતી આપી, આ મંદિરમાં જે મહારાજ રહેતા હતા પરિક્રમા વાસીઓ ની સેવા કરતા હતા પણ તે શાંત થઈ ગયા. પછી તેમના છોકરાએ મંદિર અને જમીનનો કબજો લઈ લીધો કલેકટર હોવાથી તેની સામે કોઈ બોલતું નથી.
એ પાપી મા લુચ્ચા માં પણ એક ગુણ સારો હશે તેથી આ રાત્રે આવેલ ભાઈને પેલો કલેકટર મહિને થોડા 1000 રૂપિયા આપતો હશે સાંજ સવાર દીવો કરી જવો. કલેકટર સાહેબ તો આ બાજુ ભારતા પણ નહોતા. તે માણસ નર્મદે હર કરી નીકળી ગયો મને હજી પણ ઊંઘ ન હતી શાંતિથી ચાંદની રાત નો આનંદ લઇ બેઠો હતો.
મંદિરના ઓટલા પર મોટી તિરાડ પડી હતી આજુબાજુ ઘાસ ઊગેલું હતું તિરાડ માંથી એક જીવ બહાર નીકળ્યો
પાછો થોડો ડર મંદિરના ઓટલા પર તો ખાવા જીવ નહીં ફરતા હોય ને… થોડા નજીકથી જોયું. ભાઈ થોડા ઓર ઓળખીતા હતા. જાણે કે નાનું અમથું માટી ખોદવાનું ,જીસીબી, મશીન. જીસીબીના પાવડા માં બે-ત્રણ દાતા હોય આ ભાઈ ના બાવળામાં એક જ દાંત હતો તે પણ પાણીદાર. જીસીબી ની જેમ તેમનો પાવડો ઊંચો કરી ભાઈ ચાલતા હતા તેમને મંદિર તરફ નો રસ્તો લીધો.
મેં એક નાની ગાડી લઈને તેમને ઊંચા કરેલ પાવડા પર છેડછાડ કરી તેમને ગુસ્સો આવ્યો. જો આ સડી ની જગ્યાએ મારી આંગળી હોત તો તેમના સોય જેવા પાવડા માંથી 1 1/2 ટીપુ વીશ ,ઝૈર , મારા શરીરમાં દાખલ કરી દે તો
મેં તેમની ડોલી ઉઠાવવાનું વિચાર્યું એટલે કે અહીંયા થી લઈ તેમનું સ્થળ અંતર કરુ મંદિરમાં જઈને કાગળ શોધી જોયું
કાગળ ના મળતા મીઠાઈનું ખાલી બોક્સ માતાજીની મૂર્તિ પાછળ થી મળ્યું બોક્સ મેં તેમના મોઢા આગળ ધર્યું પાછળ લાકડીથી ધક્કા માર્યા ધીરેથી તેમને ડોલીમાં બેસાડ્યા થોડે દૂર જઇ એક ઝાડ નીચે તેમને વિદાય આપી.
આવજો મોરવિછી ભાઈ ટાટા બાય બાય અલવિદા… મોબાઈલ માં જોયું તો ચાર વાગ્યા હતા આંખો ઘેરાવા લાગી પણ ઊંઘ આવતી ન હતી.
ચામકર રાત આયેગી તો નિંદ આગેગી
અબ વહી આપકે સુલ આએગા તો નિંદ આયેગી
જાનીસાર અખ્તર
વિચારતા વિચારતા ઊંઘ ક્યારે આવી ખબર ન પડી. કલાક ની ઊંઘ લીધી કેટલામાં કાકાએ મને જગાડ્યો. ચાલો ભાઈ સવાર થયું આપણે આપણે ચાલવાનું છે.
અત્યારે બસ આટલું જ. વધુ આવતા અંકે. નર્મદે હર.
રાણા રણવીર, રમતા જોગી.
– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)