રમતા જોગીનો અવિસ્મરણીય પ્રવાસ ‘માં નર્મદાને કિનારે કિનારે’ ભાગ 5.

0
355

નર્મદે હર

કાકાએ મને જગાડી દીધો, ચાલો ભાઈ સવાર થયું , આપણે આગળ ચાલવાનું છે. પથારી છોડવાની ઈચ્છા ન હતી પણ ઊઠવું પડ્યું. પરિક્રમા ચાલતા પહેલા સ્નાન કરવું , નર્મદા જી ની આરતી અષ્ટક પૂજા કરીને ચાલવું તેઓ નીયમ છે, પણ અમે બંને નર્મદા જી ને દૂરથી પ્રણામ કરી ચાલવાનું શરૂ કરી દીધું , પાણીની કોઇ સુવિધા ન હતી, અને આવી ઠંડીમાં નાઈ પણ કોણ….

ચાલો , કાકા આગળ કોઇ નદી ઝરણાં સ્નાન કરીશું. સવાર સવારમાં ચાલવાનો ઘણોજ આનંદ આવતો , અમે ઝડપથી ચાલી રહ્યા હતા, પણ અંધારું હોવાથી નીચે જોઈને ચાલુ પડતું , મેં મોબાઇલ ની ટોર્ચ ચાલુ કરી નીચે જોતાં જોતાં ઝડપથી ચાલતો. 11:00 વાગી,ચૂક્યા હતા પણ કાકા દેખાતા ન હતા, પાછળ રહી ગયા છે આગળ તો ના જ હોય …

મને ભૂખ લાગી હતી, એક આદિવાસી ઘરમાં નાનકડી દુકાન કરેલી હતી બેસવા માટે લાકડાના બનાવેલા બાંકડા હતા એક હેડ પંપ … મેં જેમ તેમ સ્નાન ક્રિયા પતાવી. સિંગ ચણા બિસ્કીટ લય , એક પાટ પર બેઠો ભૂખને શાંત કરી. રાત્રે જાગવાથી આખું ઘેરાઈ, ચાલો આંખોને પણ શાંત કરીએ , ત્યાં સુધી કાકા આવી જશે. 2:00 ને ચાલીસ મિનિટ થઈ પણ કોઈ દેખાયું નહીં..

કાકા મારાથી છૂટા પડી ચૂક્યા હતા , આગળની સફર મારે એકલા એક કરવાની હતી. એકાંત મળવાથી મારું ધ્યાન બેગ માં ભરેલ સામાન પર ગયુ. મેં વજન ઓછું કરવા નું વિચાર્યું. ઘરેથી નીકળ્યો ત્યારે 15 કિલો જેટલું વજન હતું. ત્રણ કિલો જેટલું વજન , વાનર સેના ની કૃપાથી ઓછું થયું. અત્યંત જરૂરી હોય તેવો સામાન રાખી વધારાનો સામાન વિદાય કરી દેવો તેમ નક્કી કર્યું, જેથી ચાલવામાં સરળતા રહે, સ્પીડ થોડી વધે..

લાલજી ધારણ કરેલા વસ્ત્રો નો પરિચય…

બધા પરિક્રમા વાસી સફેદ ધોતી પહેરતા હોય છે પણ મને ભાવતી ના હોવાથી , મેં એક સાલ જે ઓઢવામાં કામ લાગે એમ ન હતી, ટુવાલથી સહેજ મોટી તેને હું ધોતી તરીકે વિટી લેતો. ઘરેથી નીકળ્યો ત્યારે, એક સદરો પહેરતા જેને ચાર દિવસમાં એક જ વાર જેમતેમ ધોયેલો તેને વિદાય આપી દીધી, ઉપરના વસ્ત્ર તરીકે એક પાતળી ચાદર હતી. બસ આ બે જ વસ્ત્રો ધારણ કરવા તેમ નક્કી કરી લીધુ જેથી કપડાં ધોવાની ઝંઝટમાંથી મુક્તિ મળે સમય બચે.

ઠંડીથી બચવા એક ફૂલ સાઇઝ ની ગરમ શાલ હતી. જેને રાત્રે ઓઢવા માટે, દિવસે ગરમી લાગે તો કમર પર બાંધી લેતો , એક લાંબો ગરમ કોટ તે બેગમાં જગ્યા વધારે રોકતો, પણ ઠંડીથી બચવા તે જરૂરી હતો. ૧૫ જેટલી નાની નાની પુસ્તિકા જે વાંચી વાંચીને વિદાય કરી દઈશું તેમ વિચારી લીધી હતી , પૂજા પાઠ નો સામાન એક અલગ નાના થેલામાં કરી દીધો. ચાર દિવસથી પહેરેલા શર્ટ ને વિદાય આપી બીજા એક જોડી કપડાં હતા તેને પણ વિદાય આપી. હવે એકલા એકલા ચાલવાનું હતું.

વજન થોડું હલકું થયું ચાલવાની મજા આવતી હતી સામેથી એક આદિવાસી ભાઇ મળ્યા. નર્મદે હર નર્મદે હર… કરી મને ઉભો રાખ્યો. તે ભાઈ સાહેબ મને તેમના ઘરે ચા પીવા આમંત્રણ આપતા હતા , મેં ના પાડી તો હાથ પકડી લીધો, મેં નર્મદા માતા કા ભક્તિ હું, આપકો પ્રસાદ લેના હી પડેગા, મેને પ્રસાદ પા લિયા હૈ.

એ ભાઈ એ જીદ કરવાથી હું તેમની ઝૂંપડીએ ચા પીવા ગયો. રોડથી એક ટેકરી ચડ્યા પછી તેમનું ઝૂંપડું. આ ભાઈ સાહેબેમ દિરાપા ન કરેલું હતું જેને ગંધ આવતી હતી. ઝૂપડામાં પહોંચતા જ તેમની પત્ની એ કકળાટ ચાલુ કરી દીધો.

તેરા તેરે ખાને કા ઠિકાના, બાવા કુ પકડ લાયા

પત્નીને બે ઝાપટ મારી એટલે ચા બનાવવા રાજી થઈ

પણ અંદરથી અવાજ …. દૂધ નથી..

ભય સાહેબે કાળી ચા બનાવી, ઉકાળો…

કાળી ચા એક સ્ટીલના ગ્લાસમાં લઈ મારી સામે ધયું

મેં કીધું કાડી ચાહ હું પીતો નથી પેટમાં તકલીફ થાય

એ મહા પરાક્રમી પુરુષ મારા હાથમાંથી ગ્લાસ લઈને એક ટેકરા નીચે ગયા ત્યાં બે ત્રણ બકરીઓ ચરતી હતી તેમાંથી એક બકરી ને પકડી , ડાયરેક્ટ ગ્લાસમાં અમૂલ દૂધની ધાર કરી, આખું ગ્લાસ ભરી દીધો. પછી ડોલતા ડોલતા આવી , લો હવે પીવો બે વર્ષથી મેં ચા છોડી દીધેલી હતી, પરિક્રમા ચા મળે ના મળે. ના મળે તો માથું દુખે આમ વિચારી ને આદત છોડી હતી. પણ આ તો બકરીના દૂધની ચા કેમ પીવી. ગ્લાસ પકડી થોડીવાર ઊભો રહ્યો, ભાઈ સાહેબ ને પાણી લેવા અંદર મોકલ્યા, પછી ખેતરમાં છાલક મારી દીધી.

આગળ કોઈ આશ્રમ આવતો નથી નર્મદાજીના દર્શન થતા નથી, સ્નાન કરવાનો આનંદ પણ નથી આવતો ચાલવાનું એકધાર્યું રોડે રોડે થતું છે dindori સુધી. dindori પહેલા તાલુકો હતો પણ ધીરે ધીરે વિકાસ થયો હવે એક જિલ્લો બની ચૂક્યો હતો. નર્મદાજીના કિનારા પર મોટો અને લાંબો પાકો ઘાટ હતો. અમરકંટક થી નીકળતા નર્મદાજી એક નાની ધારા રૂપે હતા. પણ માર્ગમાં આવતી નાની-મોટી નદીઓ ઝરણાં નો સંગમ થવાથી અહીંયાં એક મોટી નદી રૂપે જોવા મળ્યા.

કાશ્મીરમાં હોય તેવી શણગારેલી નાવડી બોટ નર્મદાજીના જળમાં તરતી હતી. પાણી અત્યંત સ્વચ્છ હતું. ઘાટ પર બનાવેલા પગથિયા ઉપરથી નર્મદા જી ની ધાર વહેતી હતી. જો આપણે પગથીયા ઉપર સુઈ જઈએ તો આપણી ઉપર થી ધારા વહેવા લાગતી, મેં એક કલાક ૨૦ મિનિટ સુધી સ્નાન કર્યું ઘાટ ઉપર મુકેલા સુંદર નકશીકામ વાળા બાકડા પર જઈ આરામ કર્યો , ચાર-પાંચ શણગારેલી નાવ જોઈને મને નવકા વિહારનો શોખ જાગ્યો મેં નાવડી વાળા ભાઈને નર્મદ કીધું

નાવ કિ શેર કરની હૈ. તેમને ના પાડી…

તે હાથ જોડી બોલ્યા, પરિક્રમા વાસી નાવ મે બેઠ કર નહી જા સકતે, મેં ખાલી બ્રહ્મન કે લિયે નીકલા હું.

થોડું સમજાવતા ભાઈ માની ગયા. નાવ કો પાર મત લે જાના આપ કિનારે કિનારે શેર કરવાનો , ઠીક હે…

એક નાવ મા તે આઠ દસ જણને બેસાડી શેર કરાવતો. એક માણસના દસ રૂપિયા લેતો. પણ મારા માટે તેને એક સ્પેશિયલ નાવ ચલાવી બહુ આદરપૂર્વક મારો હાથ પકડીને નાવમાં બેસાડ્યો. આઈએ સંતજી પધારીએ પધારીએ.

નવકા વિહાર કરી , પછી મેં આશ્રમ ની શોધ શરૂ કરી. ચાર-પાંચ આશ્રમ મંદિરોએ જય દર્શન કર્યા. કોઈ જગ્યાએ રહેવાનું મન થયું નહીં. પાછો આવી ઘટની બિલકુલ સામે વાળો જ આશ્રમ હતો ત્યાં ગયો ત્યાં દસ-બાર વૃદ્ધ માણસો રહેતા મંદિરના મહંત પોતે કામ કરતા જોવા મળ્યા તેઓ મંદિરના ટેરેસ પરથી મોટા મોટા લાકડા નીચે ઉતારતા હતા નીચે પકડવા માટે ત્રણ-ચાર વૃદ્ધ મહિલા, બે અશક્ત કાકા એક ફકીર જેવો માણસ.

મેં કઈ પણ પૂછ્યા વગર ઉપરથી મોટા મોટા લાકડા પેલા મહંત આપતા હતા તેને પકડીને નીચે ઉતારવામાં મદદ કરી. પછી રામજી મંદિરના ઓટલે બેઠો તેઓ મને ઓળખતા ન હતા, મેં નર્મદ કીધું, કહા પર રુકે હૈ, મે અભી આયા઼.

તો ફિર યહી રૂક જાયે.

જરૂર, ને અંદર જઇ સામાન મૂકી દીધો ,રામજી મંદિર માં જય દર્શન કર્યા.

dindori નજીકના એક ગામમાં મારા ઓળખીતા એક મિત્ર રહેતા તેમને ફોન થી ખબર આપી

તેઓ મારા માટે એક સફરજન ચાર પાંચ કેળા લઈને મળવા આવ્યા મને જોતા આનંદ વિભોર થઇ ગયા. તેમના ઘરે લઈ જવાની જીદ કરી જે અહીંયા થી ૮ કિલોમીટર અંદર હતું અત્યારે તો રાત પડી છે કાલે જઈશું એમ કઈ મેં તેમને વિદાય આપી. જતાં જતાં તેઓ મંદિરના મહંતને મારી ઓળખાણ કરાવી ગયા, યે ગુજરાત કે સંત હૈ, ઇનકો અલગ હે કમરા દેના, મને અલગથી રૂમ આપી. સ્નાન કરવા માટે તો નર્મદાજી સામે જ હતા, આશ્રમમાં કોઇ નળ ન હતો.

આ જગ્યા પર મને ઘણી શાંતિનો અનુભવ થતો હતો કોઈ રોક-ટોક કરનારુ ન હતું. જ્યાં ફરવું હોય ત્યાં ફરો પાછો આવી આરામ. ઘાટ પર જઈને જોયું તો એક ભાઈ કન્યા ભોજન કરાવતા હતા. મને પણ કન્યાઓને ભોજન કરાવવાની ઈચ્છા થઈ. મેં મંદિરવાળા મહંતને વાત કરી તેઓ ખુશ થઈ ગયા તેમને કીધું અનાજ પાણી તો પડા હૈ આપ…

મેં તેમને અગિયારસો રૂપિયા આપતા કીધું ચલેગા….

હા હા બહોત અચ્છા હૈ હલવા બનાયેંગે.

સવારે કન્યા ભોજનની તૈયારીઓ, શરૂ કરી દાળ ભાત શાક પુરી હલવો એટલે આપણો શિરો અને ખીર. કન્યા ભોજન કરાવી બધી જ કન્યાઓને 11, 11 ની દક્ષિણા આપી મહંતજી ઘણા ખુશ થતા હતા.

અત્યારે બસ આટલું જ. વધુ આવતા અંકે. નર્મદે હર.

રાણા રણવીર, રમતા જોગી.

– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)