રમતા જોગીનો અવિસ્મરણીય પ્રવાસ ‘માં નર્મદાને કિનારે કિનારે’ ભાગ 6.

0
503

નર્મદે હર,

થોડા જરૂરી સૂચનો : ઘણા બધા મિત્રો સમજી રહ્યા છે કે હું હજી પણ યાત્રા માં છું , પણ એમ નથી , અત્યારે હું મારા ઘરે જ છું. આ યાત્રાને મેં નર્મદા પરિક્રમા ના કહેતા, નામ આપ્યું માં નર્મદાને કિનારે કિનારે તેનું કારણ સ્પષ્ટ કરી દવ. નર્મદા પરિક્રમાના ઘણા બધા નિયમો માંથી મેં લગભગ કોઈ નિયમનું પાલન કર્યું નથી.

ઘરેથી નીકળ્યો ત્યારે તો મારા મનના વિચારો , નર્મદા પરિક્રમા કર્યા પછી સન્યાસ લય સાધુ બની જવું, નર્મદા કિનારે એક ઝૂંપડી બનાવીને કુદરતના સાનિધ્યમાં જીવન વિતાવવું પરિક્રમાવાસીઓ ની સેવા કરવી. શ્રી અમૃતલાલ વેગડ ના પુસ્તકો માં નર્મદા કિનારાના જંગલો નું વર્ણન નદીઓ પહાડ ઝરણાં વિશેનું વર્ણન. તપસ્યા કરતા સાધુ ની વાતો, ભોજનમાં ખાલી ઘાસ નો આહાર લઈને જીવતા સાધુઓ, પોતાની રૂમ માંથી કે ગુફામાંથી વરસમાં એક વાર કે ક્યારેક ક્યારેક જ બહાર આવતા મૌનમાં રહેતા સાધુઓ વિશે વાંચેલું , જો આવું કોઈ મળી જાય , કોઇ સાચા સંતના દર્શન થય જાય તો તેમના જેવું જીવન વિતાવુ.

મા નર્મદા ની કઠિન પરિક્રમા બે વાર ખુલ્લા પગે કરી હતી ,એવા એક સાધુ મળ્યા, તેઓ પહેલા ગૃહસ્થ જીવન જીવી ચૂક્યા હતા , અત્યારે ફક્ત ફલાહાર કરીને ચલાવતા હતા , બધા જ પરિક્રમા વાસી, તેમના થી દુર અલગ બેસતા.

પાસે કોઈ થેલો બેગ ન હતું , કોઈની પાસે કઈ માગતા નહીં. દૂરથી તેમનો ચહેરો દેખો તો મહા કરડાકી ભર્યો લાગતો. કોઈ તેમની પાસે જવાની હિંમત ના કરે. હું ડરતા ડરતા તેમની પાસે ગયો, થોડીવારમાં મારી દોસ્તી થઈ ગઈ , પેલા સાધુ અને હું , સાંજના ૬ વાગ્યાથી સત્સંગ ચાલુ કર્યો તે, રાત્રીના સાડા ત્રણ વાગ્યા. સત્સંગમાં અમે મા નર્મદાજી , ગોરખનાથ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, નરસિંહ મહેતા, મીરાંબાઈ, મીરાબાઈ જેવા જ કાશ્મીરના એક સંત લલ્લેશ્વરી, તેમને સાઉથ બાજુ ના એક સ્ત્રી સંત થઇ ગયા તેમની વાત કરેલી, તેઓ આજીવન નગ નઅવસ્થામાં રહેલા.

ભગવાન બુદ્ધ, મહાવીર ઈસુ, સાધુ સંતો ની વાતો કરતા કરતા અમારી ગાડી ઘરસંસાર ના પાટે કેવી રીતે ચડી ગઈ તે ખબર ન પડી. તેમને ઘર સમાજ , સગા સંબંધી ઓ વિષે વાત કરવા માડી. સવાર થતાથતામાં તેઓ રડતા હતા. મારા વિશે બધુ જાણ્યા પછી, તેમને મને સ્પષ્ટતાથી હુકમ કરતા હોય તેમ સલાહ આપી, અગર આપકા વિવાહ હો ગયા હૈ ,પત્ની વચ્ચે માતા-પિતા ભાઈ-બહેન આપ કી રાહ દેખ રહે , આપ કે લિયે ચિંતિત રહેતે હૈ, તો આપ કો ઘર ચલે જાના ચાહિયે.

માતા પિતા કો દુઃખી કરકે, પત્ની બચ્ચે કો મુસીબતને છોડ કે આપ યાત્રા કર રહે હે, તો, યે કોઈ પુણ્ય કા કામ નહીં. આપ કે મનને પનપતા , કોઈ સૂક્ષ્મ અહંકાર રહા હોગા. આપ બહોત બડે પાપ કે ભાગીદાર બનેઞે ,જિસકા હિસાબ લગાના મુશ્કિલ હૈ , આપકે કૃત સે નર્મદા મૈયા ભી દુખી હો જાયેગી. આપ નર્મદા મૈયા કે ભક્ત હો તો આપકો એક સેલાણી કી તરહ યાત્રા કરની ચાહિયે 10 યા 15 દિન જ્યાદા યાત્રા કી ચાહો તો એક મહિને કા બ્રમન .

તેમની સાથે સત્સંગ કર્યા પછી મારુ મન ભાંગી પડેલું, મારી યાત્રા નો આનંદ ઓસરી ગયેલો. આગળ જતા આપણા ગુજરાત ની નજીક બળવાની રાજઘાટ આવતા, હું યાત્રા અધૂરી મૂકીને ઘરે આવી ગયેલો. મારો આત્મા ના પાડતો હતો, પણ મન માકડા એ જાતજાતના તર્ક-વિતર્ક આપી મજબૂર કર્યો.

2007 માં ઘરવાળાની પરમિશન લઇ, પણ અંદરથી તો તેમનું મન દુઆવીને યાત્રા કરવા નીકળેલો ત્યારે ઓમકારેશ્વર થી લઈને , ગુજરાત નજીકનું રાજઘાટ બળવાનીથી લઈ શૂલપાણેશ્વર ની દુર્ગમ અને કઠિન યાત્રા કરી ગુજરાતના વિમલેશ વર થી નાવમાં બેસી સમુદ્ર પાર કરી રંગ અવધૂત ધામ નારેશ્વર સુધી આવેલો ત્યાંથી ભયંકર બીમાર પડવા થી ઘરે પાછો આવી ગયો.

હજી થોડી સૂચનાઓ સ્પષ્ટતા બાકી છે. મારી આ યાત્રાને , નર્મદા દર્શન, સમજવી, કે નર્મદા કિનારે ભ્રમણ, કે પછી નર્મદા કિનારાના તીર્થોનું દર્શન… આ બધી વાતો સાંભળીને, વાચકમિત્રોને વડીલ મિત્રો ને ઘણું દુઃખ થતું હશે. પણ ખોટું બોલીને ,આપની સાથે ચલ કરીને, મેં પરિક્રમા કરી છે તેવું દેખાડો કરવામા હું માનતો નથી, જે સત્ય છે તે છે જ એ કહી દેવું હું યોગ્ય માનું છું.

આપ સૌ મિત્રો વડીલ મિત્રો નુ મેમન દુખાવ્યું હોય તો, આ તમારા ,બાળક બુદ્ધિ , લાલજી રમતા ,જોગી ને માફ કરી દેશો. હું અહીંયા નોધ જ લખવાનો હતો તેમાંથી સૂચન થયું અને સ્પષ્ટતા કરતા કરતા હું , પેલા નર્મદા કિનારાના સાધુ પાસે જાણે પહોંચી ગયો અને આટલુ લાંબુ લખાણ….

સ્પષ્ટતા કરવાનું બીજું પણ એક કારણ dindori માં કાલે મળવા આવેલા મિત્ર ની મેં આપને વાત કરી હતી હવે આજે હું તેમના ઘરે જઈશ. ખરેખર તેઓ મારા મિત્ર નહીં, પણ મને એક સંતની જેમ માનતા હતા , પણ હું મારી જાતે પોતાના વખાણ કરું તો સારું ના લાગે ,માટે મેં અમરકંટકથી જ, આપને જણાવી દીધું હતું કે, હું મારા એક મિત્ર માટે મઠીયા નું એક બોક્સ લાવ્યો હતો , તે આજ હતા….

તેમની સાથે નર્મદા કિનારે ચાલતા ચાલતા મુલાકાત થઇ હતી મેં તેમને બધી સ્પષ્ટ વાત કરેલી હું સંસારી છુ ગૃહસ્થ છુ છતાં પણ તેઓ મને સંતજી સંતજી.. મહારાજ કહેવાનું બંધ ના કર્યું … તે ના કર્યુ.

વાચકમિત્રો હવે અધુરી વાત … હું dindori ના ઘાટ પર જ બેઠો છું હવે પેલા મિત્ર. દૂરથી આવતા દેખાઈ રહ્યા છે , મિત્ર એટલે કે તે પણ એક ઉંમરવાળા કાકા છે તેઓ ,લ્યુના જેવું એક મોપેડલઇને મને લેવા આવી ગયા છે. તેમનું નામ સત્યનારાયણ ચંદેલ તેમનું ગામ હું બેઠો હતો તે dindori શહેરથી આઠ કિલોમીટર દૂર અત્યંત ઘોર જંગલની વચ્ચે રોડ પસાર થતો હતો આજુબાજુ ડુંગરા અને ઘોર જંગલ જોઈને આપણે થાકી જઈએ , અમુક ઢાડ તો એક કિલોમીટર જેટલા ચઢાણ આવતું

લુના જેવું મોપેડ આ ઢાળ ચડી ના શકે, અમે બંને લુના થી નીચે ઉતરીને ચાલતા ચાલતા ઉપર ચડતા પાછા ઉતરતી વખતે તેઓ પેટ્રોલનો કોક બંધ કરી દેતા. જેથી પેટ્રોલ ની બચત થાય ,એક કલાકથી વધુ સમય માં અમે તેમના ગામ ચતના પહોંચી ગયા.

મને બેસાડી તેઓ ગામ વચ્ચેથી નીકળ્યા, બધા જ અચરજ થી અમને જોઈ રહ્યા હતા. જેવો તેમના ઘરે હું પહોંચ્યો કે દાદીની ઉંમરના તેમના પત્ની આપણે જેને પિત્તળની તાંબા કુંડી કહીએ તે તેના જેવું જ પિત્તળનું એક વાસણ લઈને આવ્યા ,હું ખુરશીમાં બેઠો હતો એક તાંબાના લોટામાં જળ ભરી લાવ્યા સત્યનારાયણ કાકા અને આ બંને મારા પગને પેલા વાસણમાં મૂકી ધોવાની તૈયારી કરતા હતા.

તેમણે પેટીમાંથી એક નવો જ રૂમાલ બહાર કાઢયો. મેં ઘણી બધી વિનંતીઓ કરી જોય, તેમને ખબર જ હતી કે હું એક ગૃહસ્થ સંસારી છું પહેલા દુકાન ચલાવતો હતો બધી જાણકારી હોવા છતાં તેઓ માનતા ન હતા.

તે મને કહેવા લાગ્યા , જબ કોઇ સંત હમારે ઘર આતા હૈ તો હમ એસે હી સ્વાગત કરતે હૈ, યે હમારા રિવાજ હે, લેકિન મેં પરિક્રમા મેં નહીં હૂં , મેં તો બ્રમણ કે લિયે નિકલા હું , મારી વાત કોઈ માને નહીં આખરે તેમને તેમના મનનું જ કર્યું , અને મને એક મોટા પાપમાં નાખ્યો. તેમના ઘરે બે દિવસ રોકાણ થશે.

અત્યારે બસ આટલું જ. વધુ આવતા અંકે. નર્મદે હર.

રાણા રણવીર, રમતા જોગી.

– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)