રમતા જોગીનો અવિસ્મરણીય પ્રવાસ ‘માં નર્મદાને કિનારે કિનારે’ ભાગ 7.

0
436

નર્મદે હર

ગઈકાલની અધૂરી વાત…

સત્યનારાયણ કાકાએ મારા ચરણ (કમળ તો ના કહી શકાય, કારણ કે તે તેમાં કમળ જેવું કશું હતું નહીં.. પણ તડકામાં ચાલીને કાળા પડી ગયેલા અતિ મેલા અને કદાચ પરસેવાની ગંધવાળા, પોતાના જ પગનું વર્ણન હોય…. આના વળી વર્ણન કેમ કરવા….) ધોયા. તેમણે મારા બાવળિયાના ઠુંઠા જેવા ચરણોને ધોઈને તાંબા કુડીમાં જે મેલુ પાણી પડયું હતું, તે એક ચમચી તેમના પત્નીના હાથમાં અને એક ચમચી પોતાના હાથમાં લઈ આ ભલાભોળા અને હરખીલા દંપતી, હાથમાં રહેલા જળને આંગળીથી લઈને જીનો.. જીનો.. છંટકાવ કરવા માંડ્યા.

પણ તે જ સમયે મારી છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત થઈ જવાથી માતાજીની કૃપાથી મને અંણસાર મળતાં જ… ઘડીના છઠ્ઠા ભાગમાં બંને દંપતીના હાથમાં રહેલું જળ મેં તાબા કુંડીમાં ફેંકી દીધૂ, અને ઝડપથી કોઈ નવી નવી પરણેલી વહુ છણકો કરતી હોય તેમ, તાંબા કુંડી નું પાત્ર લઈ બહાર નીકળી ગયો, તેમના ઘરની બાજુમાં ખેતરના સેઢા પર એક ઝાડ નીચે છાલક મારી દીધી.

જો મેં આવી નારાજગી ના બતાવી હોત તો તે પતિ પત્ની હાથમાં રહેલ જળનો પોતાના મસ્તક પર છંટકાવ કર્યા પછી અમૃતપાન કરવાની, પીવાની તૈયારી માં હતા. મેં સંકોચ કરતા કરતા, તેમની આંખોમાં રહેલા હરખ ને જોઈ લીધો હતો.

મેં થોડા કડક થઈને સ્પષ્ટ શબ્દોમાં શાંતિથી તેમને મારી દિનચર્યા વિશે જાણકારી આપી.

હે… સત્યનારાયણ પ્રભુ મહારાજ , આપ પતિ-પત્ની આંગણે આવેલા અતિથિનુ, સારું આતિથ્ય કરવા માગતા હોય, તો મારી વાત કાન ખોલીને સાંભળો……. મેં અપને ઘર મે ભી સાદા ભોજન કરનાર પસંદ કરતા હું, જેસી કી ગેહુ કા થુલા. ઓર દહીં. મેને અપની ઘર કે ટેરેશ પે એક છોટા સા કમરા બનાયા હૈ, જહાં પર મેરા કોઈ ભી સગાસબંધી મિત્ર મુજે ડિસ્ટર્બ કરને કે લિયે નહી આતા.

મેં અપને કમરેમે શાંતિ સે બેઠ કર કીતાબે પઢતા રહેતા હું, સુભા સુભા થોડા ધ્યાન કર લેતા હું, છોટી મોટી કસરત કરતા હું, દો બડે બડે સ્પીકર રખે હૈ, સુબહ 5 બજે મેં ભજન સુનતા હું, જેસલ કરી લે વિચાર…..

ક્યા… ક્યા …મહારાજ જી.

કુછ નહીં…

યે જેસલ સમજાને મેં રાત ભી હો સકતી હૈ… ઓર પસીના ભી આ સકતા હૈ.

તો રાત કો જેસલ સમજાના.

જરૂર…..

ઓર ક્યા સુનતે હૈ, મહારાજ જી મીરાબાઈ કા ભજન. સુનતે હૈ. કાકાએ કીધું

મીરાબાઈ કા ભજન સુનતા હું, ઓર બીના ઘૂંઘરું કે નાચતા ભી હું.

ક્યા બાત મહારાજ જી…

બેઠે બેઠે શરીર અકડ જાયે તો ડિસ્કો ડાન્સર ગાના બજા કે નાચતા ભી હું. તેમને સમજણ પડી કે ના પડી પણ ખુશ થયા…

ઓર એક બાત, યે મહારાજ જી, ઓર સંતજી સંતજી, એકદમ સે… બંધ કરના હોગા..

નામ તો લેનાપડેગા, બુલાયેંગે કેસે….

મેરા નામ રણવીર સિંહ રાણા હૈ

નહીં.. નહીં. યે નહિ બૂલા સકતે… યેતો સિનેમા મેં આતા હૈ નાચને વાલા…

આપ કુછ મત બોલીયે, નર્મદે હર બોલને કા…

મે સમજ જાઉંગા. હા …હા …નો ઠીક હૈ…

આપ મેરે લિયે ઐસા વ્યવસ્થા કરેંગે તો મુજે.. વિષ્ણુલોક, ગોલોક, વૈકુંઠ ધામ કા આનંદ પ્રાપ્ત હોગા…

કાકા કાકી ને ઘરે એક છોકરો બેઠા હતો તે ખૂબ ખૂબ હસ્યા અને ખુશ થતાં થતાં મારા માટે એક રૂમની વ્યવસ્થા કરી, મારી વાતને તે કેટલી સમજ્યા, ખબર નહીં…..

માટી નું બનેલું, કાકાનું સુંદર મકાન હતું. બારનો ઓટલો તાજોતાજો છાણથી લીપેલો હતો. માટી માંથી બનાવેલો તુલસી ક્યારો… આજુબાજુ ખેતર. કાકા ને બે દીકરા હોવાથી તેમને બે મકાન જોડીયા બનાવેલા હતા બંને મકાનમાં આગળ ઓટલો બે માપસરના રૂમ અને પાછળ દસ-બાર ફુટ જેટલી રવેશ…

મારા માટે એક રૂમ ખાલી કરી , જેમાં તેમનો જૂનો સામાન પડ્યો રહેતો હતો. થોડો સામાન વ્યવસ્થિત કરી દીધો. એક લાકડાના પલંગ પર જેને તેઓ તખત કહેતા… ચાર-પાંચ ગોદડા નાખી તેની ઉપર નવી નકકોર… ફૂલોની ડિઝાઇન વાળી લાલ કલરની ચાદર પાથરી.

મારો બધો જ સામાન થેલા લાકડી કમન્ડલ તે રૂમમાં આવી ગયા, એક ગ્લાસ ભરી ગરમ દૂધ લઈ આવ્યા.

ગાવ મેં જાકે સબકો ભજન કે લિયે,બતા દેતા હું… રાત કો ભજન રખેંગે. આપ હમારા ભજન સુને ગે તો ખુશ હો જાયેગે, ઔર આપ વો જેસલ જરૂર કરના.

હા હા …

નર્મદે હર કહી નીકળી પડ્યા….

તેમની ભજન મંડળી ના સભ્યોને , વાજાપેટી , મંજીરા કરતાલ, ખજરી , ઢોલક જેવા વાજિંત્રો લય આવવા કીધું.

હું રૂમમાં થોડો આરામ કરતો હતો.

વાર્તાવરણ એકદમ શાંત હતું ગામ નાનું હતું. તે બાજુના ઘરોમાં ભજન નું આમંત્રણ આપતા હતા તેનો અવાજ મને સંભળાતો હતો.

ઘર પે ભજન રખા હે, જરૂર આના..

ગુજરાત કે એક સંત આયે હૈ , આત્મજ્ઞાની હૈ, કોઈ અહંકાર નહીં, સીધે સાદે …

ઘરે પાછા આવી નર્મદે હર કર્યું, તેમના પોતાના વાજિંત્રો બતાવ્યા, એક ગણીજ સુંદર વાંસળી, પાવો જેના ઉપર ટીલડીયો થી શણગાર કરેલો હતો. મંજીરા બતાવ્યા, અને એક તંબુરો મારા હાથમાં મૂકી દીધો…..

મુજે સુનને કા શોખ હે , બજાના નહી આતા, ફિર ભી થોડા તાર .. છૈડ દીજિયે હમ આપ કી ફોટો લેતે હૈ.

તેઓ બાજુના ઘરમાંથી એક છોકરાને બોલાવી લાવ્યા તે છોકરા એ મારા કેમેરાથી ફોટા પાડ્યા.

આપ ચલે જાયેગે તો અમારે પાસે યાદ રહેગી.

લેકિન યે તો મેરે પાસ મે રહેગી ના…

કલ મેં આપકો મેરે બડે લડકે ઔર લડકી કે સસુરાલ મેં લે જાઉંગા વાહ પર, બડા મોબાઈલ હે , ઉસ મે રહેંગે

બસ આજે આટલું જ

આવતીકાલે આપણે જેસલ કરીશું.

જેસલ તોરલનું ભજન તે લોકોને સમજાવવા માટે કાલે મારે ઘણી બધી મહેનત કરવી પડશે…

નર્મદે હર.

અત્યારે બસ આટલું જ. વધુ આવતા અંકે. નર્મદે હર.

રાણા રણવીર, રમતા જોગી.

– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)