નર્મદે હર
આજે ફરી થોડા સૂચનો ,સૂચનોથી આપ મિત્રો મારી વાતને બહેતર રીતે સમજી શકશો માટે અત્યંત જરૂરી છે તેનાથી કંટાળો લાવો નહીં. વ્હાલા વાચકમિત્રો મારી વાત સાંભળતા સાંભળતા, એટલે કે મોબાઈલમાં વાંચતા-વાંચતા આપના મુખ પર હસ્ય ની રેખાઓ ઉપસી આવે તો. તમારે સમજી લેવું કે….આપને મનમાં ને મનમાં jinu jinu મરક મરક હસવાનું મન થાય તો, તમારે સમજી લેવું કે…..
આપના લાલજીભાઈને અતિ અતિ ગુસ્સો આવી રહ્યો છે , કેમકે મને જ્યારે અનગમતી વ્યક્તિ મળી જાય. અનગમતું વાતાવરણ હોય , મનનું માકડું વ્યગ્રતા બેચેની, બંધન, ડર અને મૂંઝવણ અનુભવતું હોય ત્યારે હું મારા મનને ખુશ કરવા માટે, મને મનગમતા અને કંઈક અનોખા શબ્દો શોધીને હું મારા મનના માકડા ને મનાવી ને ખુશ રાખવા માંગતો હોવ છું ,જો હું આ મનના માકડા ને ખુશ ના રાખું તો આ મન માંકડું મારા , મન મસ્તકમા, શિથિલ અને સીત નિંદ્રા માં પોઢેલા અતિ ભયંકર ક્રોધને આવવાનું આમંત્રણ આપે છે.
તે મહા મહેનતે દબાવીને રાખેલો ક્રોધ જાગૃત ના થઈ જાય માટે હું મારા મનના માકડા સાથે આમ વાતો કરતો હોઉં છું. હું જ્યારે નદી પહાડ ના અને જંગલોના લંબાણપૂર્વક મોટા મોટા વખાણ કરી વર્ણન કરું ત્યારે પણ તેમ જ હોય છે .આવા વર્ણન કરનાર વ્યક્તિ ખરેખર પોતાની સામે રહેલા કુદરતી દ્રશ્ય ને માણી શકતો નથી.
એક મોર જેવુ સુંદર પક્ષી પોતાને કુદરતે બક્ષેલા અનેક રંગો વાળા પંખ ફેલાવીને કડા કરતું હોય તેને જોઈને જો આપનું મન ખરેખર તેને માણી રહ્યું હોય. તો, તેના સૌન્દર્યમાં ડૂબી ગયું હોય .તો આપણા મનના વિચારો બંધ થઈ જતા હોય છે. પણ તેવા મોરને કે કોઈ કુદરતી દ્રશ્ય ને જોઈને આપણું મન જાતજાતના મોટા મોટા વર્ણન કરવા લાગે તો સમજવું કે તેને તે દ્રશ્યને માન્યું નથી તેનું મન તે દ્રશ્ય માં ડૂબેલું નથી, તેનું મન બીજે ક્યાંક ભટકી રહેલું છે.
આચાર્ય રજનીશ ઓશો ના પુસ્તકમાં વાંચેલી એક અતિ નાનકડી વાત. વિદેશમાં રહેતા એક ભાઈ પોતાના ગામડે રહેતા એક મિત્રને ઘરે મહેમાન થાય છે. ગામડામાં રહેતો મિત્ર પેલા વિદેશથી આવેલા મિત્ર ને પોતાના ગામની આજુબાજુ આવેલા કુદરતી દ્રશ્યો બતાવવા પ્રેમથી લઈ જાય છે બંને મિત્રો નૌકા વિહાર કરવતા કરવતા પેલો તેમનો મિત્ર દૂરથી દેખાતા પહાડો ઝરણાઓ ધોધ અનેક દ્રશ્યો બતાવે છે પણ વિદેશથી આવેલા મિત્ર ની નજર તો દ્રશ્ય સામે જ હોય છે, પણ વાતો તેઓ સ્વિટ્ઝર્લેન્ડ અને ભુતાનની કરતા હોય છે.
સ્વિટ્ઝર્લેન્ડમાં આમ હતું તેમ હતું. તમે સ્વિટ્ઝર્લૅન્ડ પહાડી જોઈ હોય તો. આ ને ટક્કર મારે તેવી હતી. આખો દિવસ ફર્યા પછી બંને મિત્રો ઘરે આવીને બેઠા છે અને વાતો કરી રહ્યા છે.
વિદેશી મિત્ર દિવસે જોયેલા દ્રશ્યોનું ઘરે આવી લાંબુ લાંબુ ને વિસ્તારથી વર્ણન કરતા હોય છે .આજે તો કુદરતી દ્રશ્ય જોવાની મજા આવી ગઈ. મેં બહુ મન ભરીને માણ્યુ તમારું ગામડાના કુદરતી દ્રશ્યો. ગામડા ના મિત્ર એ નિરાશ થઈને કીધું તમે કઈ જ માણી શક્યા નથી. દ્રશ્ય તમારી નજર સામે હતું પણ તમે તો સ્વિટ્ઝર્લૅન્ડ અને ભૂતાનમાં પહોંચી ગયા હતા.
તમારી નજર સામે રહેલ દ્રશ્યને જો તમે ખરેખર માન્યું હોત તો તમારા વિચારો બંધ થઈ ગયા હોત ખરેખર તમે દ્રશ્યમા જો ડૂબી ગયા હોત તો તમે. સ્વિટ્ઝરલેન્ડની પહાડીઓ ના અને ભૂતાનના વર્ણનોના કરી શક્યા હોત. દ્રશ્ય સામે તો ખાલી આપનું પુતડુ જ હતું. આપનું મન તો સ્વીઝરલેન્ડ માં પહોંચી ગયું હતું. આપે એક સુંદર અવસર ગુમાવી દીધો.
નર્મદે હર , વાચકમિત્રો અરે.. અરે લાલજી તમે આ વાચકમિત્રોને નર્મદા પરિક્રમા માંથી નર્મદા યાત્રામાં લઈ ગયા .યાત્રા માર્ગ થી દુર મિત્રના ઘરે ભજનમાં લઈ ગયા અને ભજનમાં થી ડાયરેક્ટ સ્વિટ્ઝર્લેન્ડ અને ભૂતાનમાં ફેરવીને તેમને ગોળ ગોળ કેમ ગુમાવો છો…
નર્મદે હર, ચાલો હવે ભજનમાં જવાનું બહુ મોડું થઈ રહ્યું છે. આજે મુકેલ ફોટા સંતુ કાકાના ગામના નહીં પણ આપણા. ગુજરાતમાં આવેલ તિલકવાડા ની એક ધર્મશાળાના છે. બસ હવે ભજન શરૂ થવાની તૈયારીમાં છે, દૂરથી ભજન મંડળી આવી રહી છે વાજા પેટી તબલા ખંજરી કરતાલ ને મંજીરાના અવાજ આવી રહ્યા છે. એક અતિ ઉત્સાહિત ભાઈ તો એક મોટો અને લાંબો એવો વાદળી કલર થી રંગીલો. અને ત્યાં ત્રણ ફૂટ લાંબા મયુર પંખ થી શણગારેલો, તંબુરો લઈને આવી પહોંચ્યા છે.
જેના તાર ને આપણા સતનારાયણ કાકા .
ઉપનામ, સત્તુ કાકા , ઝણ… ઝણાવશે.
તે ભજન મંડળી એ મને પ્રથમ પહેલા ગણેશ ને પાટે બેસાડે તેમ . પેલા રાતુડા રંગની ચાદર પર બેસાડ્યો.
સત્તુ કાકાના પ્રચાર કરવાથી, ગુજરાત કે સંત …..ગુજરાત કે સંત… સીધે સાદે….
તે ભજન મંડળી ની ઈચ્છા તો મારા ચરણ કમળ ને સ્પર્શ કરવાની હતી. પણ પહેલાથી જ મેં સૂચના આપી દીધેલી કે , દૂરથી જ નમસ્કાર કરવા. તે મંડળી ભજન શરૂ કર્યું પણ જે બધું ગાય તે મારા માથા ઉપરથી પસાર થઈને જતું હતું પણ મને થોડું ઘણું સમજાયુ તેથી મેં તેમને સૂચન કર્યું. આપ લોગ જો ભજન ગા રહે ઉસે દેવી-દેવતાઓ કી સ્તુતિ આરતી શ્લોક ઓર કીર્તન યા ફિર રામ ધુન કહા જાતા હૈ .. કોઈ જ્ઞાન વૈરાગ્ય વાલા ભજન સુનાયે. કોઈ નર્મદા મૈયા કા ભજન સુનાયે.
તરત જ એક ભાઈ ઞાવા લાગ્યા…
મૈયા અમરકંટ વાલી, મૈયા તુ હે ભોલી બાલી, સબ ભક્તો કા, કરતી કામ હમે ગઇ ક્યુ ભુલ…. મૈયા અમરકંટ વાલી….
બીજા એક કાકાએ કંવાલી ટાઈમ નું ગાવા માંડ્યું
માં તું જઞતારણી ..માં તું દુઃખ હરની.. નર્મદે…નર્મદે…
આઠ-દસ ભજન ગાયા પછી એક ભાઈની ઈચ્છા થઈ. મહારાજ જી આપ કુછ સુનાયે…
હા મહારાજ જી વો..જેસલ વાલા સુનાયે..
સત્તુ કાકા કીધું… મેં તેમને પાપ તારુ પોકાર જાડેજા… સંભળાયું. બધા ખુશ તો થયા. અમુક ઉત્સાહિત તો.
વાહ …વાહ …કરવા લાગ્યા .એક ભાઈ તો જ્ઞાન અવસ્થામાં આંખો બંધ કરી હાથમાં મંજીરા વગાડતા વગાડતા ડોલતા હતા… પણ મને જ્ઞાન થયું કે મારી કરેલી મહેનત બધી પાણીમાં ગઈ છે. જાને ભેંસ આગળ ભા…..
ગીધ આગળ ગીતાજી નો પાઠ….
બિલાડી આગળ બાવની કર્યા જેવું હતું…
મહારાજ થોડા બોલ કે સુનાયે….
મેં તેમને બોલીને જેસલ તોરલ વિશે, ગંગા સતી, પાનબાઇ જલારામ બાપા, મીરાબાઈ વિશે બોલીને સમજાવ્યું ત્યારે તેમના મગજમાં કઈ બેઠું …અને સમજ્યા ખરા… તે મંડળી માંથી એક ભક્ત શિરોમણી ઉભા થઇ કીધું…. કોઈ કબીર કા સાખી હિન્દીમે સુનાયે
મેં કીધું, પહેલે ગુજરાતીમે સુન લિજયે. બાદમે હિન્દીમે કબીર કી સાખી સુનાયે અંગે
એક મૂરખને એવી ટેવ
પથ્થર એટલા પૂજે દેવ
તુલસી દેખી તોડે પાન
નદી દેખી કરે સ્નાન
તીરથ ફરી ફરી થાકયા ચરણ
તોય ન પહોંચ્યા હરિને શરણ
સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ
ખીજયુ કરડે રીઝ્યું ચાટે મુખ
ગુરુ કીધા મેં ગોકુળનાથ
ઘરડા બળદને ઘાલી નાથ
કાવ્યપંક્તિઓ અખા ભગત ના ,છપ્પા , કેસરી કેરો આહાર, ઝબુક ,ના ઝરે.
શંત લાંઘણ જો સિંહ કરે તો ય તૃણ નવ ખાય.
નર્મદ હર઼
વાચકો માટે, ઝબુક એટલે શિયાળ , સત એટલે ૧૦૦ , તૃણ એટલે ઘાસ…..
આ બધા કાવ્યોનો હિન્દીમાં અનુવાદ કરી તેમને વિસ્તારથી સમજાવ્યું ત્યારે તેઓ સમજી.. ખુશ થયા..
કબીરજી… હા હા હા…. સુનાતે હૈ
મને રહીમ નું યાદ આવી…
બડે બડાઈ ના કરે, બડે ના બોલે બોલ
રહીમન હીરા કહે ,લાખ ટકા મેરા મોલ
ઘણી બધી સાખીઓ સંભળાવી અમારો સત્સંગ જામતો હતો . પણ ઘડિયાળમાં 11:30 થઈ ગયા હતા.
મારી કમર ના મણકા માં રહેલી ઈંગલા પિંગલા અને સુષુમ્ણા નામની નારીઓ દુઃખી દુઃખી થતી હતી…
મેં સત્સંગ પૂરો કરવા જણાવ્યું , બધા જ વાજીંત્રો ને પેક કરી મૂકી દીધા. પણ મંડળી ઉઠવાનું નામ લેતી ન હતી.
એક ભાઈ સાહેબ એ ધીરેથી પૂછ્યું..
મહારાજ …જી.. આપ કોનસી નાત….
મેં રાજપુત સમાજ સે હુ.
મહારાજ જી. યે ગુજરાત કિતના બડા હોગા.
વો બતા નેમે શુભ હો જાયેગી..
મહરાજજી અમુલ ડેરી કિતના બડા હૈ ઉસમેં ભી બહોત મહેનત કરની પડેગી઼…..
મારા મનનુ માકડું સંદેશ મોકલ તું હતું, ગુસ્સાને આમંત્રણ કરવા
પરંતુ અમે ક્રોધને દબાવી ને તેઓને જવાબ આપી રહ્યા હતા
ઘણા સવાલો પૂછતાં લાલજી એ નક્કી કર્યું કે તેમના વિચિત્ર સવાલ નો જવાબ ન આપતા .
તેમના સવાલને જ કાપી નાખવો , સવાલને ખોટું પાડી દેવો.
મહારાજ જી…. આપકા બંગલા તો ….બહોત બડા હોગા.
સવાલ એસે નહી પૂછતે. પહેલે પૂછો કે મહારાજ જી આપ કા બંગલા હૈ , ભી .. કી શાદા મકાન હૈ.
મહારાજ જી આપકા મકાન . હે કે બંગલા હે
મેં એક સાદા મકાન મેં રેહતા હું.
મકાન કી છત તો પંકકી હોગી….
હા મકાન ki પંકકી.
અસહ્ય વેદના ઓ સહન કર્યા પછી મેં કંટાળીને ચા મૂકવા કીધું હા હા મહારાજ જી કે લિયે,ચા…
એક અંતી ડાયો ઉભો થઈને કીધું મહારાજ જી કે લિયે દૂધ બનાવો….
નર્મદે હર
અત્યારે બસ આટલું જ. વધુ આવતા અંકે. નર્મદે હર.
રાણા રણવીર, રમતા જોગી.
– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)